< 1 Yuhanna 2 >

1 Yavrularım, bunları size günah işlemeyesiniz diye yazıyorum. Ama içimizden biri günah işlerse, adil olan İsa Mesih bizi Baba'nın önünde savunur.
મારા વહાલા બાળકો, તમે પાપ ન કરો તે માટે હું તમને આ વાતો લખું છું. અને જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણા મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે.
2 O günahlarımızı, yalnız bizim günahlarımızı değil, bütün dünyanın günahlarını da bağışlatan kurbandır.
તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે, કેવળ આપણાં જ નહિ, પણ આખા માનવજગતના પાપનું તેઓ પ્રાયશ્ચિત છે.
3 Buyruklarını yerine getirirsek, O'nu tanıdığımızdan emin olabiliriz.
જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો તેથી આપણે સમજીએ છીએ કે આપણે તેમને ઓળખીએ છીએ.
4 “O'nu tanıyorum” deyip de buyruklarını yerine getirmeyen yalancıdır, kendisinde gerçek yoktur.
જે કહે છે કે હું તેમને ઓળખું છું, પણ તેમની આજ્ઞા પાળતો નથી, તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી.
5 Ama O'nun sözüne uyan kişinin Tanrı'ya olan sevgisi gerçekten yetkinleşmiştir. Tanrı'da olduğumuzu bununla anlarız.
પણ જે કોઈ તેમનું વચન પાળે છે તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનાંમાં છીએ.
6 “Tanrı'da yaşıyorum” diyen, Mesih'in yürüdüğü yolda yürümelidir.
હું ઈશ્વરમાં રહું છું એમ જે કહે છે તેણે જેમ ઈસુ ખ્રિસ્ત ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.
7 Sevgili kardeşlerim, size yeni bir buyruk değil, başlangıçtan beri kabul ettiğiniz eski buyruğu yazıyorum. Eski buyruk, işitmiş olduğunuz Tanrı sözüdür.
વહાલાંઓ, નવી આજ્ઞા નહિ, પણ જૂની આજ્ઞા જે તમારી પાસે આરંભથી હતી, તે વિષે હું તમને લખું છું. જે વચન તમે સાંભળ્યું, તે જ જૂની આજ્ઞા છે.
8 Yine de size yeni bir buyruk yazıyorum. Bunun gerçek olduğu, Mesih'te ve sizde görülüyor. Çünkü karanlık geçiyor, gerçek ışık şimdiden parlıyor.
વળી નવી આજ્ઞા જે તેમનાંમાં તથા તમારામાં સત્ય છે, તે હું તમને લખું છું. કેમ કે અંધકાર જતો રહે છે અને ખરું અજવાળું હમણાં પ્રકાશે છે.
9 Işıkta olduğunu söyleyip de kardeşinden nefret eden hâlâ karanlıktadır.
જે કહે છે કે, હું અજવાળામાં છું અને પોતાના ભાઈનો દ્વેષ કરે છે, તે હજી સુધી અંધકારમાં જ છે.
10 Kardeşini seven ışıkta yaşar ve başkasının tökezlemesine neden olmaz.
૧૦જે પોતાના ભાઈ પર પ્રેમ કરે છે, તે અજવાળામાં રહે છે અને તેનામાં કશું ઠોકરરૂપ નથી.
11 Ama kardeşinden nefret eden karanlıktadır, karanlıkta yürür ve nereye gittiğini bilmez. Çünkü karanlık gözlerini kör etmiştir.
૧૧પણ જે પોતાના ભાઈનો દ્વેષ કરે છે, તે અંધકારમાં છે અને અંધકારમાં ચાલે છે. તે પોતે ક્યાં જાય છે, તે જાણતો નથી. કેમ કે અંધકારે તેની આંખો અંધ કરી નાખી છે.
12 Yavrularım, size yazıyorum, Çünkü Mesih'in adı uğruna günahlarınız bağışlandı.
૧૨બાળકો, હું તમને લખું છું કારણ કે તેમના નામથી તમારાં પાપ માફ થયાં છે.
13 Babalar, size yazıyorum, Çünkü başlangıçtan beri var Olan'ı tanıyorsunuz. Gençler, size yazıyorum, Çünkü kötü olanı yendiniz. Çocuklar, size yazdım, Çünkü Baba'yı tanıyorsunuz.
૧૩પિતાઓ, હું તમને લખું છું કારણ કે જે આરંભથી છે, તેમને તમે ઓળખો છો. જુવાનો, હું તમને લખું છું કારણ કે તમે દુષ્ટને હરાવ્યો છે. બાળકો મેં તમને લખ્યું છે, કારણ કે તમે પિતાને ઓળખો છે.
14 Babalar, size yazdım, Çünkü başlangıçtan beri var Olan'ı tanıyorsunuz. Gençler, size yazdım, Çünkü güçlüsünüz, Tanrı'nın sözü içinizde yaşıyor, Kötü olanı yendiniz.
૧૪પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી હતા તેમને તમે ઓળખો છો. જુવાનો, મેં તમને લખ્યું છે કારણ કે તમે બળવાન છો અને ઈશ્વરનું વચન તમારામાં રહે છે, અને તમે દુષ્ટને હરાવ્યો છે.
15 Dünyayı da dünyaya ait şeyleri de sevmeyin. Dünyayı sevenin Baba'ya sevgisi yoktur.
૧૫જગત પર અથવા જગતમાંની વસ્તુઓ પર પ્રેમ રાખો નહિ; જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી.
16 Çünkü dünyaya ait olan her şey –benliğin tutkuları, gözün tutkuları, maddi yaşamın verdiği gurur– Baba'dan değil, dünyadandır.
૧૬કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસનાઓ, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.
17 Dünya da dünyasal tutkular da geçer, ama Tanrı'nın isteğini yerine getiren sonsuza dek yaşar. (aiōn g165)
૧૭જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે. (aiōn g165)
18 Çocuklar, bu son saattir. Mesih Karşıtı'nın geleceğini duydunuz. Nitekim şimdiden çok sayıda Mesih karşıtı türemiş bulunuyor. Son saat olduğunu bundan biliyoruz.
૧૮બાળકો, આ છેલ્લો સમય છે, જેમ તમે સાંભળ્યું કે, ખ્રિસ્ત-વિરોધી આવે છે, તેમ હમણાં પણ ઘણાં ખ્રિસ્ત-વિરોધીઓ થયા છે, એથી આપણે જાણીએ છીએ કે આ અંતિમ સમય છે.
19 Bunlar aramızdan çıktılar, ama bizden değildiler. Bizden olsalardı, bizimle kalırlardı. Ayrılmaları hiçbirinin bizden olmadığını ortaya çıkardı.
૧૯તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો આપણી સાથે રહેત પણ તેઓમાંનો કોઈ આપણામાંનો નથી એમ પ્રગટ થાય માટે તેઓ નીકળી ગયા.
20 Sizlerse Kutsal Olan tarafından meshedildiniz; hepiniz bilgilisiniz.
૨૦જે પવિત્ર છે તેનાથી તમે અભિષિક્ત થયા છો, સઘળું તમે જાણો છો,
21 Gerçeği bilmediğiniz için değil, gerçeği ve hiçbir yalanın gerçekle ilgisi olmadığını bildiğiniz için size yazıyorum.
૨૧તમે સત્યને જાણતા નથી, એ કારણથી નહિ, પણ તમે તેને જાણો છો અને સત્યમાંથી કંઈ જૂઠું આવતું નથી, એ કારણથી મેં તમને લખ્યું છે.
22 İsa'nın Mesih olduğunu yadsıyan yalancı değilse, kim yalancıdır? Baba'yı ve Oğul'u yadsıyan Mesih karşıtıdır.
૨૨જે ઈસુનો નકાર કરીને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના કરતા જૂઠો બીજો કોણ છે? જે પિતા તથા પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત-વિરોધી છે.
23 Oğul'u yadsıyanda Baba da yoktur; Oğul'u açıkça kabul edende Baba da vardır.
૨૩દરેક જે પુત્રનો નકાર કરે છે, તેમની પાસે પિતા પણ નથી. પુત્રને જે કબૂલ કરે છે તેને પિતા પણ છે.
24 Başlangıçtan beri işittiğiniz söz içinizde yaşasın. Başlangıçtan beri işittiğiniz söz içinizde yaşarsa, siz de Oğul'da ve Baba'da yaşarsınız.
૨૪જે તમે આરંભથી સાંભળ્યું છે, તે તમારામાં રહે. પહેલાંથી જે તમે સાંભળ્યું, તે જો તમારામાં રહે તો તમે પણ પુત્ર તથા પિતામાં રહેશો.
25 Mesih'in bize vaat ettiği budur, yani sonsuz yaşamdır. (aiōnios g166)
૨૫જે આશાવચન તેમણે આપણને આપ્યું તે એ જ, એટલે અનંતજીવન છે. (aiōnios g166)
26 Bunları sizi saptırmak isteyenlerle ilgili olarak yazıyorum.
૨૬જેઓ તમને ભમાવે છે તેઓ સંબંધી મેં તમને આ લખ્યું છે.
27 Size gelince, O'ndan aldığınız mesh sizde kalır. Kimsenin size bir şey öğretmesine gerek yoktur. O'nun size her şeyi öğreten meshi gerçektir, sahte değildir. Size öğrettiği gibi, Mesih'te yaşayın.
૨૭જે અભિષેક તમે તેમનાંથી પામ્યા તે તમારામાં રહે છે અને કોઈ તમને શીખવે એવી કંઈ જરૂર નથી. પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ સંબંધી શીખવે છે અને તે સત્ય છે, જૂઠા નથી અને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનાંમાં રહો.
28 Evet, yavrularım, şimdi Mesih'te yaşayın ki, O göründüğünde cesaretimiz olsun, geldiğinde O'nun önünde utanmayalım.
૨૮હવે, બાળકો તેમનાંમાં રહો, એ માટે કે જયારે તેઓ પ્રગટ થાય ત્યારે આપણામાં હિંમત આવે, તેમના આવવાને સમયે તેમની સમક્ષ આપણે શરમાઈએ નહિ.
29 O'nun doğru olduğunu bilirseniz, doğru olanı yapan herkesin O'ndan doğduğunu da bilirsiniz.
૨૯જો તમે જાણો છો કે તેઓ ન્યાયી છે, તો એ પણ જાણજો કે જે કોઈ ન્યાયીપણું કરે છે, તે તેમનાંથી જન્મ્યો છે.

< 1 Yuhanna 2 >