< Elçilerin İşleri 9 >

1 Saul ise Rab'bin öğrencilerine karşı hâlâ tehdit ve ölüm soluyordu. Başkâhine gitti, Şam'daki havralara verilmek üzere mektuplar yazmasını istedi. Orada İsa'nın yolunda yürüyen kadın erkek, kimi bulsa tutuklayıp Yeruşalim'e getirmek niyetindeydi.
શાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને
2
તેણે તેની પાસેથી દમસ્કસમાંનાં સભાસ્થાનો પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે.
3 Yol alıp Şam'a yaklaştığı sırada, birdenbire gökten gelen bir ışık çevresini aydınlattı.
મુસાફરી કરતાં તે દમસ્કસ નજીક પહોંચ્યો; ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ સ્વર્ગમાંથી અજવાળું પ્રગટ્યું.
4 Yere yıkılan Saul, bir sesin kendisine, “Saul, Saul, neden bana zulmediyorsun?” dediğini işitti.
તે જમીન પર પડી ગયો, અને તેની સાથે વાત કરતી એક વાણી તેણે સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?
5 Saul, “Ey Efendim, sen kimsin?” dedi. “Ben senin zulmettiğin İsa'yım” diye yanıt geldi.
ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, તમે કોણ છો? તેમણે કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે;
6 “Haydi kalk ve kente gir, ne yapman gerektiği sana bildirilecek.”
પણ તું ઊઠ, ને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.
7 Saul'la birlikte yolculuk eden adamların dilleri tutuldu, oldukları yerde kalakaldılar. Sesi duydularsa da, kimseyi göremediler.
તેની સાથે ચાલનારાં માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને જોયા નહિ.
8 Saul yerden kalktı, ama gözlerini açtığında hiçbir şey göremiyordu. Sonra kendisini elinden tutup Şam'a götürdüler.
પછી શાઉલ જમીન પરથી ઊઠયો; અને તેની આંખો ખૂલી ત્યારે તે કંઈ જોઈ શકયો નહિ. એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કસમાં દોરી ગયા.
9 Üç gün boyunca gözleri görmeyen Saul hiçbir şey yiyip içmedi.
ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ; અને તેણે કશું ખાધું કે પીધું નહિ.
10 Şam'da Hananya adında bir İsa öğrencisi vardı. Bir görümde Rab ona, “Hananya!” diye seslendi. “Buradayım, ya Rab” dedi Hananya.
૧૦હવે દમસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો, તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું કે, અનાન્યા; ત્યારે તેણે કહ્યું કે, પ્રભુ, હું આ રહ્યો.
11 Rab ona, “Kalk” dedi, “Doğru Sokak denilen sokağa git ve Yahuda'nın evinde Saul adında Tarsuslu birini sor. Şu anda orada dua ediyor.
૧૧પ્રભુએ તેને કહ્યું કે, ઊઠીને પાધરા નામના રસ્તામાં જા. અને શાઉલ નામે તાર્સસનાં એક માણસ વિષે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ; કેમ કે જો, તે પ્રાર્થના કરે છે;
12 Görümünde yanına Hananya adlı birinin geldiğini ve gözlerini açmak için ellerini kendisinin üzerine koyduğunu görmüştür.”
૧૨તેણે દર્શનમાં જોયું છે કે, અનાન્યા નામે એક માણસ અંદર આવીને, તે દેખતો થાય માટે તેના પર હાથ મૂકે છે.
13 Hananya şöyle karşılık verdi: “Ya Rab, birçoklarının bu adam hakkında neler anlattıklarını duydum. Yeruşalim'de senin kutsallarına nice kötülük yapmış!
૧૩પણ અનાન્યાએ ઉત્તર આપ્યો કે, પ્રભુ યરુશાલેમમાંના તમારા સંતોને એ માણસે કેટલું બધું દુઃખ દીધું છે એ મેં ઘણાંનાં મોંથી સાંભળ્યું છે;
14 Burada da senin adını anan herkesi tutuklamak için başkâhinlerden yetki almıştır.”
૧૪અને જેઓ તમારા નામે પ્રાર્થના કરે છે તેઓ સર્વને બાંધીને લઈ જવા સારુ મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તેને અધિકાર મળ્યો છે.
15 Rab ona, “Git!” dedi. “Bu adam, benim adımı öteki uluslara, krallara ve İsrailoğulları'na duyurmak üzere seçilmiş bir aracımdır.
૧૫પણ પ્રભુએ તેને કહ્યું કે, તું ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા સારુ એ મારું પસંદ કરેલું પાત્ર છે.
16 Benim adım uğruna ne kadar sıkıntı çekmesi gerekeceğini ona göstereceğim.”
૧૬કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુઃખ સહન કરવું પડશે, એ હું તેને બતાવીશ.
17 Bunun üzerine Hananya gitti, eve girdi ve ellerini Saul'un üzerine koydu. “Saul kardeş” dedi, “Sen buraya gelirken yolda sana görünen Rab, yani İsa, gözlerin açılsın ve Kutsal Ruh'la dolasın diye beni yolladı.”
૧૭ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તેણે ઘરમાં પ્રવેશીને શાઉલ પર હાથ મૂકીને કહ્યું કે, ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ જે તને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તું દેખતો થાય, અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે મને મોકલ્યો છે.
18 O anda Saul'un gözlerinden balık pulunu andıran şeyler düştü. Saul yeniden görmeye başladı. Kalkıp vaftiz oldu.
૧૮ત્યારે શાઉલની આંખો પરથી તત્કાળ છાલાં જેવું કશું ખરી પડ્યું, અને તે દેખતો થયો, અને ઊઠીને તે બાપ્તિસ્મા પામ્યો;
19 Sonra yemek yiyip kuvvet buldu. Saul birkaç gün Şam'daki öğrencilerin yanında kaldı.
૧૯તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી. પછી તે દમસ્કસમાંનાં શિષ્યોની સાથે કેટલાક દિવસ સુધી રહ્યો.
20 Havralarda İsa'nın Tanrı'nın Oğlu olduğunu hemen duyurmaya başladı.
૨૦તેણે તરત જ સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ કર્યા કે, તે ઈશ્વરના દીકરા છે.
21 Onu duyanların hepsi şaşkına döndü. “Yeruşalim'de bu adı ananları kırıp geçiren adam bu değil mi? Buraya da, öylelerini tutuklayıp başkâhinlere götürmek amacıyla gelmedi mi?” diyorlardı.
૨૧જેઓએ તેનું સાંભળ્યું તેઓ સર્વ વિસ્મય પામીને બોલ્યા કે, જેણે આ નામની પ્રાર્થના કરનારાઓની યરુશાલેમમાં સતાવણી કરી, અને તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઈ જવા માટે જે અહીં આવ્યો છે, તે શું એ નથી?
22 Saul ise günden güne güçleniyordu. İsa'nın Mesih olduğuna dair kanıtlar göstererek Şam'da yaşayan Yahudiler'i şaşkına çeviriyordu.
૨૨પણ શાઉલમાં વિશેષ શક્તિ આવતી ગઈ. ઈસુ તે જ ખ્રિસ્ત છે એ ઘણી સાબિતીઓ આપીને દમસ્કસમાં રહેનારા યહૂદીઓને તેણે આશ્ચર્ય પમાડ્યું.
23 Aradan günler geçti. Yahudiler Saul'u öldürmek için bir düzen kurdular.
૨૩ઘણાં દિવસો પસાર થયા પછી યહૂદીઓએ તેમને મારી નાખવાની યોજના ઘડી.
24 Ne var ki, kurdukları düzenle ilgili haber Saul'a ulaştı. Yahudiler onu öldürmek için gece gündüz kentin kapılarını gözlüyorlardı.
૨૪પણ તેઓનું કાવતરું શાઉલને માલૂમ પડ્યું. તેઓએ તેને મારી નાખવા સારુ રાતદિવસ દરવાજાઓની ચોકી પણ કરી;
25 Ama Saul'un öğrencileri geceleyin kendisini aldılar, kentin surlarından sarkıttıkları bir küfe içinde aşağı indirdiler.
૨૫પણ તેના શિષ્યોએ રાત્રે તેને ટોપલામાં બેસાડીને કોટ ઉપરથી ઉતારી મૂક્યો.
26 Saul Yeruşalim'e varınca oradaki öğrencilere katılmaya çalıştı. Ama hepsi ondan korkuyor, İsa'nın öğrencisi olduğuna inanamıyorlardı.
૨૬શાઉલે યરુશાલેમમાં આવ્યા પછી શિષ્યોની સાથે ભળી જવાની કોશિશ કરી, પણ તેઓ બધા તેનાથી બીતા હતા, કેમ કે તે શિષ્ય છે એવું તેઓ માનતા નહોતા.
27 O zaman Barnaba onu alıp elçilere götürdü. Onlara, Saul'un Şam yolunda Rab'bi nasıl gördüğünü, Rab'bin de onunla konuştuğunu, Şam'da ise onun İsa adını nasıl korkusuzca duyurduğunu anlattı.
૨૭પણ બાર્નાબાસ તેને પ્રેરિતોની પાસે લઈ ગયો, અને કેવી રીતે તેણે માર્ગમાં પ્રભુને જોયા, અને કેવી રીતે પ્રભુ તેની સાથે બોલ્યા, અને તેણે કેવી રીતે દમસ્કસમાં ઈસુને નામે હિંમતથી ઉપદેશ કર્યો, એ તેઓને કહી સંભળાવ્યું.
28 Böylelikle Saul, Yeruşalim'de girip çıktıkları her yerde öğrencilerle birlikte bulunarak Rab'bin adını korkusuzca duyurmaya başladı.
૨૮અને ત્યાર પછી યરુશાલેમમાં તેઓની સાથે તે અવરજવર કરતો રહ્યો;
29 Dili Grekçe olan Yahudiler'le konuşup tartışıyordu. Ama onlar onu öldürmeyi tasarlıyorlardı.
૨૯તે હિંમતથી પ્રભુને નામે ઉપદેશ કરતો હતો, અને ગ્રીક યહૂદીઓ સાથે વાદવિવાદ કરતો હતો, પણ તેઓ તેને મારી નાખવાની તક શોધતાં હતા.
30 Kardeşler bunu öğrenince onu Sezariye'ye götürüp oradan Tarsus'a yolladılar.
૩૦જ્યારે ભાઈઓના જાણવામાં તે આવ્યું ત્યારે તેઓ તેને કાઈસારિયા લઈ ગયા, અને ત્યાંથી તેઓએ તેને તાર્સસ મોકલી દીધો.
31 Bütün Yahudiye, Celile ve Samiriye'deki inanlılar topluluğu esenliğe kavuştu. Gelişen ve Rab korkusu içinde yaşayan topluluk Kutsal Ruh'un yardımıyla sayıca büyüyordu.
૩૧ત્યારે આખા યહૂદિયા, ગાલીલ, તથા સમરુનમાંનો વિશ્વાસી સમુદાય દ્રઢ થઈને શાંતિ પામ્યો; અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માનાં દિલાસામાં વૃદ્ધિ પામતો ગયો.
32 Bu arada her tarafı dolaşan Petrus, Lidda'da yaşayan kutsallara da uğradı.
૩૨પિતર એક સ્થળેથી બીજે સ્થળે ફરતો ફરતો લુદામાં રહેનારા સંતોની પાસે પણ આવ્યો.
33 Orada Eneas adında birine rastladı. Eneas felçliydi. Sekiz yıldan beri yatalaktı.
૩૩ત્યાં તેને એનિયસ નામે એક માણસ મળ્યો. તે પક્ષઘાતી હતો, અને આઠ વર્ષથી પથારીવશ હતો.
34 Petrus ona, “Eneas, İsa Mesih seni iyileştiriyor” dedi. “Kalk, yatağını topla.” Eneas hemen ayağa kalktı.
૩૪પિતરે તેને કહ્યું કે, એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે; ઊઠ, અને તારું બિછાનું ઉઠાવી લે. એટલે તે તરત જ ઊઠ્યો.
35 Lidda ve Şaron'da yaşayan herkes onu gördü ve Rab'be döndü.
૩૫ત્યારે લુદા તથા શારોનના બધા લોકો તેને જોઈને પ્રભુ તરફ વળ્યા.
36 Yafa'da, İsa öğrencisi olan Tabita adında bir kadın vardı. Tabita, ceylan anlamına gelir. Bu kadın her zaman iyilik yapıp yoksullara yardım ederdi.
૩૬હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું; તે સ્ત્રી ભલાઈ કરવામાં તથા દાનધર્મ કરવામાં આગળ પડતી હતી.
37 O günlerde hastalanıp öldü. Ölüsünü yıkayıp üst kattaki odaya koydular.
૩૭તે દિવસોમાં એમ થયું કે તે બીમાર પડીને મરણ પામી. અને તેઓએ તેને સ્નાન કરાવીને મેડી પર સુવાડી.
38 Lidda Yafa'ya yakın olduğundan, Petrus'un Lidda'da bulunduğunu duyan öğrenciler ona iki kişi yollayıp, “Vakit kaybetmeden yanımıza gel” diye yalvardılar.
૩૮હવે લુદા જોપ્પાથી નજીક હતું અને પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે વ્યક્તિઓને તેની પાસે મોકલીને એવી આજીજી કરી કે, અમારી પાસે આવવાને તું વિલંબ કરીશ નહિ.
39 Petrus kalkıp onlarla birlikte gitti. Eve varınca onu üst kattaki odaya çıkardılar. Bütün dul kadınlar ağlayarak Petrus'un çevresinde toplandılar. Ona, Ceylan'ın kendileriyle birlikteyken diktiği entarilerle üstlükleri gösterdiler.
૩૯ત્યારે પિતર ઊઠીને તેઓની સાથે ગયો, જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેઓ તેને મેડી પર લઈ ગયા; સર્વ વિધવા બહેનો તેની પાસે ઊભી રહીને રુદન કરતી જ્યારે દરકાસ તેઓની સાથે હતી ત્યારે જે અંગરખા તથા વસ્ત્રો તેણે બનાવ્યાં હતા તે તેઓ પિતરને બતાવવા લાગી.
40 Petrus, herkesi dışarı çıkarttı, diz çöküp dua etti. Sonra ölüye doğru dönerek, “Tabita, kalk” dedi. Kadın gözlerini açtı, Petrus'u görünce doğrulup oturdu.
૪૦પણ પિતરે તે સર્વને બહાર જવાનું કહી, ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરી, પછી મૃતદેહ તરફ ફરીને તેણે કહ્યું કે, તાબીથા, ઊઠ; ત્યારે તાબીથાએ પોતાની આંખો ખોલી, અને પિતરને જોઈને તે બેઠી થઈ.
41 Petrus elini uzatarak onu ayağa kaldırdı. Sonra kutsallarla dul kadınları çağırdı, Ceylan'ı diri olarak onlara teslim etti.
૪૧પછી પિતરે તેને હાથ આપીને ઊભી કરી. અને સંતોને તથા વિધવાઓને બોલાવીને તેને જીવતી થયેલી બતાવી.
42 Bu olayın haberi bütün Yafa'ya yayıldı ve birçokları Rab'be inandı.
૪૨અને આખા જોપ્પામાં દરકાસના ચમત્કારની વાત ફેલાઈ, અને ઘણાંએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.
43 Petrus uzunca bir süre Yafa'da, Simun adında bir dericinin evinde kaldı.
૪૩પછી જોપ્પામાં સિમોન નામે એક ચમારને ત્યાં તે ઘણાં દિવસ સુધી રહ્યો.

< Elçilerin İşleri 9 >