< İbraniler 5 >

1 İnsanlar arasından seçilen her başkâhin, günahlara karşılık sunular ve kurbanlar sunmak üzere Tanrı'yla ilgili konularda insanları temsil etmek için atanır.
કેમ કે દરેક પ્રમુખ યાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસોને સારું નીમેલો છે, એ માટે કે તે પાપોને સારુ અર્પણો તથા બલિદાન આપે;
2 Bilgisizlere, yoldan sapanlara yumuşak davranabilir. Çünkü kendisi de zayıflıklarla kuşatılmıştır.
તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે. તેથી તે અજ્ઞાનીઓની તથા ભૂલ કરનારાઓની સાથે સહાનુભૂતિથી વર્તી શકે છે.
3 Bundan ötürü, halk için olduğu gibi, kendisi için de günah sunusu sunmak zorundadır.
તેથી તેણે જેમ લોકોને માટે તેમ પોતાને સારું પણ પાપોને લીધે અર્પણ કરવું જોઈએ.
4 Kimse başkâhin olma onurunu kendi kendine alamaz; ancak Harun gibi, Tanrı tarafından çağrılırsa alır.
હારુનની માફક જેને ઈશ્વરે બોલાવ્યો હોય તેના વિના અન્ય કોઈ પોતાને માટે આ સન્માન લેતો નથી.
5 Nitekim Mesih de başkâhin olmak için kendi kendini yüceltmedi. O'na, “Sen benim Oğlum'sun, Bugün ben sana Baba oldum” diyen Tanrı O'nu yüceltti.
એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક થવાનું માન પોતે લીધું નહિ, પણ જેણે તેમને કહ્યું કે, તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે,’ તેમણે તેમને તે સન્માન આપ્યું.
6 Başka bir yerde de diyor ki, “Melkisedek düzeni uyarınca Sen sonsuza dek kâhinsin.” (aiōn g165)
વળી તે પ્રમાણે પણ બીજી જગ્યાએ પણ તે કહે છે કે, ‘મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે, ‘તમે સનાતન યાજક છો.’” (aiōn g165)
7 Mesih, yeryüzünde olduğu günlerde kendisini ölümden kurtaracak güçte olan Tanrı'ya büyük feryat ve gözyaşlarıyla dua etti, yakardı ve Tanrı korkusu nedeniyle işitildi.
તેઓ મનુષ્યદેહધારી હતા એ સમયે પોતાને મૃત્યુમાંથી છોડાવવાને જે સર્વશક્તિમાન હતા, તેઓની પાસે મોટે અવાજે, આંસુસહિત પ્રાર્થના તથા વિનંતી કર્યાં અને તેમણે અધીનતાથી ઈશ્વરની વાતોને મહિમા આપ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી;
8 Oğul olduğu halde, çektiği acılarla söz dinlemeyi öğrendi.
તે પુત્ર હતા તે છતાં પણ પોતે જે જે સંકટો સહ્યાં તેથી તે ખ્રિસ્ત આજ્ઞાપાલન શીખ્યા.
9 Yetkin kılınınca, sözünü dinleyen herkes için sonsuz kurtuluş kaynağı oldu. (aiōnios g166)
અને પરિપૂર્ણ થઈને પોતાની આજ્ઞાનું પાલન કરનારા સઘળાંને માટે અનંત ઉદ્ધારનું કારણ બન્યા. (aiōnios g166)
10 Çünkü Tanrı tarafından Melkisedek düzeni uyarınca başkâhin atanmıştı.
૧૦ઈશ્વરે તેમને મેલ્ખીસેદેકનાં નિયમ પ્રમાણે પ્રમુખ યાજક જાહેર કર્યાં.
11 Bu konuda söyleyecek çok sözümüz var, ama kulaklarınız uyuştuğu için anlatmak zor.
૧૧આ મેલ્ખીસેદેક વિષે અમારે ઘણી બાબતો કહેવાની છે, પણ અર્થ સમજાવવો અઘરો છે, કેમ કે તમે સાંભળવામાં ધીમા છો.
12 Şimdiye dek öğretmen olmanız gerekirken, Tanrı sözlerinin temel ilkelerini size yeni baştan öğretecek birine ihtiyacınız var. Size yine süt gerekli, katı yiyecek değil!
૧૨કેમ કે આટલા સમયમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો ઈશ્વરનાં વચનનાં પાયાના સિદ્ધાંત શાં છે, એ કોઈ તમને ફરી શીખવે એવી જરૂર ઊભી થઈ છે; અને તમે એવા બાળક જેવા થયા છો કે જેને દૂધની અગત્ય છે અને જે ભારે ખોરાક પચાવી શકે તેમ નથી.
13 Sütle beslenen herkes bebektir ve doğruluk sözünde deneyimsizdir.
૧૩કેમ કે જે દરેક દૂધ પીએ છે તે ન્યાયીપણાની બાબતો સંબંધી બિનઅનુભવી છે, કેમ કે આત્મિક જીવનમાં તે હજી બાળક છે.
14 Katı yiyecek, yetişkinler içindir; onlar duyularını iyi ile kötüyü ayırt etmek üzere alıştırmayla eğitmiş kişilerdir.
૧૪પણ બીજી બાજુ જેઓ પુખ્ત છે, એટલે કે જેઓ સાચું અને ખોટું પારખવામાં હોશિયાર છે, તેઓને માટે ભારે ખોરાક છે.

< İbraniler 5 >