< Yaratiliş 16 >

1 Karısı Saray Avram'a çocuk verememişti. Saray'ın Hacer adında Mısırlı bir cariyesi vardı.
હવે ઇબ્રામની પત્ની સારાયને બાળકો થતાં ન હતાં. તેની એક મિસરી દાસી હતી. તેનું નામ હાગાર હતું.
2 Saray Avram'a, “RAB çocuk sahibi olmamı engelledi” dedi, “Lütfen, cariyemle yat. Belki bu yoldan bir çocuk sahibi olabilirim.” Avram Saray'ın sözünü dinledi.
તેથી સારાયે ઇબ્રામને કહ્યું, “જો, ઈશ્વરે મને બાળકો થવા દીધાં નથી. માટે તું મારી દાસી સાથે સૂઈ જા, કદાપિ તેનાથી હું બાળક પ્રાપ્ત કરું.” ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું.
3 Saray Mısırlı cariyesi Hacer'i kocası Avram'a karı olarak verdi. Bu olay Avram Kenan'da on yıl yaşadıktan sonra oldu.
ઇબ્રામ કનાન દેશમાં દસ વર્ષ રહ્યો પછી તેની પત્ની સારાયે તેની મિસરી દાસી હાગારને તેના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી.
4 Avram Hacer'le yattı, Hacer hamile kaldı. Hacer hamile olduğunu anlayınca, hanımını küçük görmeye başladı.
ઇબ્રામના હાગાર સાથેના સંબંધથી તે ગર્ભવતી થઈ. જયારે તેણે જાણ્યું કે હું ગર્ભવતી થઈ છું ત્યારે તેણે તેની શેઠાણીનો તિરસ્કાર કર્યો.
5 Saray Avram'a, “Bu haksızlık senin yüzünden başıma geldi!” dedi, “Cariyemi koynuna soktum. Hamile olduğunu anlayınca beni küçük görmeye başladı. Seninle benim aramda RAB karar versin.”
પછી સારાયે ઇબ્રામને કહ્યું, “મારી સાથે આ ખોટું થયું છે. મેં મારી દાસી તને આપી અને જયારે ખાતરી થઈ કે તે ગર્ભવતી થઈ છે ત્યારે તેની દ્રષ્ટિમાં હું તુચ્છ થઈ છું. મારી અને તારી વચ્ચે ઈશ્વર ન્યાય કરો.”
6 Avram, “Cariyen senin elinde” dedi, “Neyi uygun görürsen yap.” Böylece Saray cariyesine sert davranmaya başladı. Hacer onun yanından kaçtı.
“પણ ઇબ્રામે સારાયને કહ્યું, “તારી દાસી તારા અધિકારમાં છે, જે તને સારું લાગે તે તેને કર.” તેથી સારાયે તેની સાથે કઠોર વર્તાવ કર્યો. એટલે તેની પાસેથી હાગાર ભાગી ગઈ.
7 RAB'bin meleği Hacer'i çölde bir pınarın, Şur yolundaki pınarın başında buldu.
અરણ્યમાં શૂરના માર્ગે પાણીનો જે ઝરો હતો તેની પાસે ઈશ્વરના દૂતે તેને જોઈ.
8 Ona, “Saray'ın cariyesi Hacer, nereden gelip nereye gidiyorsun?” diye sordu. Hacer, “Hanımım Saray'dan kaçıyorum” diye yanıtladı.
દૂતે તેને કહ્યું, “સારાયની દાસી હાગાર, તું ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી છે?” અને તેણે કહ્યું, “મારી શેઠાણી સારાયની પાસેથી હું નાસી જઈ રહી છું.”
9 RAB'bin meleği, “Hanımına dön ve ona boyun eğ” dedi,
ઈશ્વરના દૂતે તેને કહ્યું, “તું તારી શેઠાણી પાસે પાછી જા. અને તેની આધીનતામાં રહે.”
10 “Senin soyunu öyle çoğaltacağım ki, kimse sayamayacak.
૧૦વળી ઈશ્વરના દૂતે તેને કહ્યું, “હું તારો વંશ ઘણો વધારીશ. તારા વંશમાં અસંખ્ય સંતાનો થશે.”
11 “İşte hamilesin, bir oğlun olacak, Adını İsmail koyacaksın. Çünkü RAB sıkıntı içindeki yakarışını işitti.
૧૧દૂતે તેને એ પણ કહ્યું, “તું ગર્ભવતી છે. તું દીકરાને જન્મ આપશે. તેને તું ઇશ્માએલ નામ આપજે. કેમ કે ઈશ્વરે તારું દુઃખ સાંભળ્યું છે.
12 Oğlun yaban eşeğine benzer bir adam olacak, O herkese, herkes de ona karşı çıkacak. Kardeşlerinin hepsiyle çekişme içinde yaşayacak.”
૧૨તે માણસો મધ્યે જંગલના ગર્દભ જેવો થશે. તેનો હાથ દરેકની વિરુદ્ધ તથા દરેકનો હાથ તેની વિરુદ્ધ થશે અને તે પોતાના સર્વ ભાઈઓની વચ્ચે દુશ્મનાવટથી રહેશે.”
13 Hacer, “Beni gören Tanrı'yı gerçekten gördüm mü?” diyerek kendisiyle konuşan RAB'be “El-Roi” adını verdi.
૧૩“પછી તેણે ઈશ્વર; જેઓ તેની સાથે વાત કરતા હતા તેમનું નામ “એલ-રોઈ” પાડ્યું, કેમ કે તેણે કહ્યું, “ઈશ્વરે મારા પર દ્રષ્ટિ કરી છે શું?”
14 Bu yüzden Kadeş'le Beret arasındaki o kuyuya Beer-Lahay-Roi adı verildi.
૧૪તે માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ રાખવામાં આવ્યું; તે કાદેશ તથા બેરેદની વચ્ચે આવેલો છે.
15 Hacer Avram'a bir erkek çocuk doğurdu. Avram çocuğun adını İsmail koydu.
૧૫હાગારે ઇબ્રામના દીકરાને જન્મ આપ્યો અને ઇબ્રામે હાગારથી જન્મેલા તેના દીકરાનું નામ ઇશ્માએલ પાડ્યું.
16 Hacer İsmail'i doğurduğunda, Avram seksen altı yaşındaydı.
૧૬જયારે હાગારે ઇશ્માએલને જન્મ આપ્યો ત્યારે ઇબ્રામ છ્યાસી વર્ષનો હતો.

< Yaratiliş 16 >