< Markos 6 >

1 İsa oradan ayrılarak kendi memleketine gitti. Öğrencileri de ardından gittiler.
ત્યાંથી નીકળીને ઈસુ પોતાના પ્રદેશ નાસરેથમાં આવ્યા; અને તેમના શિષ્યો તેમની પાછળ આવ્યા.
2 Şabat Günü olunca İsa havrada öğretmeye başladı. Söylediklerini işiten birçok kişi şaşıp kaldı. “Bu adam bunları nereden öğrendi?” diye soruyorlardı. “Kendisine verilen bu bilgelik nedir? Nasıl böyle mucizeler yapabiliyor?
વિશ્રામવાર આવ્યો ત્યારે તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યા; અને ઘણાંએ તે સાંભળીને આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘આ સઘળું તેમની પાસે ક્યાંથી? તેમને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે! તેમના હાથથી આવાં પરાક્રમો કેવી રીતે થાય છે એ શું છે?
3 Meryem'in oğlu, Yakup, Yose, Yahuda ve Simun'un kardeşi olan marangoz değil mi bu? Kızkardeşleri burada, aramızda yaşamıyor mu?” Ve gücenip O'nu reddettiler.
શું તે સુથાર નથી? શું એ મરિયમનો દીકરો નથી? યાકૂબ, યોસે, યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી?’ અને તેઓએ તેમને સ્વીકાર કર્યો નહિ.
4 İsa da onlara, “Bir peygamber, kendi memleketinden, akraba çevresinden ve kendi evinden başka yerde hor görülmez” dedi.
પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘પ્રબોધક પોતાના દેશ, પોતાનાં સગાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.’”
5 Orada birkaç hastayı, üzerlerine ellerini koyarak iyileştirmekten başka hiçbir mucize yapamadı.
તેમણે થોડાંક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં; તે વિના તેઓ ત્યાં કોઈ પરાક્રમી કામ કરી શક્યા નહિ.
6 Halkın imansızlığına şaşıyordu. İsa çevredeki köyleri dolaşıp öğretiyordu.
તેઓના અવિશ્વાસને લીધે તે આશ્ચર્ય પામ્યા અને આસપાસ ગામેગામ તેઓ બોધ કરતા ફર્યા.
7 On iki öğrencisini yanına çağırdı ve onları ikişer ikişer halk arasına göndermeye başladı. Onlara kötü ruhlar üzerinde yetki verdi.
બાર શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો;
8 Yolculuk için yanlarına değnekten başka bir şey almamalarını söyledi. Ne ekmek, ne torba, ne de kuşaklarında para götüreceklerdi.
તેઓને ફરમાવ્યું કે, ‘મુસાફરીને સારું કેવળ એક લાકડી વિના બીજું કંઈ લેવું નહિ; રોટલી નહિ, ઝોળી પણ નહિ, પોતાના કમરબંધમાં નાણાં પણ નહિ;
9 Onlara çarık giymelerini söyledi. Ama, “İki mintan giymeyin” dedi.
પણ ચંપલ પહેરજો પણ વધારાનું અંગરખું રાખશો નહિ.’”
10 “Bir yere gittiğiniz zaman, oradan ayrılıncaya dek hep aynı evde kalın” diye devam etti.
૧૦વળી તેમણે તેઓને કહ્યું કે, ‘જ્યારે તમે કોઈ ઘરમાં જાઓ અને ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો.
11 “İnsanların sizi kabul etmedikleri, sizi dinlemedikleri bir yerden ayrılırken, onlara uyarı olsun diye ayağınızın altındaki tozu silkin!”
૧૧જ્યાં કહીં તેઓ તમારો આવકાર ના કરે અને તમારું ના સાંભળે, તો તેઓની વિરુદ્ધ સાક્ષીરૂપ થવાને માટે ત્યાંથી નીકળતાં તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખજો.
12 Böylece öğrenciler yola çıkıp insanları tövbeye çağırmaya başladılar.
૧૨તેઓએ નીકળીને એવું પ્રગટ કર્યો કે, ‘પસ્તાવો કરો.’”
13 Birçok cin kovdular; birçok hastayı, üzerlerine yağ sürerek iyileştirdiler.
૧૩તેઓએ ઘણાં દુષ્ટાત્માઓ કાઢ્યાં, ઘણાં માદાંઓને તેલ લગાવીને તેઓને સાજાં કર્યાં.
14 Kral Hirodes de olup bitenleri duydu. Çünkü İsa'nın ünü her tarafa yayılmıştı. Bazıları, “Bu adam, ölümden dirilen Vaftizci Yahya'dır. Olağanüstü güçlerin onda etkin olmasının nedeni budur” diyordu.
૧૪હેરોદ રાજાએ તે વિષે સાંભળ્યું, કેમ કે ઈસુનું નામ પ્રસિદ્ધ થયું હતું અને તેઓ કહેતાં હતા કે ‘યોહાન બાપ્તિસ્મા કરનાર મૃત્યુમાંથી ઊઠ્યો છે અને તેનાથી આવાં પરાક્રમી કામો કરાય છે.’”
15 Başkaları, “O İlyas'tır” diyor, yine başkaları, “Eski peygamberlerden biri gibi bir peygamberdir” diyordu.
૧૫પણ બીજાઓએ કહ્યું કે, ‘તે એલિયા છે;’ અને અન્ય કેટલાકે કહ્યું કે, ‘તે પ્રબોધકોમાંના કોઈ એકના જેવા પ્રબોધક છે.’”
16 Hirodes bunları duyunca, “Başını kestirdiğim Yahya dirildi!” dedi.
૧૬પણ હેરોદે તે સાંભળીને કહ્યું કે, ‘એ તો યોહાન છે જેનું માથું મેં કાપી નંખાવ્યું તે મૃત્યુમાંથી ઊઠ્યો છે.’”
17 Hirodes'in kendisi, kardeşi Filipus'un karısı Hirodiya'nın yüzünden adam gönderip Yahya'yı tutuklatmış, zindana attırıp zincire vurdurmuştu. Çünkü Hirodes bu kadınla evlenince Yahya ona, “Kardeşinin karısıyla evlenmen Kutsal Yasa'ya aykırıdır” demişti.
૧૭કેમ કે હેરોદે પોતે યોહાનને પકડાવ્યો હતો અને પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને જેલમાં પૂર્યો હતો; કેમ કે હેરોદે હેરોદિયાને પત્ની કરી હતી.
૧૮તેથી યોહાને હેરોદને કહ્યું હતું કે, ‘તારા ભાઈની પત્નીને રાખવી તે તને ઉચિત નથી.’”
19 Hirodiya bu yüzden Yahya'ya kin bağlamıştı; onu öldürtmek istiyor, ama başaramıyordu.
૧૯એને લીધે હેરોદિયા યોહાન પર અદાવત રાખતી અને તેને મારી નાખવા ચાહતી હતી, પણ તે એમ કરી શકતી ન હતી.
20 Çünkü Yahya'nın doğru ve kutsal bir adam olduğunu bilen Hirodes ondan korkuyor ve onu koruyordu. Yahya'yı dinlediği zaman büyük bir şaşkınlık içinde kalıyor, yine de onu dinlemekten zevk alıyordu.
૨૦કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી ડરતો, તેને સુરક્ષિત રાખતો હતો. તે તેને સાંભળતો અને તેનું સાંભળીને બહુ ગૂંચવણમાં પડતો હતો, તોપણ ખુશીથી તેનું સાંભળતો હતો.
21 Ne var ki, Hirodes'in kendi doğum gününde saray büyükleri, komutanlar ve Celile'nin ileri gelenleri için verdiği şölende beklenen fırsat doğdu.
૨૧આખરે હેરોદિયાને અનુકૂળ દિવસ મળ્યો. હેરોદે પોતાના જન્મદિવસે પોતાના અમીરોને, સેનાપતિઓને તથા ગાલીલના સરદારોને સારુ ભોજન સમારંભ યોજ્યો;
22 Hirodiya'nın kızı içeri girip dans etti. Bu, Hirodes'le konuklarının hoşuna gitti. Kral genç kıza, “Dile benden, ne dilersen veririm” dedi.
૨૨તે સમયે હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી. જેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા; અને રાજાએ છોકરીને કહ્યું કે, ‘તું જે ચાહે તે મારી પાસે માગ અને હું તને તે આપીશ.’”
23 Ant içerek, “Benden ne dilersen, krallığımın yarısı da olsa, veririm” dedi.
૨૩તેણે સમ ખાઈને તેને કહ્યું કે, ‘જે કંઈ તું મારી પાસે માગે તે મારા અડધા રાજ્ય સુધી હું તને આપીશ.’”
24 Kız dışarı çıkıp annesine, “Ne isteyeyim?” diye sordu. “Vaftizci Yahya'nın başını iste” dedi annesi.
૨૪તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું કે, ‘હું શું માગું?’ તેણે કહ્યું, ‘યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું માગ’.
25 Kız hemen koşup kralın yanına girdi, “Vaftizci Yahya'nın başını bir tepsi üzerinde hemen bana vermeni istiyorum” diyerek dileğini açıkladı.
૨૫તરત રાજાની પાસે ઉતાવળથી અંદર આવીને તેણે કહ્યું કે, ‘હું ચાહું છું કે, યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું થાળમાં હમણાં જ તું મને આપ.’”
26 Kral buna çok üzüldüyse de, konuklarının önünde içtiği anttan ötürü kızı reddetmek istemedi.
૨૬રાજા ખૂબ જ દુ: ખી થયો, પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા પોતાની સાથે બેસનારાઓને લીધે તે તેને ના પાડી શક્યો નહિ.
27 Hemen bir cellat gönderip Yahya'nın başını getirmesini buyurdu. Cellat zindana giderek Yahya'nın başını kesti.
૨૭તરત રાજાએ સિપાઈને મોકલીને તેનું માથું લાવવાનો હુકમ કર્યો. સિપાઈએ જેલમાં જઈને તેનું માથું કાપી નાખ્યું;
28 Kesik başı bir tepsi üzerinde getirip genç kıza verdi, kız da annesine götürdü.
૨૮અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું.
29 Yahya'nın öğrencileri bunu duyunca gelip cesedi aldılar ve mezara koydular.
૨૯તેના શિષ્યો તે સાંભળીને આવ્યા અને તેનું ધડ લઈ ગયા અને તેને કબરમાં દફનાવ્યું.
30 Elçiler, İsa'nın yanına dönerek yaptıkları ve öğrettikleri her şeyi O'na anlattılar.
૩૦પ્રેરિતો ઈસુની પાસે એકઠા થયા. અને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેમને કહી સંભળાવ્યું.
31 İsa onlara, “Gelin, tek başımıza tenha bir yere gidelim de biraz dinlenin” dedi. Gelen giden öyle çoktu ki, yemek yemeye bile vakit bulamıyorlardı.
૩૧તેમણે તેઓને કહ્યું કે, ‘તમે પોતે ઉજ્જડ જગ્યાએ એકાંતમાં આવો અને થોડો વિસામો લો;’ કેમ કે આવનારા અને જનારાં ઘણાં હતા; અને તેમને ખાવાનો પણ વખત મળતો નહોતો.
32 Tekneye binip tek başlarına tenha bir yere doğru yol aldılar.
૩૨તેઓ હોડીમાં બેસીને ઉજ્જડ જગ્યાએ એકાંતમાં ગયા.
33 Gittiklerini gören birçok kişi onları tanıdı. Halk civardaki bütün kentlerden yaya olarak yola dökülüp onlardan önce oraya vardı.
૩૩લોકોએ તેઓને જતા જોયા, ઘણાંએ તેઓને ઓળખ્યા, અને સઘળાં શહેરમાંથી દોડી આવીને ત્યાં ભેગા થયા અને તેઓની આગળ જઈ પહોંચ્યા.
34 İsa tekneden inince büyük bir kalabalıkla karşılaştı. Çobansız koyunlara benzeyen bu insanlara acıdı ve onlara birçok konuda öğretmeye başladı.
૩૪ઈસુએ બહાર આવીને અતિ ઘણાં લોકોને જોયા; અને તેમને તેઓ પર અનુકંપા આવી; કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે બોધ કરવા લાગ્યા.
35 Vakit ilerlemişti. Öğrencileri İsa'ya gelip, “Burası ıssız bir yer” dediler, “Vakit de ilerledi. Halkı salıver de çevredeki çiftlik ve köylere gidip kendilerine yiyecek alsınlar.”
૩૫જયારે દિવસ ઘણો મોડો થઈ ગયો ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘આ જગ્યા ઉજ્જડ છે; અને દિવસ ઘણો ગયો છે;
૩૬તેઓને જવા દો, કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.
37 İsa ise, “Onlara siz yiyecek verin” diye karşılık verdi. Öğrenciler İsa'ya, “Gidip iki yüz dinarlık ekmek alıp onlara yedirelim mi yani?” diye sordular.
૩૭પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’” તેઓ તેને કહે છે કે, ‘શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?’”
38 İsa onlara, “Kaç ekmeğiniz var, gidin bakın” dedi. Öğrenip geldiler, “Beş ekmekle iki balığımız var” dediler.
૩૮પણ તે તેઓને કહે છે કે, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે? તે જઈને જુઓ.’” ખબર કાઢ્યાં પછી તેઓ કહે છે કે, ‘પાંચ રોટલી તથા બે માછલી.’”
39 İsa herkesi küme küme yeşil çayıra oturtmalarını buyurdu.
૩૯તેમણે તેઓને આજ્ઞા કરી કે, ‘સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.’”
40 Halk yüzer ellişer kişilik bölükler halinde oturdu.
૪૦તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસની પંગતમાં બેઠા.
41 İsa beş ekmekle iki balığı aldı, gözlerini göğe kaldırarak şükretti; sonra ekmekleri böldü ve halka dağıtmaları için öğrencilerine verdi. İki balığı da hepsinin arasında paylaştırdı.
૪૧ઈસુએ પાંચ રોટલી તથા બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો; અને રોટલીઓ ભાંગીને તેઓને પીરસવા સારુ પોતાના શિષ્યોને આપી; અને બે માછલીઓ બધાને વહેંચી આપી.
42 Herkes yiyip doydu. Artakalan ekmek ve balıktan on iki sepet dolusu topladılar.
૪૨બધા લોકો જમ્યાં અને તૃપ્ત થયા;
૪૩અને તેઓએ રોટલીના વધેલા ટુકડાંઓની અને માછલીઓથી ભરેલી બાર ટોપલીઓ ભરી.
44 Yemek yiyen erkeklerin sayısı beş bin kadardı.
૪૪જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા.
45 Bundan hemen sonra İsa öğrencilerine, tekneye binip kendisinden önce karşı yakada bulunan Beytsayda'ya geçmelerini buyurdu. Bu arada kendisi halkı evlerine gönderecekti.
૪૫તત્કાળ તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને હોડીમાં બેસાડ્યા, અને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાઈદામાં મોકલ્યા.
46 Onları uğurladıktan sonra, dua etmek için dağa çıktı.
૪૬તેઓને વિદાય કરીને ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા.
47 Akşam olduğunda, tekne gölün ortasına varmıştı. Yalnız başına karada kalan İsa, öğrencilerinin kürek çekmekte çok zorlandıklarını gördü. Çünkü rüzgar onlara karşı esiyordu. Sabaha karşı İsa, gölün üstünde yürüyerek onlara yaklaştı. Yanlarından geçip gidecekti.
૪૭સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી; અને ઈસુ એકલા બહાર જમીન પર હતા.
૪૮તેઓ હલેસાં મારતાં હેરાન થયા. કેમ કે પવન તેઓની સામો હતો, તે જોઈને, સવારે ત્રણ થી છ કલાકના સમયે ઈસુ સમુદ્ર પર ચાલતાં તેઓની પાસે આવ્યા અને જાણે તેઓથી આગળ જવાના હતા.
49 Onlar ise, gölün üstünde yürüdüğünü görünce O'nu hayalet sanarak bağrıştılar.
૪૯તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને વિચાર્યું કે, એ તો ભૂત છે અને બૂમ પાડી;
50 Hepsi O'nu görmüş ve dehşete kapılmıştı. İsa hemen onlara seslenerek, “Cesur olun, benim, korkmayın!” dedi.
૫૦કેમ કે બધા તેમને જોઈને ગભરાયા. પણ તરત તે તેઓની સાથે બોલ્યા અને તેઓને કહ્યું કે, ‘હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ.’”
51 Tekneye binip onlara katılınca rüzgar dindi. Onlarsa büyük bir şaşkınlık içindeydi.
૫૧તે તેઓની પાસે હોડી પર ગયા અને પવન બંધ થયો; અને તેઓ અતિશય વિસ્મિત થયા;
52 Ekmekle ilgili mucizeyi bile anlamamışlardı; zihinleri körelmişti.
૫૨કેમ કે તેઓ રોટલીના ચમત્કાર સંબંધી સમજ્યા નહિ. તેઓનાં મન કઠોર રહ્યાં.
53 İsa'yla öğrencileri gölü aştılar, Ginnesar'da karaya çıkıp tekneyi bağladılar.
૫૩તેઓ પાર જઈને ગન્નેસારેત દેશમાં આવ્યા અને કિનારે લંગર નાખ્યું.
54 Onlar tekneden inince, halk İsa'yı hemen tanıdı.
૫૪તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે તરત લોકોએ ઈસુને ઓળખ્યા,
55 Bazıları koşarak bütün yöreyi dolaştı. İsa'nın bulunduğu yeri öğrenenler, hastaları şilteleriyle oraya götürmeye başladılar.
૫૫અને ચારેબાજુ તેઓ આખા પ્રદેશમાં દોડી જઈને ઈસુ ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં તેમની પાસે લાવ્યાં.
56 Köy olsun, kent ya da çiftlik olsun, İsa'nın gittiği her yerde, hastaları meydanlara yatırıyor, sadece giysisinin eteğine dokunmalarına izin vermesi için yalvarıyorlardı. Dokunanların hepsi de iyileşti.
૫૬જે જે ગામો, શહેરો કે પરાંઓમાં ઈસુ ગયા, ત્યાં તેઓએ માંદાઓને ચોકમાં રાખ્યા અને તેમને વિનંતી કરી કે, ‘તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો;’ જેટલાંએ તેમને સ્પર્શ કર્યો તેઓ સાજાં થયા.

< Markos 6 >