< Mezmurlar 143 >

1 Davut'un mezmuru Duamı işit, ya RAB, Yalvarışlarıma kulak ver! Sadakatinle, doğruluğunla yanıtla beni!
દાઉદનું ગીત. હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા કાલાવાલા પર ધ્યાન આપો. તમારી સત્યતાથી અને ન્યાયીપણાથી મને ઉત્તર આપો!
2 Kulunla yargıya girme, Çünkü hiçbir canlı senin karşında aklanmaz.
તમારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્તો, કેમ કે તમારી નજરમાં કોઈ ન્યાયી નથી.
3 Düşman beni kovalıyor, Ezip yere seriyor. Çoktan ölmüş olanlar gibi, Beni karanlıklarda oturtuyor.
મારો શત્રુ મારી પાછળ પડ્યો છે; તેણે મને જમીન પર પછાડ્યો છે; તેણે મને ઘણા દિવસ પર મરણ પામેલાની જેમ અંધકારમાં પૂર્યો છે.
4 Bu yüzden bunalıma düştüm, Yüreğim perişan.
મારો આત્મા મૂંઝાઈ ગયો છે; મારું અંતઃકરણ સ્તબ્ધ થઈ ગયું છે.
5 Geçmiş günleri anıyor, Bütün yaptıklarını derin derin düşünüyor, Ellerinin işine bakıp dalıyorum.
હું ભૂતકાળનાં દિવસોનું સ્મરણ કરું છું; તમારા સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કાર્યોનો વિચાર કરું છું.
6 Ellerimi sana açıyorum, Canım kurak toprak gibi sana susamış. (Sela)
પ્રાર્થનામાં હું મારા હાથ તમારા તરફ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
7 Çabuk yanıtla beni, ya RAB, Tükeniyorum. Çevirme benden yüzünü, Yoksa ölüm çukuruna inen ölülere dönerim.
હે યહોવાહ, મને જલદી જવાબ આપો, કારણ કે મારો આત્મા ક્ષય પામે છે. તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.
8 Sabahları duyur bana sevgini, Çünkü sana güveniyorum; Bana gideceğim yolu bildir, Çünkü duam sanadır.
મને સવારે તમારી કૃપા અનુભવવા દો; કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું. જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કારણ કે હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
9 Düşmanlarımdan kurtar beni, ya RAB; Sana sığınıyorum.
હે યહોવાહ, મને મારા શત્રુઓથી બચાવો; સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 Bana istemini yapmayı öğret, Çünkü Tanrım'sın benim. Senin iyi Ruhun Düz yolda bana öncülük etsin!
૧૦મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કારણ કે તમે મારા ઈશ્વર છો. તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગે દોરી જાઓ.
11 Ya RAB, adın uğruna yaşam ver bana, Doğruluğunla kurtar beni sıkıntıdan.
૧૧હે યહોવાહ, તમારા નામને માટે મને જિવાડો; તમારા ન્યાયીપણાથી મારો જીવ મુશ્કેલીમાંથી બચાવો.
12 Sevginden ötürü, Öldür düşmanlarımı, Yok et bütün hasımlarımı, Çünkü senin kulunum ben.
૧૨તમારી કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણ કે હું તમારો સેવક છું.

< Mezmurlar 143 >