< માર્ક 1 >

1 ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તાની શરૂઆત.
Почетак јеванђеља Исуса Христа Сина Божјег.
2 જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે, ‘જો, હું તારી આગળ મારા સંદેશવાહકને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે;
Као што стоји у пророку: Ево ја шаљем анђела свог пред лицем Твојим, који ће приправити пут Твој пред Тобом.
3 અરણ્યમાં પોકારનારની વાણી એવી છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.
Глас је оног што виче у пустињи: Приправите пут Господњи, поравните стазе Његове.
4 એ પ્રમાણે યોહાન બાપ્તિસ્મા અરણ્યમાં પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો.
Појави се Јован крстећи у пустињи, и проповедајући крштење покајања за опроштење греха.
5 આખા યહૂદિયા દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેમની પાસે ગયા; અને બધા પોતાનાં પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.
И излажаше к њему сва јудејска земља и Јерусалимљани; и крштаваше их све у Јордану реци, и исповедаху грехе своје.
6 યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા જંગલી મધ તેનો ખોરાક હતો.
А Јован беше обучен у камиљу длаку, и имаше појас кожан око себе; и јеђаше скакавце и мед дивљи.
7 તેણે એવું પ્રગટ કર્યું કે, મારા કરતાં જે સામર્થ્યવાન છે તે મારી પાછળ આવે છે; હું તો વાંકો વળીને તેમના ચંપલની દોરી છોડવા યોગ્ય નથી.
И проповедаше говорећи: Иде за мном јачи од мене, пред ким ја нисам достојан сагнути се и одрешити ремен на обући Његовој.
8 હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.’”
Ја вас крштавам водом, а Он ће вас крстити Духом Светим.
9 તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા અને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા;
И у то време дође Исус из Назарета галилејског, и крсти Га Јован у Јордану,
10 ૧૦ પછી તરત પાણીમાંથી બહાર આવતાં તેમણે સ્વર્ગો ખુલ્લાં થયેલા તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતા જોયા,
И одмах излазећи из воде виде небо где се отвори, и Дух као голуб сиђе на Њега.
11 ૧૧ અને સ્વર્ગોમાંથી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’”
И глас дође с неба: Ти си Син мој љубазни који је по мојој вољи.
12 ૧૨ તરત આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા;
И одмах Дух изведе Га у пустињу.
13 ૧૩ અરણ્યમાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું; ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા; અને સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી.
И би онде у пустињи дана четрдесет, и куша Га сотона, и би са зверињем, и анђели служаху Му.
14 ૧૪ યોહાનની ધરપકડ કરાયા પછી ઈસુ ગાલીલમાં આવ્યા અને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું કે,
А пошто предадоше Јована, дође Исус у Галилеју проповедајући јеванђеље о царству Божјем
15 ૧૫ ‘સમય પૂરો થયો છે, ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો.’”
И говорећи: Изађе време и приближи се царство Божје; покајте се и верујте јеванђеље.
16 ૧૬ તેમણે ગાલીલના સમુદ્રને કિનારે ચાલતાં સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયાં; કેમ કે તેઓ માછીમાર હતા.
И ходећи покрај мора виде Симона и Андрију, брата његовог, где бацају мреже у море; јер беху рибари.
17 ૧૭ ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસો પકડનારા કરીશ.’”
И рече им Исус: Хајдете за мном, и учинићу вас ловцима људским.
18 ૧૮ તરત તેઓ પોતાની જાળો પડતી મૂકીને તેમની સાથે ગયા.
И одмах оставивши мреже своје пођоше за Њим.
19 ૧૯ ત્યાંથી થોડે આગળ જતા તેમણે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને હોડીમાં જાળો સાંધતા જોયા.
И отишавши мало оданде угледа Јакова Зеведејевог, и Јована брата његовог како у лађи крпљаху мреже;
20 ૨૦ ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા; અને તેઓ પોતાના પિતા ઝબદીને મજૂરોની સાથે હોડીમાં રહેવા દઈને તેમની પાછળ ગયા.
И одмах позва их; и оставивши оца свог Зеведеја у лађи с најамницима, пођоше за Њим.
21 ૨૧ તેઓ કપરનાહૂમમાં ગયા; અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને ઈસુએ બોધ આપ્યો.
И дођоше у Капернаум; и одмах у суботу ушавши у зборницу учаше.
22 ૨૨ લોકો તેમના બોધથી નવાઈ પામ્યા; કેમ કે તેમણે તેઓને શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેની માફક બોધ કર્યો.
И дивише се науци Његовој; јер их учаше као Онај који власт има, а не као књижевници.
23 ૨૩ તે જ સમયે તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડીને કહ્યું કે,
И беше у зборници њиховој човек с духом нечистим, и повика
24 ૨૪ ‘અરે, નાસરેથના ઈસુ, અમારે અને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.’”
Говорећи: Прођи се, шта је Теби до нас, Исусе Назарећанине? Дошао си да нас погубиш? Знам Те ко си, Светац Божји.
25 ૨૫ ઈસુએ તેને ધમકાવતાં કહ્યું કે, ‘ચૂપ રહે, અને તેનામાંથી નીકળી જા’.
И запрети му Исус говорећи: Умукни, и изађи из њега.
26 ૨૬ અશુદ્ધ આત્માએ તેને વીંઝી નાખ્યો તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો.
И стресе га дух нечисти, и повика гласно, и изађе из њега.
27 ૨૭ બધા એવા અચરત થયા કે તેઓ અંદરોઅંદર પૂછવા લાગ્યા કે, ‘આ શું છે? આ તો નવો બોધ છે! કેમ કે અધિકારથી તેઓ અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે.’”
И уплашише се сви тако да питаху један другог говорећи: Шта је ово? И каква је ово наука нова, да има власт да духовима нечистим заповеда, и слушају Га?
28 ૨૮ તરત તેમની કીર્તિ આખા ગાલીલ પ્રાંતમાં ફેલાઈ ગઈ.
И оде глас о Њему, одмах, по свој околини галилејској.
29 ૨૯ તેઓ તરત જ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સહિત સિમોન તથા આન્દ્રિયાના ઘરમાં ગયા.
И одмах, изашавши из зборнице, дођоше у дом Симонов и Андријин с Јаковом и Јованом.
30 ૩૦ હવે સિમોનની સાસુ તાવથી બીમાર હતી; અને તરત તેને વિષે તેઓએ ઈસુને કહ્યું.
А ташта Симонова лежаше од грознице; и одмах казаше Му за њу.
31 ૩૧ તેમણે પાસે આવીને તેનો હાથ પકડીને તેને ઉઠાડી; અને તે જ સમયે તેનો તાવ ઊતરી ગયો અને તેણીએ તેઓની સેવા કરી.
И приступивши подиже је узевши је за руку и пусти је грозница одмах, и служаше им.
32 ૩૨ સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધાં માંદાઓને તથા દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા.
А кад би пред вече, пошто сунце зађе, доношаху к Њему све болеснике и бесне.
33 ૩૩ બારણા આગળ આખું શહેર ભેગું થયું.
И сав град беше се сабрао к вратима.
34 ૩૪ ઘણાં જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેમણે સાજાં કર્યાં; ઘણાં દુષ્ટાત્માઓને કાઢ્યાં. દુષ્ટાત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધાં નહિ.
И исцели многе болеснике од различних болести, и ђаволе многе истера, и не даде ђаволима да казују да Га познају.
35 ૩૫ સવારે અજવાળું થતાં પહેલાં ઘણાં વહેલા ઊઠીને ઈસુ બહાર ગયા; અને ઉજ્જડ જગ્યાએ જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી.
А ујутру, врло рано уставши, изађе и оде насамо, и онде се мољаше Богу.
36 ૩૬ સિમોન તથા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમની શોધમાં નીકળ્યા;
И за Њим потрчаше Симон и који беху с њим.
37 ૩૭ અને તેઓ તેમને મળીને કહે છે કે, ‘બધા તમને શોધે છે.’”
И нашавши Га рекоше Му: Траже Те сви.
38 ૩૮ તે તેઓને કહે છે કે, ‘આપણે પાસેના ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.’”
И рече им: Хајдемо у оближња села и градове да и тамо проповедим: јер сам ја на то дошао.
39 ૩૯ આખા ગાલીલમાં તેઓનાં સભાસ્થાનોમાં જઈને તેઓ ઉપદેશ આપતા અને દુષ્ટાત્માઓને કાઢતાં હતા.
И проповеда по зборницама њиховим по свој Галилеји, и ђаволе изгони.
40 ૪૦ એક કુષ્ઠ રોગી તેમની પાસે આવે છે અને તેમને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે કે, ‘જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.’”
И дође к Њему губавац молећи Га и на коленима клечећи пред Њим и рече Му: Ако хоћеш, можеш ме очистити.
41 ૪૧ ઈસુને અનુકંપા આવી અને હાથ લાંબો કરીને તેને સ્પર્શ્યા. અને તેને કહ્યું કે, ‘મારી ઇચ્છા છે, તું શુદ્ધ થા;’
А Исус, пошто се смиловао, пружи руку, и дохвативши га се рече му: Хоћу, очисти се.
42 ૪૨ તે જ ઘડીએ તેનો કુષ્ઠ રોગ મટી ગયો અને તે શુદ્ધ થયો.
И тек што му то рече, а губа оде с њега, и оста чист.
43 ૪૩ તેમણે તેને સખત ચેતવણી આપીને તરત બહાર મોકલ્યો;
И запретивши му одмах истера га,
44 ૪૪ અને કહ્યું કે, ‘જોજે, કોઈને કંઈ કહેતો નહિ; પણ જઈને પોતાને યાજકને બતાવ અને મૂસાએ ફરમાવ્યા પ્રમાણે, તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.’”
И рече му: Гледај да никоме ништа не кажеш, него иди те се покажи свештенику, и принеси за очишћење своје шта је заповедио Мојсије за сведочанство њима.
45 ૪૫ પણ તે ત્યાંથી જઈને એ બિના એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો, કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગ્યાઓમાં રહ્યા અને ચારેબાજુથી લોકો તેમની પાસે આવ્યા.
А он изашавши поче много проповедати и казивати шта је било тако да Исус не може јавно у град ући, него беше напољу у пустим местима, и долажаху к Њему са свих страна.

< માર્ક 1 >