< Mezmurlar 122 >

1 Davut'un hac ilahisi Bana: “RAB'bin evine gidelim” dendikçe Sevinirim.
ચઢવાનું ગીત; દાઉદનું. જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.
2 Ayaklarımız senin kapılarında, Ey Yeruşalim!
હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.
3 Bitişik nizamda kurulmuş bir kenttir Yeruşalim!
યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.
4 Oymaklar çıkar oraya, RAB'bin oymakları, İsrail'e verilen öğüt uyarınca, RAB'bin adına şükretmek için.
ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.
5 Çünkü orada yargı tahtları, Davut soyunun tahtları kurulmuştur.
કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.
6 Esenlik dileyin Yeruşalim'e: “Huzur bulsun seni sevenler!
યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.
7 Surlarına esenlik, Saraylarına huzur egemen olsun!”
તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
8 Kardeşlerim, dostlarım için, “Esenlik olsun sana!” derim.
મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”
9 Tanrımız RAB'bin evi için İyilik dilerim sana.
આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.

< Mezmurlar 122 >