< Süleyman'In Özdeyişleri 30 >

1 Massalı Yake oğlu Agur'un sözleri: Bu adam şöyle diyor: “Yoruldum, ey Tanrım, yoruldum ve tükendim.
યાકેના દીકરા આગૂરનાં વચનો છે, જે ઈશ્વરવાણી છે: કોઈ માણસ ઇથિયેલને, ઇથિયેલ તથા ઉક્કાલને આ પ્રમાણે કહે છે:
2 Gerçekten ben insanların en cahiliyim, Bende insan aklı yok.
નિશ્ચે હું કોઈ પણ માણસ કરતાં અધિક પશુવત છું અને મારામાં માણસ જેવી બુદ્ધિ નથી.
3 Bilgeliği öğrenmedim, Kutsal Olan'a ilişkin bilgiden de yoksunum.
હું ડહાપણ શીખ્યો નથી કે નથી મારામાં પવિત્ર ઈશ્વરનું ડહાપણ.
4 Kim göklere çıkıp indi? Kim yeli avuçlarında topladı? Suları giysisiyle sarıp sarmalayan kim? Kim belirledi dünyanın sınırlarını? Adı nedir, oğlunun adı nedir, biliyorsan söyle!
આકાશમાં કોણ ચઢ્યો છે અને પાછો નીચે ઊતર્યો છે? કોણે હવાને પોતાની મુઠ્ઠીમાં બાંધી રાખી છે? કોણે પોતાનાં વસ્ત્રમાં પાણી બાંધી લીધાં છે? પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે? જો તું ખરેખર જાણતો હોય, તો કહે તેનું નામ શું છે? અને તેના દીકરાનું નામ શું છે?
5 Tanrı'nın her sözü güvenilirdir, O kendisine sığınan herkese kalkandır.
ઈશ્વરનું દરેક વચન પરખેલું છે, જેઓ ઈશ્વર પર ભરોસો રાખે છે તેઓના માટે તે ઢાલ છે.
6 O'nun sözüne bir şey katma, Yoksa seni azarlar, yalancı çıkarsın.
તેમનાં વચનોમાં તું કશો ઉમેરો કરીશ નહિ, નહિ તો તે તને ઠપકો આપશે અને તું જૂઠો પુરવાર થઈશ.
7 Ey Tanrı, iki şey diledim senden: Ben ölmeden bunları esirgeme benden.
હું તમારી પાસે બે વરદાન માગું છું, મારા મૃત્યુ અગાઉ મને તેની ના પાડશો નહિ.
8 Sahtekârlığı, yalanı benden uzak tut, Bana ne yoksulluk ne de zenginlik ver; Payıma düşen ekmeği ver, yeter.
અસત્ય અને વ્યર્થતાને મારાથી દૂર રાખજો, મને દરિદ્રતા કે દ્રવ્ય પણ ન આપશો; મને જરૂર જેટલી રોટલી આપજો.
9 Yoksa bolluktan, ‘Kimmiş RAB?’ diye seni yadsır, Ya da yoksulluktan çalar Ve Tanrım'ın adını lekelemiş olurum.
નહિ તો કદાચ હું વધારે છલકાઈ જાઉં અને તમારો નકાર કરીને કહું કે, “ઈશ્વર તે વળી કોણ છે?” અથવા હું કદાચ ગરીબ થઈને ચોરી કરું અને મારા ઈશ્વરના નામની નિંદા કરું.
10 “Köleyi efendisine çekiştirme, Yoksa sana lanet eder, sen de suçlu çıkarsın.
૧૦નોકરની ખરાબ વાતો જે ખોટી છે તે તેના માલિક આગળ ન કર રખેને તે તને શાપ આપે અને તેણે જે કર્યું હતું તેને માટે તું દોષપાત્ર ઠરે.
11 Öyleleri var ki, babalarına lanet eder, Annelerine değer vermezler.
૧૧એવી પણ એક પેઢી છે કે જે પોતાનાં પિતાને શાપ આપે છે અને પોતાની માતાને આશીર્વાદ આપતી નથી.
12 Öyleleri var ki, kendilerini tertemiz sanırlar, Oysa kötülüklerinden arınmış değiller.
૧૨એવી પણ એક પેઢી છે જે પોતાને પવિત્ર માને છે, પણ તે પોતાની મલિનતામાંથી સ્વચ્છ થતી નથી.
13 Öyleleri var ki, kendilerinden üstün kimse yok sanır, Herkese tepeden bakarlar.
૧૩એવી પણ એક પેઢી છે કે જેના ઘમંડનો પાર નથી અને તેનાં પોપચાં ઊંચા કરેલાં છે.
14 Öyleleri var ki, dişleri kılıç, çeneleri bıçaktır, Mazlumlarla yoksulları yutup yeryüzünden yok ederler.
૧૪એવી પણ એક પેઢી છે કે જેના દાંત તલવાર જેવા અને તેની દાઢો ચપ્પુ જેવી છે; એ પેઢીના લોકો પૃથ્વી પરથી કંગાલોને અને માનવજાતમાંથી જરૂરિયાતમંદોને ખાઈ જાય છે.
15 Sülüğün iki kızı vardır, adları ‘Ver, ver’dir. Hiç doymayan üç şey, ‘Yeter’ demeyen dört şey vardır:
૧૫જળોને બે દીકરીઓ છે, તેઓ પોકારીને કહે છે, “આપો અને આપો.” કદી તૃપ્ત થતાં નથી એવી ત્રણ બાબતો છે, “બસ,” એમ ન કહેનાર એવી ચાર બાબતો છે.
16 Ölüler diyarı, kısır rahim, Suya doymayan toprak ve ‘Yeter’ demeyen ateş. (Sheol h7585)
૧૬એટલે શેઓલ; નિઃસંતાન મહિલાનું ગર્ભસ્થાન; પાણીથી તૃપ્ત નહિ થતી જમીન; અને કદી “બસ” ના કહેનાર અગ્નિ. (Sheol h7585)
17 Babasıyla alay edenin, annesinin sözünü hor görenin Gözünü vadideki kargalar oyacak; O akbabalara yem olacak.
૧૭જે આંખ તેના પિતાની મશ્કરી કરે છે અને તેની માતાની આજ્ઞા માનવાની ના પાડે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે અને ગીઘનાં બચ્ચાં તેને ખાઈ જશે.
18 Aklımın ermediği üç şey, Anlamadığım dört şey var:
૧૮ત્રણ બાબતો મને એવી આશ્ચર્યજનક લાગે છે કે તેઓ મારી સમજમાં આવતી નથી, અરે, ચાર બાબતો હું જાણતો નથી.
19 Kartalın gökyüzünde, Yılanın kayada, Geminin denizde izlediği yol Ve erkeğin genç kızla tuttuğu yol.
૧૯આકાશમાં ઊડતા ગરુડનું ઉડ્ડયન; ખડક ઉપર સરકતા સાપની ચાલ; ભરસમુદ્રમાં વહાણનો માર્ગ; અને કુમારી તથા યુવાન વચ્ચે ઉદ્દભવતો પ્રેમ.
20 Zina eden kadının yolu da şöyledir: Yer, ağzını siler, Sonra da, ‘Suç işlemedim’ der.
૨૦વ્યભિચારી સ્ત્રીની રીત આવી હોય છે - તે ખાય છે અને પોતાનું મુખ લૂછી નાખે છે અને કહે છે કે, “મેં કશું ખોટું કર્યું નથી.”
21 Yeryüzü üç şeyin altında sarsılır; Katlanamadığı dört şey vardır:
૨૧ત્રણ વસ્તુઓથી પૃથ્વી કાંપે છે, અરે, ચાર બાબતોને તે સહન કરી શકતી નથી.
22 Kölenin kral olması, Budalanın doyması,
૨૨રાજગાદીએ બેઠેલો ગુલામ; અન્નથી તૃપ્ત થયેલો મૂર્ખ;
23 Nefret edilen kadının evlenmesi Ve hizmetçinin hanımının yerine geçmesi.
૨૩લગ્ન કરેલી દાસી; અને પોતાની શેઠાણીની જગ્યાએ આવેલી દાસી.
24 “Dünyada dört küçük yaratık var ki, Çok bilgece davranırlar:
૨૪પૃથ્વી પર ચાર વસ્તુ નાની છે, પણ તે અત્યંત શાણી છે:
25 Karıncalar güçlü olmayan bir topluluktur, Ama yiyeceklerini yazdan biriktirirler.
૨૫કીડી કંઈ બળવાન પ્રજા નથી, પણ તેઓ ઉનાળાંમાં પોતાનો ખોરાક ભેગો કરે છે;
26 Kaya tavşanları da güçsüz bir topluluktur, Ama yuvalarını kaya kovuklarında yaparlar.
૨૬ખડકમાં રહેતાં સસલાં નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ સર્વ પોતાનાં રહેઠાણ ખડકોમાં બનાવે છે.
27 Çekirgelerin kralı yoktur, Ama bölük bölük ilerlerler.
૨૭તીડોનો કોઈ રાજા હોતો નથી, પણ તેઓ બધાં ટોળાબંધ નીકળે છે;
28 Kertenkele elle bile yakalanır, Ama kral saraylarında bulunur.
૨૮ગરોળીને તમે તમારાં હાથમાં પકડી શકો છે, છતાં તે રાજાઓના મહેલમાં પણ હરેફરે છે.
29 “Yürüyüşü gösterişli üç yaratık, Davranışı gösterişli dört yaratık var:
૨૯ત્રણ પ્રાણીઓનાં પગલાં રુઆબદાર હોય છે, અરે, ચારની ચાલ દમામદાર હોય છે:
30 Hayvanların en güçlüsü olan Ve hiçbir şeyin önünde pes etmeyen aslan,
૩૦એટલે સિંહ, જે પશુઓમાં સૌથી બળવાન છે અને કોઈને લીધે પોતાનો માર્ગ બદલતો નથી;
31 Tazı, teke Ve ordusunun başındaki kral.
૩૧વળી શિકારી કૂકડો; તથા બકરો; તેમ જ પોતાની પ્રજાને દોરતો રાજા કે જેની સામે થઈ શકાય નહિ.
32 “Eğer budala gibi kendini yücelttinse Ya da kötülük tasarladınsa, Dur ve düşün!
૩૨જો તેં ગર્વ કરવાની બેવકૂફી કરી હોય અથવા કોઈ ખોટો વિચાર તેં કર્યો હોય, તો તારો હાથ તારા મુખ પર મૂક.
33 Çünkü nasıl sütü dövünce tereyağı, Burnu sıkınca kan çıkarsa, Öfkeyi kurcalayınca da kavga çıkar.”
૩૩કારણ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે અને નાક મચડ્યાથી લોહી નીકળે છે, તેમ જ ક્રોધને છંછેડવાથી ઝઘડો ઊભો થાય છે.

< Süleyman'In Özdeyişleri 30 >