< Псалтирь 47 >

1 В конец, о сынех Кореовых, псалом. Вси языцы, восплещите руками, воскликните Богу гласом радования:
મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત. હે સર્વ લોકો, તાળી પાડો; આનંદથી મોટા અવાજે ઈશ્વરની સ્તુતિ કરો.
2 яко Господь Вышний страшен, Царь велий по всей земли:
કારણ કે પરાત્પર યહોવાહ ભયાવહ છે; તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.
3 покори люди нам и языки под ноги наша:
તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે.
4 избра нам достояния свое, доброту Иаковлю, юже возлюби.
તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે, એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. (સેલાહ)
5 Взыде Бог в воскликновении, Господь во гласе трубне.
ઈશ્વર વિજયના પોકારસહિત, યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે.
6 Пойте Богу нашему, пойте: пойте Цареви нашему, пойте.
ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ.
7 Яко Царь всея земли Бог, пойте разумно.
કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ.
8 Воцарися Бог над языки: Бог седит на престоле святем Своем.
ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે.
9 Князи людстии собрашася с Богом Авраамлим: яко Божии державнии земли зело вознесошася.
લોકોના રાજકુમારો એકત્ર થયા છે ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સાથે બધા ભેગા થયા છે; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે સર્વોચ્ય છે.

< Псалтирь 47 >