< 2 Korintliler 1 >

1 Tanrı'nın isteğiyle Mesih İsa'nın elçisi atanan ben Pavlus ve kardeşimiz Timoteos'tan Ahaya'nın her yanındaki bütün kutsallara ve Tanrı'nın Korint'teki kilisesine selam!
કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયને તથા તેની સાથે સમગ્ર અખાયામાંના સર્વ સંતોને, પાઉલ જે ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છે, તે તથા ભાઈ તિમોથી લખે છે
2 Babamız Tanrı'dan ve Rab İsa Mesih'ten sizlere lütuf ve esenlik olsun.
ઈશ્વર આપણા પિતા તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.
3 Her türlü tesellinin kaynağı olan Tanrı'ya, merhametli Baba'ya, Rabbimiz İsa Mesih'in Tanrısı ve Babası'na övgüler olsun!
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતા, જે દયાના તથા સર્વ દિલાસાના ઈશ્વર છે તેમની સ્તુતિ થાઓ.
4 Kendisinden aldığımız teselliyle her türlü sıkıntıda olanları teselli edebilmemiz için bizi bütün sıkıntılarımızda teselli ediyor.
તેઓ અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, કે જેથી અમે પોતે ઈશ્વરથી જે દિલાસો પામીએ છીએ, તેને લીધે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.
5 Çünkü Mesih'in acılarını nasıl büyük ölçüde çekiyorsak, Mesih sayesinde büyük teselli de buluyoruz.
કેમ કે જેમ ખ્રિસ્તને કારણે ઘણાં દુઃખ અમારા પર આવે છે, તેમ ખ્રિસ્ત દ્વારા અમને પણ ઘણો દિલાસો મળે છે.
6 Sıkıntı çekiyorsak, bu sizin teselliniz ve kurtuluşunuz içindir. Teselli buluyorsak bu, bizim çektiğimiz acıların aynısına dayanmanızda etkin olan bir teselli bulmanız içindir.
પણ જો અમે વિપત્તિ સહીએ તો તે તમારા દિલાસા તથા ઉદ્ધારને માટે છે; અને જો દિલાસો પામીએ છીએ, તો તે તમારા દિલાસાને માટે છે અને તેથી અમે જે રીતે દુઃખો સહીએ છીએ તેવી સહન કરવાની શક્તિ તમારામાં આવે.
7 Size ilişkin umudumuz sarsılmaz. Çünkü acılarımıza olduğu gibi, tesellimize de ortak olduğunuzu biliyoruz.
તમારે વિશે અમારી આશા દૃઢ છે કારણ કે અમને ખબર છે કે જેમ તમે દુઃખોમાં ભાગીદાર, તેમ દિલાસામાં પણ ભાગીદાર થયા છો.
8 Kardeşlerim, Asya İli'nde çektiğimiz sıkıntılardan habersiz kalmanızı istemiyoruz. Dayanabileceğimizden çok ağır bir yük altındaydık. Öyle ki, yaşamaktan bile umudumuzu kesmiştik.
કેમ કે ભાઈઓ, અમારી એવી ઇચ્છા નથી કે આસિયામાં જે વિપત્તિ અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો, એ વિપત્તિ અમારી સહનશક્તિ બહાર અમને બહુ ભારે લાગી, એટલી હદે કે અમે જીવવાની આશા પણ મૂકી દીધી હતી.
9 Ölüme mahkûm olduğumuzu içimizde hissettik. Ama bu, kendimize değil, ölüleri dirilten Tanrı'ya güvenmemiz için oldu.
વળી અમને લાગ્યું હતું કે અમારું મરણ થશે, જેથી અમે પોતાના પર નહિ, પણ મૃત્યુ પામેલાંને સજીવન કરનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ.
10 Tanrı bizi böylesine büyük bir ölüm tehlikesinden kurtardı; daha da kurtaracaktır. Umudumuzu O'na bağladık. Siz de dualarınızla bize yardım ettikçe, bizi yine kurtaracaktır. Öyle ki, birçok kişinin dualarıyla bize sağlanan lütuftan ötürü birçoklarının ağzından bizim için şükranlar sunulsun.
૧૦તેમણે આવાં મરણકારક જોખમથી અમારો બચાવ કર્યો અને કરશે; તેમના પર અમે આશા રાખીએ છે કે તેઓ ફરીથી પણ અમને બચાવશે.
૧૧તમે પ્રાર્થનાથી અમને સહાય કરજો, કે જે કૃપાદાન ઘણાંઓની મારફતે અમને અપાયું, તેને લીધે ઘણાં અમારે માટે આભારસ્તુતિ પણ કરે.
12 Dünyaya ve özellikle size, insan bilgeliğiyle değil, Tanrı'nın lütfuyla, Tanrı'dan gelen saflık ve içtenlikle davrandığımıza vicdanımız tanıktır. Ve biz bununla övünüyoruz.
૧૨કેમ કે એ બાબતે અમને અભિમાન છે અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે ભૌતિક જ્ઞાનથી નહિ પણ ઈશ્વરની કૃપાથી અમે દુનિયામાં અને વિશેષ કરીને તમારા સંબંધમાં ઈશ્વરની દ્રષ્ટિએ પવિત્રતાથી તથા શુદ્ધ મનથી વર્ત્યા.
13 Okuyup anlayabileceğinizden başka bir şey yazmıyoruz. Bizi bir ölçüde anladığınız gibi, tümüyle anlayacağınızı umarım. Rabbimiz İsa'nın gününde bizim övüncümüz siz olacağınız gibi, sizin övüncünüz de biz olalım.
૧૩પણ તમે જે વાંચો છો અને માનો છો, તેનાથી વિપરીત અમે તમને બીજી વાતો લખતા નથી; અને આશા રાખું છું, કે તેમ અંત સુધી માનશો.
૧૪જે રીતે તમે અમને સ્વીકાર્યાં, કે પ્રભુ ઈસુના પુનરાગમના જેમ તમે અમારા માટે, તેમ અમે તમારા માટે અભિમાનનું કારણ છીએ, તેવી આશા હું રાખું છું.
15 Bu güvenle, sizleri iki kez sevindirmek için önce size uğramak, sonra Makedonya'ya geçmek, Makedonya'dan yine size geri gelerek tarafınızdan Yahudiye'ye uğurlanmak niyetindeydim.
૧૫અને પહેલાં, એવી આશાથી હું તમારી પાસે આવવાને ઇચ્છતો હતો કે તમને બમણી કૃપા મળે;
૧૬તમારી પાસે થઈને મકદોનિયા જવાને અને ફરી મકદોનિયાથી તમારી પાસે આવવાને, અને તમારાથી યહૂદિયા તરફ વિદાય થવાને હું ઇચ્છતો હતો.
17 Bunu isterken acaba kararsız mıydım? Ya da isteklerim benlikten mi doğuyor ki, önce “Evet, evet”, sonra “Hayır, hayır” diyeyim?
૧૭તો શું એવું ઇચ્છવામાં શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે ઇરાદો હું રાખું છું તે શું માનવીય ધોરણો પ્રમાણે રાખું છું, એવું કે મારું બોલવું હા ની ‘હા’ અને ના ની ‘ના’ હોય?
18 Tanrı'nın güvenilirliği hakkı için diyorum ki, size ilettiğimiz söz hem “evet” hem “hayır” değildir.
૧૮પણ જેમ ઈશ્વર વિશ્વાસુ છે તેમ તમારા પ્રત્યે મારી વાતમાં હા કે ના નહોતું.
19 Silvanus ve Timoteos'la birlikte size tanıttığımız Tanrı'nın Oğlu İsa Mesih hem “evet” hem “hayır” değildi. O'nda yalnız “evet” vardır.
૧૯કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારાથી, એટલે મારાથી તથા સિલ્વાનસ અને તિમોથી ધ્વારા, તમારામાં પ્રગટ કરાયા, તે હા તથા ના ન થયા, પણ તે હા થયા.
20 Çünkü Tanrı'nın bütün vaatleri Mesih'te “evet” tir. Bu nedenle Tanrı'nın yüceliği için Mesih aracılığıyla Tanrı'ya “Amin” deriz.
૨૦કેમ કે ઈશ્વરનાં જેટલાં આશાવચનો છે તે બધામાં હા તથા તેમાં આમીન છે, એ માટે કે અમારાથી ઈશ્વરનો મહિમા થાય.
21 Bizi sizinle birlikte Mesih'te pekiştiren ve meshetmiş olan Tanrı'dır.
૨૧અને અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે દૃઢ કરે છે તથા જેમણે અમારો અભિષેક કર્યો, તે તો ઈશ્વર છે;
22 O bizi mühürledi, güvence olarak da yüreklerimize Kutsal Ruh'u yerleştirdi.
૨૨તેમણે અમને મુદ્રાંકિત કર્યા અને અમારા હૃદયમાં આત્માની ખાતરી આપી છે.
23 Tanrı'yı tanık tutarım ki, Korint'e dönmeyişimin nedeni sizi esirgemekti.
૨૩હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથમાં આવ્યો નથી;
24 İmanınıza egemen olmak istemiyoruz, sevinmeniz için sizinle birlikte çalışıyoruz. Çünkü imanda dimdik duruyorsunuz.
૨૪અમે તમારા વિશ્વાસ પર સત્તા ચલાવીએ છીએ એમ નહિ, પણ તમારા આનંદમાં સહાય કરનારા છીએ; કેમ કે તમે વિશ્વાસથી દૃઢ રહો છો.

< 2 Korintliler 1 >