< Vahiy 22 +

1 Melek bana Tanrı'nın ve Kuzu'nun tahtından çıkan billur gibi berrak yaşam suyu ırmağını gösterdi.
સ્ફટિકના જેવી ચળકતી, જીવનનાં પાણીની નદી, ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી વહેતી નગરના માર્ગ વચ્ચે બતાવી.
2 Kentin anayolunun ortasında akan ırmağın iki yanında on iki çeşit meyve üreten ve her ay meyvesini veren yaşam ağacı bulunuyordu. Ağacın yaprakları uluslara şifa vermek içindir.
એ નદીના બંને કિનારા પર જીવનનું વૃક્ષ હતું, તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં; દર માસે તે નવાં ફળ આપતું હતું; અને તે વૃક્ષ નાં પાંદડાં સર્વ પ્રજાઓને સાજાં કરવા માટે હતાં.
3 Artık hiçbir lanet kalmayacak. Tanrı'nın ve Kuzu'nun tahtı kentin içinde olacak, kulları O'na tapınacak.
ત્યાં કદી કોઈ શાપ થનાર નથી, પણ તે નગરમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે,
4 O'nun yüzünü görecek, alınlarında O'nun adını taşıyacaklar.
તેઓ તેમનું મોં નિહાળશે. અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે.
5 Artık gece olmayacak. Çıra ışığına da güneş ışığına da gereksinmeleri olmayacak. Çünkü Rab Tanrı onlara ışık verecek ve sonsuzlara dek egemenlik sürecekler. (aiōn g165)
ફરીથી રાત પડશે નહિ; તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે, અને તેઓ સદાસર્વકાળ રાજ્ય કરશે. (aiōn g165)
6 Melek bana, “Bu sözler güvenilir ve gerçektir” dedi. “Peygamberlerin ruhlarının Tanrısı olan Rab, yakın zamanda olması gereken olayları kullarına göstermek için meleğini gönderdi.”
તે દૂતે મને કહ્યું કે, ‘એ વાતો વિશ્વસનીય તથા સાચી છે; અને પ્રભુ જે પ્રબોધકોના આત્માઓના ઈશ્વર છે તેમણે જે થોડા સમયમાં થવાનું છે તે પોતાના સેવકોને બતાવવા સારુ પોતાના સ્વર્ગદૂતને મોકલ્યો છે.
7 “İşte tez geliyorum! Bu kitaptaki peygamberlik sözlerine uyana ne mutlu!”
જુઓ, હું થોડીવારમાં આવું છું, આ પુસ્તકમાંના પ્રબોધવચનો જે પાળે છે તે આશીર્વાદિત છે.’”
8 Bunları işiten ve gören ben Yuhanna'yım. İşitip gördüğümde bunları bana gösteren meleğe tapmak için ayaklarına kapandım.
જેણે એ સાંભળ્યું તથા જોયું છે તે હું યોહાન છું; અને જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે સ્વર્ગદૂતે મને એ બિનાઓ બતાવી, તેનું દંડવત પ્રણામ કરવા હું તેની આગળ નમ્યો.
9 Ama o bana, “Sakın yapma!” dedi, “Ben senin, peygamber kardeşlerin ve bu kitabın sözlerine uyanlar gibi bir Tanrı kuluyum. Tanrı'ya tap!”
પણ તેણે મને કહ્યું કે, ‘જોજે, એમ ન કર, હું તો તારો તથા તારા સાથી પ્રબોધકોનો ભાઈઓ અને બહેનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાનો સાથી સેવક છું; તું ઈશ્વરનું ભજન કર.’”
10 Sonra bana, “Bu kitabın peygamberlik sözlerini mühürleme” dedi, “Çünkü beklenen zaman yakındır.
૧૦તેણે મને કહ્યું કે, ‘આ પુસ્તકમાંના પ્રબોધવચનોને મહોરથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે.
11 Kötülük yapan, yine kötülük yapsın. Kirli olan, kirli işlerini sürdürsün. Doğru olan, yine doğruyu yapsın. Kutsal olan kutsal kalsın.”
૧૧જે અન્યાયી છે તે હજી અન્યાય કર્યા કરે, જે મલિન છે તે હજુ મલિન થતો જાય, અને જે ન્યાયી છે તે ન્યાયી કૃત્યો કર્યા કરે, અને જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય.
12 “İşte tez geliyorum! Vereceğim ödüller yanımdadır. Herkese yaptığının karşılığını vereceğim.
૧૨જુઓ, હું થોડીવારમાં આવું છું, અને દરેકનું જેવું કામ હશે તે પ્રમાણે તેને ભરી આપવાનો બદલો મારી પાસે છે.
13 Alfa ve Omega, birinci ve sonuncu, başlangıç ve son Ben'im.
૧૩હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આરંભ તથા અંત છું.
14 “Kaftanlarını yıkayan, böylelikle yaşam ağacından yemeye hak kazanarak kapılardan geçip kente girenlere ne mutlu!
૧૪જીવનનાં વૃક્ષ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે તે માટે જેઓ પોતાનાં વસ્ત્ર ધોવે છે તેઓ આશીર્વાદિત છે.
15 Köpekler, büyücüler, fuhuş yapanlar, adam öldürenler, putperestler, yalanı sevip hile yapanların hepsi dışarıda kalacaklar.
૧૫કૂતરા, તાંત્રિકો, વ્યભિચારીઓ, હત્યારાઓ, મૂર્તિપૂજકો તથા જેઓ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બધા નગરની બહાર છે.
16 “Ben İsa, kiliselerle ilgili bu tanıklığı sizlere iletsin diye meleğimi gönderdim. Davut'un kökü ve soyu Ben'im, parlak sabah yıldızı Ben'im.”
૧૬મેં ઈસુએ મારા સ્વર્ગદૂતને મોકલ્યો છે કે તે વિશ્વાસી સમુદાયને સારુ આ સાક્ષી તમને આપે. હું મૂળ, તથા દાઉદનું સંતાન, અને પ્રભાતનો ઉજ્જવળ તારો છું.
17 Ruh ve Gelin, “Gel!” diyorlar. İşiten, “Gel!” desin. Susayan gelsin. Dileyen, yaşam suyundan karşılıksız alsın.
૧૭આત્મા તથા કન્યા બંને કહે છે કે, ‘આવો;’ અને જે સાંભળે છે તે એમ કહે કે, ‘આવો,’ અને જે તૃષિત હોય, તે આવે; જેની ઇચ્છા હોય તે જીવનનું જળ મફત લે.
18 Bu kitaptaki peygamberlik sözlerini duyan herkesi uyarıyorum! Her kim bu sözlere bir şey katarsa, Tanrı da bu kitapta yazılı belaları ona katacaktır.
૧૮આ પુસ્તકમાંના પ્રબોધવચનો જે કોઈ સાંભળે છે તેને હું ચેતવું છું, ‘જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલી આફતો વધારશે;
19 Her kim bu peygamberlik kitabının sözlerinden bir şey çıkarırsa, Tanrı da bu kitapta yazılı yaşam ağacından ve kutsal kentten ona düşen payı çıkaracaktır.
૧૯અને જો કોઈ આ પ્રબોધવચનના પુસ્તકનાં વચનોમાંથી કંઈ પણ કાઢી નાખશે, તો ઈશ્વર તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી તથા પવિત્ર નગરમાંથી, જેમનાં વિષે આ પુસ્તકમાં લખેલું છે તેમાંથી કાઢી નાખશે.’”
20 Bunlara tanıklık eden, “Evet, tez geliyorum!” diyor. Amin! Gel, ya Rab İsa!
૨૦જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે, ‘હા, થોડીવારમાં આવું છું.’” આમીન, ‘ઓ પ્રભુ ઈસુ, આવો.’”
21 Rab İsa'nın lütfu kutsallarla birlikte olsun! Amin.
૨૧પ્રભુ ઈસુની કૃપા બધા સંતો પર હો, આમીન.

< Vahiy 22 +