< Yaratiliş 21 >

1 RAB verdiği söz uyarınca Sara'ya iyilik etti ve sözünü yerine getirdi.
ઈશ્વરે જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદ્રષ્ટિ કરી અને ઈશ્વરે જે વચન સારાને આપ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું.
2 Sara hamile kaldı; İbrahim'in yaşlılık döneminde, tam Tanrı'nın belirttiği zamanda ona bir erkek çocuk doğurdu.
સારા ગર્ભવતી થઈ અને ઇબ્રાહિમને સારુ તેની વૃદ્ધાવસ્થામાં, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું, તેમ નક્કી કરેલ સમયે તેણે દીકરાને જન્મ આપ્યો.
3 İbrahim Sara'nın doğurduğu çocuğa İshak adını verdi.
ઇબ્રાહિમે સારાથી જન્મેલા દીકરાનું નામ ઇસહાક રાખ્યું.
4 Tanrı'nın kendisine buyurduğu gibi oğlu İshak'ı sekiz günlükken sünnet etti.
ઈશ્વરે ઇબ્રાહિમને આપેલી આજ્ઞા અનુસાર તેણે પોતાનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો, ત્યારે તેની સુન્નત કરી.
5 İshak doğduğunda İbrahim yüz yaşındaydı.
જયારે તેનો દીકરો ઇસહાક જન્મ્યો ત્યારે ઇબ્રાહિમ સો વર્ષનો હતો.
6 Sara, “Tanrı yüzümü güldürdü” dedi, “Bunu duyan herkes benimle birlikte gülecek.
સારાએ કહ્યું, “ઈશ્વરે મને પ્રફુલ્લિત કર્યો છે; દરેક જે આ વાત સાંભળશે તેઓ મારી સાથે હસશે.”
7 Kim İbrahim'e Sara çocuk emzirecek derdi? Bu yaşında ona bir oğul doğurdum.”
તેણે એમ પણ કહ્યું, “ઇબ્રાહિમને કોણ કહેશે કે સારા છોકરાંને પોતાનું દૂધ પીવડાવશે? તેની વૃદ્ધાવસ્થામાં પણ મેં તેના માટે એક દીકરાને જન્મ આપ્યો છે!”
8 Çocuk büyüdü. Sütten kesildiği gün İbrahim büyük bir şölen verdi.
તે બાળક મોટો થયો અને તેને દૂધ છોડાવવામાં આવ્યું. ઇસહાકે જયારે દૂધ છોડ્યું તે દિવસે ઇબ્રાહિમે મોટી મિજબાની કરી.
9 Ne var ki Sara, Mısırlı Hacer'in İbrahim'den olma oğlu İsmail'in alay ettiğini görünce,
પણ હાગાર મિસરીના દ્વારા ઇબ્રાહિમને જે દીકરો થયો હતો તેને સારાએ મશ્કરી કરતો જોયો.
10 İbrahim'e, “Bu cariyeyle oğlunu kov” dedi, “Bu cariyenin oğlu, oğlum İshak'ın mirasına ortak olmasın.”
૧૦તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી તથા તેના દીકરાને કાઢી મૂક: કેમ કે આ દાસીનો દીકરો મારા દીકરા ઇસહાકની સાથે વારસનો ભાગીદાર થશે નહિ.”
11 Bu İbrahim'i çok üzdü, çünkü İsmail de öz oğluydu.
૧૧આ વાત ઇબ્રાહિમને પોતાના દીકરાને લીધે ઘણી દુઃખદાયક લાગી.
12 Ancak Tanrı İbrahim'e, “Oğlunla cariyen için üzülme” dedi, “Sara ne derse, onu yap. Çünkü senin soyun İshak'la sürecektir.
૧૨પણ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “આ બાળક તથા તારી દાસીને લીધે તું ઉદાસ થઈશ નહિ. આ બાબત વિશે જે સર્વ સારાએ તને કહ્યું છે, તે સાંભળ, કેમ કે તારો વંશ ઇસહાકથી ગણાશે.
13 Cariyenin oğlundan da bir ulus yaratacağım, çünkü o da senin soyun.”
૧૩વળી તારી દાસીના દીકરાથી પણ હું એક દેશજાતિ ઉત્પન્ન કરીશ. કેમ કે તે પણ તારું સંતાન છે.”
14 İbrahim sabah erkenden kalktı, biraz yiyecek, bir tulum da su hazırlayıp Hacer'in omuzuna attı, çocuğunu da verip onu gönderdi. Hacer Beer-Şeva Çölü'ne gitti, orada bir süre dolaştı.
૧૪ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો. તેણે રોટલી તથા પાણી ભરેલું એક પાત્ર લઈને હાગારના ખભા પર મૂક્યું. છોકરો તેને સોંપીને તેઓને વિદાય કર્યાં. હાગાર ત્યાંથી નીકળીને બેરશેબાના અરણ્યમાં ભટકતી ફરી.
15 Tulumdaki su tükenince, oğlunu bir çalının altına bıraktı.
૧૫રસ્તામાં પાત્રમાંનુ પાણી પૂરું થઈ ગયું ત્યારે તેણે છોકરાંને એક ઝાડ નીચે મૂક્યો.
16 Yaklaşık bir ok atımı uzaklaşıp, “Oğlumun ölümünü görmeyeyim” diyerek onun karşısına oturup hıçkıra hıçkıra ağladı.
૧૬પછી તે મીટર જેટલે અંતરે દૂર જઈને બેઠી, કેમ કે તેણે કહ્યું, “છોકરાનું મરણ હું કેવી રીતે જોઈ શકું?” બાળકની સામે બેસીને હાગારે ઊંચા અવાજે રુદન કર્યું.
17 Tanrı çocuğun sesini duydu. Tanrı'nın meleği göklerden Hacer'e, “Nen var, Hacer?” diye seslendi, “Korkma! Çünkü Tanrı çocuğun sesini duydu.
૧૭ઈશ્વરે છોકરાનો અવાજ સાંભળ્યો. ઈશ્વરના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારીને કહ્યું, “હાગાર, તને શું થયું છે? ગભરાઈશ નહિ, કેમ કે છોકરો જ્યાં છે ત્યાંથી ઈશ્વરે તેનો અવાજ સાંભળ્યો છે.
18 Kalk, oğlunu kaldır, elini tut. Onu büyük bir ulus yapacağım.”
૧૮ઊઠ, છોકરાંને તારા હાથમાં ઊંચકી લે; કેમ કે ઈશ્વર તેનાથી એક મોટી દેશજાતિ ઉત્પન્ન કરવાનો છે.
19 Sonra Tanrı Hacer'in gözlerini açtı, Hacer bir kuyu gördü. Gidip tulumunu doldurdu, oğluna içirdi.
૧૯પછી ઈશ્વરે તેની આંખો ઊઘાડી અને તેણે પાણીનો એક કૂવો જોયો. ત્યાં જઈને તેણે પાણીનું પાત્ર ભર્યું અને છોકરાંને પાણી પીવાને આપ્યું.
20 Çocuk büyürken Tanrı onunlaydı. Çocuk çölde yaşadı ve okçu oldu.
૨૦ઈશ્વર તે છોકરા સાથે હતા અને તે મોટો થયો. અરણ્યમાં રહીને તે ધનુર્ધારી થયો.
21 Paran Çölü'nde yaşarken annesi ona Mısırlı bir kadın aldı.
૨૧તે પારાનના અરણ્યમાં રહ્યો અને તેની માતાએ મિસર દેશની એક કન્યા સાથે તેનાં લગ્ન કરાવ્યાં.
22 O sırada Avimelek'le ordusunun komutanı Fikol İbrahim'e, “Yaptığın her şeyde Tanrı seninle” dediler,
૨૨અબીમેલેખ અને તેના સેનાપતિ ફીકોલે ઇબ્રાહિમને કહ્યું, “જે સર્વ તું કરે છે તેમાં ઈશ્વર તારી સાથે છે.
23 “Onun için, Tanrı'nın önünde bana, oğluma ve soyuma haksız davranmayacağına ant iç. Bana ve konuk olarak yaşadığın bu ülkeye, benim sana yaptığım gibi iyi davran.”
૨૩તે માટે હવે અહીં મારી આગળ ઈશ્વરની હજૂરમાં કહે કે, મારી સાથે, મારા દીકરા સાથે અને મારા વંશજો સાથે, તું દગો નહિ કરે. વળી તારી સાથે જ વિશ્વસનીય કરાર કર્યો છે તે પ્રમાણે મારી સાથે આ દેશ કે જેમાં તું રહે છે તેમાં વર્તજે.”
24 İbrahim, “Ant içerim” dedi.
૨૪અને ઇબ્રાહિમે કહ્યું, “હું ઈશ્વરની હજૂરમાં સમ લઈને કહું છું કે એમ કરીશ.”
25 İbrahim Avimelek'e bir kuyuyu zorla ele geçiren adamlarından yakındı.
૨૫પછી અબીમેલેખના દાસોએ તેની પાસેથી પાણીનો જે કૂવો બળજબરીથી લઈ લીધો હતો તેના વિષે ઇબ્રાહિમે અબીમેલેખને ફરિયાદ કરી.
26 Avimelek, “Bunu kimin yaptığını bilmiyorum” diye yanıtladı, “Sen de bana söylemedin, ilk kez duyuyorum.”
૨૬અબીમેલેખે કહ્યું, “એ કામ કોણે કર્યું છે, તે હું જાણતો નથી. આ પહેલાં તેં મને વાત કરી નથી અને આજ સુધી મેં તે વિષે સાંભળ્યું નથી.”
27 Daha sonra İbrahim Avimelek'e davar ve sığır verdi. Böylece ikisi bir antlaşma yaptılar.
૨૭તેથી ઇબ્રાહિમે ઘેટાં તથા અન્ય જાનવરો લાવીને અબીમેલેખને આપ્યાં અને તે બન્નેએ કરાર કર્યો.
28 İbrahim sürüsünden yedi dişi kuzu ayırdı.
૨૮પછી ઇબ્રાહિમે ટોળાંમાંથી સાત ઘેટીઓ લઈને અલગ રાખી.
29 Avimelek, “Bunun anlamı ne, niçin bu yedi dişi kuzuyu ayırdın?” diye sordu.
૨૯અબીમેલેખે ઇબ્રાહિમને પૂછ્યું, “તેં આ સાત ઘેટીઓ લઈને અલગ રાખી તેનો અર્થ શો છે?”
30 İbrahim, “Bu yedi dişi kuzuyu benim elimden almalısın” diye yanıtladı, “Kuyuyu benim açtığımın kanıtı olsun.”
૩૦તેણે જવાબ આપ્યો, “આ સાત ઘેટીઓ મારા હાથથી તું લે કે જેથી આ કૂવો મેં ખોદ્યો છે તેના વિષે તેઓ મારે માટે સાક્ષી થાય.”
31 Bu yüzden oraya Beer-Şeva adı verildi. Çünkü ikisi orada ant içmişlerdi.
૩૧તે માટે તે જગ્યાનું નામ તેણે બેરશેબા આપ્યું, કેમ કે ત્યાં તે બન્નેએ ઈશ્વરની હજૂરમાં કરાર કર્યો હતો.
32 Beer-Şeva'da yapılan bu antlaşmadan sonra Avimelek, ordusunun komutanı Fikol'la birlikte Filist yöresine geri döndü.
૩૨આમ તેઓએ બેરશેબામાં કરાર કર્યો અને પછી અબીમેલેખ અને તેનો સેનાપતિ ફીકોલ પલિસ્તીઓના દેશમાં પાછા ગયા.
33 İbrahim Beer-Şeva'da bir ılgın ağacı dikti; orada RAB'bi, ölümsüz Tanrı'yı adıyla çağırdı.
૩૩ઇબ્રાહિમે બેરશેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું. ત્યાં તેણે સનાતન પ્રભુ ઈશ્વરની સ્તુતિ કરી.
34 Filist yöresinde konuk olarak uzun süre yaşadı.
૩૪ઇબ્રાહિમ પલિસ્તીઓના દેશમાં ઘણાં દિવસો સુધી વિદેશીની જેમ રહ્યો.

< Yaratiliş 21 >