< લૂક 16 >

1 પછી ઈસુએ શિષ્યોને પણ કહ્યું કે, ‘એક શ્રીમંત માણસ હતો, તેણે એક કારભારી રાખ્યો; અને શ્રીમંતની આગળ કારભારી પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે, તે તમારી મિલકત ઉડાવી દે છે.
А ученицима својим говораше: Беше један човек богат који имаше пристава, и тога облагаше код њега да му просипа имање,
2 અને તેણે તેને બોલાવીને કહ્યું કે, આ જે તારે વિષે હું સાંભળું છું તે શું છે? તારા વહીવટનો હિસાબ આપ; કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહિ.
И дозвавши га рече му: Шта ово ја чујем за тебе? Дај рачун како си кућио кућу: јер више не можеш кућом управљати.
3 કારભારીએ પોતાના મનમાં કહ્યું કે, હું શું કરું? કેમ કે મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં મજૂરી કરવાની શકતી નથી; ભીખ માગતાં મને શરમ લાગે છે.
А пристав од куће рече у себи: Шта ћу чинити? Господар мој узима од мене управљање куће: копати не могу, просити стидим се.
4 તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો મારા સાથમાં રહે તે માટે શું કરવું તેની મને સૂઝ પડે છે.
Знам шта ћу чинити да би ме примили у куће своје кад ми се одузме управљање куће.
5 તેણે પોતાના માલિકના દરેક કરજદારને બોલાવ્યા. તેમાંના પહેલાને કહ્યું કે, મારા માલિકનું તારે કેટલું દેવું છે?
И дозвавши редом дужнике господара свог рече првом: Колико си дужан господару мом?
6 અને તેણે કહ્યું કે, સો માપ તેલ. અને તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને જલદી બેસીને પચાસ લખ.
А он рече: Сто ока уља. И рече му: Узми писмо своје и седи брзо те напиши педесет.
7 પછી તેણે બીજાને કહ્યું કે, તારે કેટલું દેવું છે? અને તેણે કહ્યું કે, સો માપ ઘઉં, તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને એંસી લખ.
А потом рече другом: А ти колико си дужан? А он рече: Сто ока пшенице. И рече му: Узми писмо своје и напиши осамдесет.
8 તેના માલિકે અન્યાયી કારભારીનાં વખાણ કર્યાં, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમ કે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે. (aiōn g165)
И похвали господар неверног пристава што мудро учини; јер су синови овог века мудрији од синова видела у свом нараштају. (aiōn g165)
9 અને હું તમને કહું છું કે, અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારુ મિત્રો કરો, કે જયારે તે થઈ રહે, ત્યારે તેઓ અનંતકાળના રહેઠાણોમાં તમારો અંગીકાર કરે. (aiōnios g166)
И ја вама кажем: начините себи пријатеље неправедним богатством, да би вас кад осиромашите примили у вечне куће. (aiōnios g166)
10 ૧૦ જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણાંમાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણાંમાં પણ અન્યાયી છે.
Који је веран у малом и у многом је веран; а ко је неверан у малом и у многом је неверан.
11 ૧૧ માટે જો અન્યાયી દ્રવ્યમાં તમે વિશ્વાસુ ન થયા હો, તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે?
Ако дакле у неправедном богатству верни не бисте, ко ће вам у истином веровати?
12 ૧૨ જો તમે બીજાના દ્રવ્ય સંબંધી વિશ્વાસુ ન થયા હો, તો જે તમારું પોતાનું તે કોણ તમને સોંપશે?
И ако у туђем не бисте верни, ко ће вам дати ваше?
13 ૧૩ કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી; કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.
Никакав пак слуга не може два господара служити; јер или ће на једног мрзети, а другог љубити, или ће једног волети а за другог не марити. Не можете служити Богу и богатству.
14 ૧૪ અને ફરોશીઓ જેઓ દ્રવ્યના લોભી હતા તેઓએ તે સઘળી વાતો સાંભળીને ઈસુની મશ્કરી કરી.
А ово све слушаху и фарисеји, који беху среброљупци, и ругаху Му се.
15 ૧૫ ઈસુએ તેઓને કહ્યું કે, માણસોની આગળ તમે પોતાને ન્યાયી બતાવો છો, પણ ઈશ્વર તમારાં હૃદય જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દ્રષ્ટિમાં ધિક્કારપાત્ર છે.
И рече им: Ви сте они који се градите праведни пред људима; али Бог зна срца ваша; јер шта је у људи високо оно је мрзост пред Богом.
16 ૧૬ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાનના સમય સુધી હતા; તે સમયથી ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરાય છે, અને દરેક માણસ તેમાં જબરદસ્તીથી પ્રવેશવા મથે છે.
Закон и пророци су до Јована; одселе се царство Божије проповеда јеванђељем, и сваки наваљује да уђе у њега.
17 ૧૭ પણ નિયમશાસ્ત્રની એક પણ માત્રા રદ થાય, તે કરતાં આકાશ તથા પૃથ્વીને જતું રહેવું સહેલ છે.
Лакше је, пак, небу и земљи проћи неголи једној титли из закона пропасти.
18 ૧૮ જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે.
Сваки који пушта жену своју и узима другу, прељубу чини; и који се жени пуштеницом, прељубу чини.
19 ૧૯ એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના વણાયેલા કિંમતી વસ્ત્ર પહેરતો હતો, અને નિત્ય મોજમઝામાં રહેતો હતો.
Човек неки, пак, беше богат, који се облачаше у скерлет и у свилу, и живљаше сваки дан господски и весељаше се.
20 ૨૦ લાજરસ નામે એક ભિખારી જેને આખા શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડી રહેતો હતો.
А беше један сиромах, по имену Лазар, који лежаше пред његовим вратима гнојав,
21 ૨૧ શ્રીમંતની મેજ પરથી પડેલા ભોંયમાંના કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો; વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા.
И жељаше да се насити мрвама које падаху с трпезе богатог; још и пси долажаху и лизаху гној његов.
22 ૨૨ પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો, સ્વર્ગદૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા; અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો.
А кад умре сиромах, однесоше га анђели у наручје Авраамово; а умре и богати, и закопаше га.
23 ૨૩ પાતાળમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા. (Hadēs g86)
И у паклу кад беше у мукама, подиже очи своје и угледа издалека Авраама и Лазара у наручју његовом, (Hadēs g86)
24 ૨૪ તેણે બૂમ પાડીને કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરીને લાજરસને મોકલ, કે તે પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ આગમાં હું વેદના પામું છું.
И повикавши рече: Оче Аврааме! Смилуј се на ме и пошљи ми Лазара нека умочи у воду врх од прста свог, и да ми расхлади језик; јер се мучим у овом пламену.
25 ૨૫ પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે.
А Авраам рече: Синко! Опомени се да си ти примио добра своја у животу свом, и Лазар опет зла; а сад се он теши, а ти се мучиш.
26 ૨૬ વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ ત્યાં આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહિ.
И преко свега тога постављена је међу нама и вама велика пропаст, да ови који би хтели одовуд к вама прећи, не могу, нити они отуда к нама да прелазе.
27 ૨૭ તેણે કહ્યું કે, પિતા, એ માટે હું તમને વિનંતી કરું છું કે, લાજરસને મારા પિતાને ઘરે મોકલો,
Тада рече: Молим те дакле, оче, да га пошаљеш кући оца мог,
28 ૨૮ કેમ કે મારા પાંચ ભાઈઓ છે. લાજરસ તેઓને સાક્ષી આપે, એમ ન થાય કે તેઓ પર પણ આ પીડા આવી પડે.
Јер имам пет браће: нека им посведочи да не би и они дошли на ово место мучења.
29 ૨૯ પણ ઇબ્રાહિમે કહ્યું, તેઓની પાસે મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો છે; તેઓનું તેઓ સાંભળે.
Рече му Авраам: Они имају Мојсија и пророке, нека њих слушају.
30 ૩૦ અને તેણે કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી સજીવન પામીને તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે.
А он рече: Не, оче Аврааме! Него ако им дође ко из мртвих покајаће се.
31 ૩૧ અને ઇબ્રાહિમે તેને કહ્યું કે, જો તેઓ મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનું નહિ સાંભળે, તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઊઠીને જાય, તોપણ તેઓ માનવાના નથી.’”
А Авраам рече му: Ако не слушају Мојсија и пророке, да ко и из мртвих устане неће веровати.

< લૂક 16 >