< Mezmurlar 108 >

1 Ezgi - Davut'un mezmuru Kararlıyım, ey Tanrı, Bütün varlığımla sana ezgiler, ilahiler söyleyeceğim!
ગાયન: દાઉદનું ગીત. હે ઈશ્વર, મેં મારું હૃદય દૃઢ કર્યું છે; હું મારા અંતઃકરણથી ગીત ગાઈશ અને સ્તુતિ કરીશ.
2 Uyan, ey lir, ey çenk, Seheri ben uyandırayım!
વીણા, સિતાર, જાગો; હું જાતે પરોઢિયાને જગાડીશ.
3 Halkların arasında sana şükürler sunayım, ya RAB, Ulusların arasında seni ilahilerle öveyim.
હે યહોવાહ, હું લોકોમાં તમારો આભાર માનીશ; પ્રજાઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
4 Çünkü sevgin göklere erişir, Sadakatin gökyüzüne ulaşır.
કારણ કે તમારી કૃપા આકાશો કરતાં ઊંચી છે; અને તમારું વિશ્વાસુપણું આભ સુધી પહોંચે છે.
5 Yüceliğini göster göklerin üstünde, ey Tanrı, Görkemin bütün yeryüzünü kaplasın!
હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ અને તમારું ગૌરવ આખી પૃથ્વી કરતાં ઊંચું મનાઓ.
6 Kurtar bizi sağ elinle, yardım et, Sevdiklerin özgürlüğe kavuşsun diye!
કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે તેઓનો છૂટકો થાય, તમારા જમણા હાથથી અમને છોડાવો અને ઉત્તર આપો.
7 Tanrı şöyle konuştu kutsal yerinde: “Şekem'i sevinçle bölüştürecek, Sukkot Vadisi'ni ölçeceğim.
ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે; “હું હરખાઈશ; હું શખેમના ભાગ કરીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.
8 Gilat benimdir, Manaşşe de benim, Efrayim miğferim, Yahuda asam.
ગિલ્યાદ મારું છે અને મનાશ્શા મારું છે; એફ્રાઇમ મારા માથાનો ટોપ છે; યહૂદિયા મારો રાજદંડ છે.
9 Moav yıkanma leğenim, Edom'un üzerine çarığımı fırlatacağım, Filist'e zaferle haykıracağım.”
મોઆબ મારા હાથ ધોવાનો કૂંડ છે; અદોમ ઉપર હું મારાં પગરખાં ફેંકીશ; પલિસ્તીઓને કારણે હું વિજયમાં આનંદ કરીશ.
10 Kim beni surlu kente götürecek? Kim bana Edom'a kadar yol gösterecek?
૧૦મને કોટબંધ નગરમાં કોણ લઈ જશે? મને અદોમમાં કોણ દોરી જશે?”
11 Ey Tanrı, sen bizi reddetmedin mi? Ordularımıza öncülük etmiyor musun artık?
૧૧હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી? તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી.
12 Yardım et bize düşmana karşı, Çünkü boştur insan yardımı.
૧૨અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, કેમ કે માણસની મદદ તો મિથ્યા છે.
13 Tanrı'yla zafer kazanırız, O çiğner düşmanlarımızı.
૧૩અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું; તે જ અમારા શત્રુઓને કચડી નાખશે.

< Mezmurlar 108 >