< Псалтирь 16 >

1 Сохрани мя, Господи, яко на Тя уповах.
દાઉદનું મિખ્તામ. હે ઈશ્વર, મારી રક્ષા કરો, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
2 Рех Господеви: Господь мой еси Ты, яко благих моих не требуеши.
મેં યહોવાહને કહ્યું છે, “તમે મારા પ્રભુ છો; તમારા વગર મારું કોઈ હિત નથી.
3 Святым, иже суть на земли его, удиви Господь вся хотения Своя в них.
જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉમદા લોકો છે; મારો સર્વ આનંદ તેઓમાં છે.
4 Умножишася немощи их, по сих ускориша: не соберу соборы их от кровей, ни помяну же имен их устнама моима.
જેઓ બીજા દેવોની પૂજા કરવા દોડે છે, તેઓનાં દુ: ખ વધી પડશે. તેઓના દેવોને માટે લોહીનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ.
5 Господь часть достояния моего и чаши моея: Ты еси устрояяй достояние мое мне.
યહોવાહ, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. તમે મારા હિસ્સાનો આધાર છો.
6 Ужя нападоша ми в державных моих: ибо достояние мое державно есть мне.
મારો ભાગ આનંદદાયક સ્થળે પડ્યો છે; ચોક્કસ મને સુશોભિત વારસો મારો છે.
7 Благословлю Господа вразумившаго мя: еще же и до нощи наказаша мя утробы моя.
યહોવાહે મને બોધ આપ્યો છે, હું તેમની પ્રશંસા કરું છું; મારું અંતઃકરણ રાતના સમયે મને બોધ આપે છે.
8 Предзрех Господа предо мною выну, яко одесную мене есть, да не подвижуся.
મેં યહોવાહને સદા મારી સમક્ષ રાખ્યા છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.
9 Сего ради возвеселися сердце мое, и возрадовася язык мой: еще же и плоть моя вселится на уповании.
તેથી મારું હૃદય આનંદમાં છે; મારો આત્મા હર્ષ પામે છે; ચોક્કસ હું સહીસલામત રહીશ.
10 Яко не оставиши душу мою во аде, ниже даси преподобному Твоему видети истления. (Sheol h7585)
૧૦કારણ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; તમે તમારા પવિત્રને કહોવાણ જોવા દેશો નહિ. (Sheol h7585)
11 Сказал ми еси пути живота: исполниши мя веселия с лицем Твоим: красота в деснице Твоей в конец.
૧૧તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.

< Псалтирь 16 >