< Süleyman'In Özdeyişleri 13 >

1 Bilge kişi terbiye edilmeyi sever, Alaycı kişi azarlansa da aldırmaz.
જ્ઞાની દીકરો પોતાના પિતાની શિખામણ માને છે, પણ અડિયલ દીકરો ઠપકાને ગણકારતો જ નથી.
2 İyi insan ağzından çıkan sözler için ödüllendirilir, Ama hainlerin soluduğu zorbalıktır.
માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ભોગવે છે, પણ કપટીનો જીવ જુલમ વેઠશે.
3 Dilini tutan canını korur, Ama boşboğazın sonu yıkımdır.
પોતાનું મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.
4 Tembel canının çektiğini elde edemez, Çalışkanın istekleriyse tümüyle yerine gelir.
આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ કશું પામતો નથી, પણ ઉદ્યમી વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.
5 Doğru kişi yalandan nefret eder, Kötünün sözleriyse iğrençtir, yüzkarasıdır.
સદાચારી માણસ જૂઠને ધિક્કારે છે, પણ દુષ્ટ માણસ અપમાન અને ફજેતીનો ભોગ બને છે.
6 Doğruluk dürüst yaşayanı korur, Kötülük günahkârı yıkar.
નેકી ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીઓને ઉથલાવી નાખે છે,
7 Kimi hiçbir şeyi yokken kendini zengin gösterir, Kimi serveti çokken kendini yoksul gösterir.
કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે અને કેટલાક એવા પણ છે કે જેઓ કંગાળ હોવા છતાં ધનવાન હોય છે.
8 Kişinin serveti gün gelir canına fidye olur, Oysa yoksul kişi tehdide aldırmaz.
દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, પણ ગરીબ વ્યક્તિને ધમકી સાંભળવી પડતી નથી.
9 Doğruların ışığı parlak yanar, Kötülerin çırası söner.
નેકીવાનોનો પ્રકાશ આનંદ છે, પણ દુષ્ટનો દીવો હોલવી નાંખવામાં આવશે.
10 Kibirden ancak kavga çıkar, Öğüt dinleyense bilgedir.
૧૦અભિમાનથી તો કેવળ ઝઘડો જ ઉત્પન્ન થાય છે; પણ સારી સલાહ માનનારાઓ પાસે ડહાપણ છે.
11 Havadan kazanılan para yok olur, Azar azar biriktirenin serveti çok olur.
૧૧કુમાર્ગે મેળવેલી સંપત્તિ કદી ટકતી નથી. પણ મહેનતથી સંગ્રહ કરેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે.
12 Ertelenen umut hayal kırıklığına uğratır, Yerine gelen dilekse yaşam verir.
૧૨આશાનું ફળ મળવામાં વિલંબ થતાં અંતઃકરણ ઝૂરે છે, પણ ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.
13 Uyarılara kulak asmayan bedelini öder, Buyruklara saygılı olansa ödülünü alır.
૧૩શિખામણને નકારનારનો નાશ થાય છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે.
14 Bilgelerin öğrettikleri yaşam kaynağıdır, İnsanı ölüm tuzaklarından uzaklaştırır.
૧૪જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે, જે તે વ્યક્તિને મૃત્યુના ફાંદામાંથી ઉગારી લે છે.
15 Sağduyulu davranış saygınlık kazandırır, Hainlerin yoluysa yıkıma götürür.
૧૫સારી સમજવાળાને કૃપા મળે છે, પણ કપટીનો માર્ગ ખરબચડો છે.
16 İhtiyatlı kişi işini bilerek yapar, Akılsız kişiyse ahmaklığını sergiler.
૧૬પ્રત્યેક ડાહ્યો માણસ ડહાપણથી નિર્ણય લે છે; પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.
17 Kötü ulak belaya düşer, Güvenilir elçiyse şifa getirir.
૧૭દુષ્ટ સંદેશાવાહક મુશ્કેલીમાં સપડાઈ જાય છે, પણ વિશ્વાસુ સંદેશવાહક સમાધાન લાવે છે.
18 Terbiye edilmeye yanaşmayanı Yokluk ve utanç bekliyor, Ama azara kulak veren onurlandırılır.
૧૮જે શિખામણનો ત્યાગ કરે છે તેને ગરીબી અને અપમાન પ્રાપ્ત થાય છે, પણ ઠપકાનો સ્વીકાર કરે છે તેને માન મળે છે.
19 Yerine getirilen dilek mutluluk verir. Akılsız kötülükten uzak kalamaz.
૧૯ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે, પણ દુષ્ટતાથી પાછા વળવું એ મૂર્ખોને આઘાતજનક લાગે છે.
20 Bilgelerle oturup kalkan bilge olur, Akılsızlarla dost olansa zarar görür.
૨૦જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પણ જે મૂર્ખની સોબત કરે છે તેને નુકસાન થશે.
21 Günahkârın peşini felaket bırakmaz, Doğruların ödülüyse gönençtir.
૨૧પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે, પણ જે સારા માણસો છે તેઓને હિતકારક બદલો મળશે.
22 İyi kişi torunlarına miras bırakır, Günahkârın servetiyse doğru kişiye kalır.
૨૨સારો માણસ પોતાનાં સંતાનોનાં સંતાનોને માટે વારસો મૂકી જાય છે, પણ પાપીનું ધન નેકીવાનને સારુ ભરી મૂકવામાં આવે છે.
23 Yoksulun tarlası bol ürün verebilir, Ama haksızlık bunu alıp götürür.
૨૩ગરીબોના ખેતરમાં ઘણું અનાજ ઊપજે છે, પણ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે.
24 Oğlundan değneği esirgeyen, onu sevmiyor demektir. Seven baba özenle terbiye eder.
૨૪જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.
25 Doğru kişinin yeterince yiyeceği vardır, Kötünün karnıysa aç kalır.
૨૫નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે, પણ દુષ્ટનું પેટ હંમેશાં ભૂખ્યુંને ભૂખ્યું જ રહે છે.

< Süleyman'In Özdeyişleri 13 >