< 1 Yuhanna 5 >

1 İsa'nın Mesih olduğuna inanan herkes Tanrı'dan doğmuştur. Baba'yı seven O'ndan doğmuş olanı da sever.
ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે, તે ઈશ્વરથી જન્મેલો છે. અને પિતા પર જે પ્રેમ રાખે છે તે તેનાથી જન્મેલાં પર પણ પ્રેમ રાખે છે.
2 Tanrı'yı sevip buyruklarını yerine getirmekle, Tanrı'nın çocuklarını sevdiğimizi anlarız.
જયારે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ, ત્યારે એથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં બાળકો પર પણ પ્રેમ રાખીએ છીએ.
3 Tanrı'yı sevmek O'nun buyruklarını yerine getirmek demektir. O'nun buyrukları da ağır değildir.
કેમ કે ઈશ્વર પરનો પ્રેમ એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, કેમ કે તેમની આજ્ઞાઓ પાળવી એ ભારરૂપ નથી.
4 Çünkü Tanrı'dan doğmuş olan herkes dünyayı yener. Bize dünyaya karşı zafer kazandıran imanımızdır.
કેમ કે જે ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે અને જે વિજય જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે.
5 İsa'nın Tanrı Oğlu olduğuna iman edenden başka dünyayı yenen kim?
જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે તે વગર અન્ય કોણ જગતને જીતી શકે છે?
6 Suyla ve kanla gelen İsa Mesih'tir. O yalnız suyla değil, suyla ve kanla gelmiştir. Buna tanıklık eden Ruh'tur. Çünkü Ruh gerçektir.
પાણીથી તથા રક્તથી જે આવ્યા તે એ છે; એટલે ઈસુ ખ્રિસ્ત. તેઓ કેવળ પાણીથી નહિ, પણ પાણી તથા રક્તથી આવ્યા છે.
7 Şöyle ki, tanıklık edenler üçtür: Ruh, su ve kan. Bunların üçü de uyum içindedir.
જે સાક્ષી પૂરે છે તે તો પવિત્ર આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે.
8
સ્વર્ગમાં ત્રણ સાક્ષી આપે છે. પવિત્ર આત્મા, પાણી અને રક્ત આ ત્રણ એક સાથે સમંત છે.
9 İnsanların tanıklığını kabul ediyoruz, oysa Tanrı'nın tanıklığı daha üstündür. Çünkü bu, Tanrı'nın tanıklığıdır, kendi Oğlu'yla ilgili olarak yaptığı tanıklıktır.
જો આપણે માણસોની સાક્ષી માનીએ છીએ, તો એ કરતાં ઈશ્વરની સાક્ષી મહાન છે, કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર સંબંધી જે સાક્ષી આપી છે તે એ જ છે.
10 Tanrı'nın Oğlu'na inanan, yüreğinde Tanrı'nın tanıklığına sahiptir. Tanrı'ya inanmayansa O'nu yalancı durumuna düşürmüş olur. Çünkü Tanrı'nın Oğlu'yla ilgili tanıklığına inanmamıştır.
૧૦જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે, તેના પોતાનામાં તે સાક્ષી છે; જે ઈશ્વર પર વિશ્વાસ રાખતો નથી તેણે તેમને જૂઠા પાડ્યાં છે. કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર વિષે જે સાક્ષી આપી છે, તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી.
11 Tanıklık da şudur: Tanrı bize sonsuz yaşam verdi, bu yaşam O'nun Oğlu'ndadır. (aiōnios g166)
૧૧આ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું છે અને એ જીવન તેમના પુત્ર ઈસુમાં છે. (aiōnios g166)
12 Kendisinde Tanrı Oğlu bulunanda yaşam vardır, kendisinde Tanrı Oğlu bulunmayanda yaşam yoktur.
૧૨જેની પાસે ઈશ્વરના પુત્ર છે તેને જીવન છે. જેની પાસે ઈશ્વરના પુત્ર નથી, તેને જીવન નથી.
13 Tanrı Oğlu'nun adına iman eden sizlere, sonsuz yaşama sahip olduğunuzu bilesiniz diye bunları yazdım. (aiōnios g166)
૧૩તમને અનંતજીવન છે એ તમે જાણો, માટે તમારા ઉપર, એટલે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારાઓ ઉપર, મેં આ વાતો લખી છે. (aiōnios g166)
14 Tanrı'nın önünde güvenimiz şu ki, O'nun isteğine uygun ne dilersek bizi işitir.
૧૪તેના વિષે આપણને જે હિંમત છે તે એ છે કે જો આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કંઈ પણ માગીએ, તો તેઓ આપણું સાંભળે છે.
15 Her ne dilersek bizi işittiğini bildiğimize göre, O'ndan dilediklerimizi aldığımızı da biliriz.
૧૫જો આપણે જાણીએ કે, આપણે જે કંઈ માગીએ તે સંબંધી ઈશ્વર આપણું સાંભળે છે, તો જે આપણે તેમની પાસે માગ્યું છે તે આપણને મળે છે, એ પણ આપણે જાણીએ છીએ.
16 Kardeşinin ölümcül olmayan bir günah işlediğini gören, onun için dua etsin. Duasıyla kardeşine yaşam verecektir. Bu, ölümcül olmayan günah işleyenler için geçerlidir. Ölümcül günah da vardır, bunun için dua etsin demiyorum.
૧૬જો કોઈ પોતાના ભાઈને મરણકારક નથી એવું પાપ કરતો જુએ તો તેણે તેના માટે પ્રાર્થના કરવી, માટે ઈશ્વર તેને જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે; તે વિષે હું કહેતો નથી કે તમારે તે માટે પ્રાર્થના કરવી જોઈએ.
17 Her kötülük günahtır, ama ölümcül olmayan günah da vardır.
૧૭સર્વ અન્યાય પાપ છે, પણ મરણકારક નથી એવું પણ પાપ છે.
18 Tanrı'dan doğmuş olanın günah işlemediğini biliriz. Tanrı'dan doğmuş olan İsa Mesih onu korur ve kötü olan ona dokunamaz.
૧૮આપણે જાણીએ છીએ કે દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપમાં ચાલુ રહેતો નથી, પણ જે ઈશ્વરથી જનમ્યો છે તે તેને સંભાળે છે. તેથી દુષ્ટ તેને નુકસાન કરી શકતો નથી.
19 Biliyoruz ki, biz Tanrı'danız, bütün dünya ise kötü olanın denetimindedir.
૧૯આખું માનવજગત તે દુષ્ટની સત્તામાં રહે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના છીએ.
20 Yine biliyoruz ki, Tanrı'nın Oğlu gelmiş ve gerçek Olan'ı tanımamız için bize anlama gücü vermiştir. Biz gerçek Olan'dayız, O'nun Oğlu İsa Mesih'teyiz. O gerçek Tanrı ve sonsuz yaşamdır. (aiōnios g166)
૨૦વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેને ઓળખવા સારુ તેમણે આપણને સમજણ આપી છે અને જે સત્ય છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, તેમનાંમાં આપણે છીએ; એ જ ઈશ્વર સાચા, સત્ય અને અનંતજીવન છે. (aiōnios g166)
21 Yavrularım, kendinizi putlardan koruyun.
૨૧પ્રિય બાળકો, મૂર્તિઓથી સાવધ રહો.

< 1 Yuhanna 5 >