< 1 Korintliler 3 >

1 Kardeşler, ben sizinle ruhsal kişilerle konuşur gibi konuşamadım. Benliğe uyanlarla, Mesih'te henüz bebeklik çağında olanlarla konuşur gibi konuştum.
ભાઈઓ, જેમ આત્મિક મનુષ્યોની સાથે વાત કરતો હોઉં તેવી રીતે તમારી સાથે હું વાત કરી શક્યો નહિ, પણ સાંસારિકોની સાથે, એટલે ખ્રિસ્તમાં બાળકોની સાથે વાત કરતો હોઉં તેવી રીતે મેં તમારી સાથે વાત કરી.
2 Size süt verdim, katı yiyecek değil. Çünkü katı yiyeceği henüz yiyemiyordunuz. Şimdi bile yiyemezsiniz.
મેં તમને દૂધથી પોષ્યા છે, ભારે ખોરાકથી નહિ; કેમ કે તમે ભારે ખોરાક ખાવાને સમર્થ ન હતા, અને હમણાં પણ સમર્થ નથી.
3 Çünkü hâlâ benliğe uyuyorsunuz. Aranızda kıskançlık ve çekişme olması, benliğe uyduğunuzu, öbür insanlar gibi yaşadığınızı göstermiyor mu?
કેમ કે તમે હજી સાંસારિક છો. કેમ કે તમારામાં અદેખાઈ તથા ઝઘડા છે, માટે શું તમે સાંસારિક નથી, અને સાંસારિક માણસોની માફક વર્તતા નથી?
4 Biriniz, “Ben Pavlus yanlısıyım”, ötekiniz, “Ben Apollos yanlısıyım” diyorsa, öbür insanlardan ne farkınız kalır?
કેમ કે જયારે તમારામાંનો એક કહે કે, ‘હું પાઉલનો છું,’ અને બીજો કહે છે કે ‘હું આપોલસનો છું,’ ત્યારે તમે સાંસારિક માણસોની જેમ વર્તન કરતા નથી?
5 Apollos kim, Pavlus kim? İman etmenize aracı olmuş hizmetkârlardır. Rab her birimize bir görev vermiştir.
તો આપોલસ કોણ છે? અને પાઉલ કોણ છે? જેમ પ્રભુએ તેઓ દરેકને સેવાકાર્ય આપ્યું છે તે પ્રમાણે તેઓ જીવંત ઈશ્વરના સેવકો જ છે, જેઓનાં દ્વારા તમે વિશ્વાસ કર્યો.
6 Tohumu ben ektim, Apollos suladı. Ama Tanrı büyüttü.
મેં તો માત્ર રોપ્યું, અને આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે તેને ઉગાવ્યું અને વૃદ્ધિ આપી.
7 Önemli olan, eken ya da sulayan değil, ekileni büyüten Tanrı'dır.
માટે સિંચનાર પણ કોઈ નથી; અને રોપનાર કોઈ નથી; વૃદ્ધિ આપનાર ઈશ્વર તે જ સર્વસ્વ છે.
8 Ekenle sulayanın değeri birdir. Her biri kendi emeğinin karşılığını alacaktır.
રોપનાર તથા સિંચનાર એક છે; પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે.
9 Biz Tanrı'nın emektaşlarıyız. Sizler de Tanrı'nın tarlası, Tanrı'nın binasısınız.
કેમ કે અમે ઈશ્વર ના સેવકો તરીકે સાથે કામ કરનારા છીએ; તમે ઈશ્વરની ખેતી, ઈશ્વરની ઇમારત છો.
10 Tanrı'nın bana lütfettiği görev uyarınca bilge bir mimar gibi temel attım, başkaları da bu temel üzerine inşa ediyor. Herkes nasıl inşa ettiğine dikkat etsin.
૧૦ઈશ્વરની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ સ્થાપિત તરીકે મેં પાયો નાખ્યો છે; અને તેના પર કોઈ બીજો બાંધે છે. પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિષે દરેકે સાવધ રહેવું.
11 Çünkü hiç kimse atılan temelden, yani İsa Mesih'ten başka bir temel atamaz.
૧૧કેમ કે જે નંખાયેલો પાયો છે તે તો ઈસુ ખ્રિસ્ત છે. તેમના સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી.
12 Bu temel üzerine kimi altın, gümüş ya da değerli taşlarla, kimi de tahta, ot ya da kamışla inşa edecek.
૧૨પણ જો આ પાયા પર બાંધનાર કોઈ સોનું, ચાંદી, અમૂલ્ય પથ્થર, લાકડું કે, પરાળનો ઉપયોગ કરે,
13 Herkesin yaptığı iş belli olacak, yargı günü ortaya çıkacak. Herkesin işi ateşle açığa vurulacak. Ateş her işin niteliğini sınayacak.
૧૩તો દરેકનું કામ કેવું છે તે ખુલ્લું કરવામાં આવશે; કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ જ પારખશે.
14 Bir kimsenin inşa ettikleri ateşe dayanırsa, o kimse ödülünü alacak.
૧૪જે કોઈએ તે પાયા પર બાંધકામ કર્યું હશે, તે જો ટકી રહેશે તો તે બદલો પામશે.
15 Yaptıkları yanarsa, zarar edecek. Kendisi kurtulacak, ama ateşten geçmiş gibi olacaktır.
૧૫જો કોઈનું કામ બળી જશે, તો તેને નુકસાન થશે; તોપણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે.
16 Tanrı'nın tapınağı olduğunuzu, Tanrı'nın Ruhu'nun sizde yaşadığını bilmiyor musunuz?
૧૬તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો, અને તમારામાં ઈશ્વરનો પવિત્ર આત્મા વાસ કરે છે, એ શું તમે નથી જાણતા?
17 Kim Tanrı'nın tapınağını yıkarsa, Tanrı da onu yıkacak. Çünkü Tanrı'nın tapınağı kutsaldır ve o tapınak sizsiniz.
૧૭જો કોઈ ઈશ્વરના સભાસ્થાનનો નાશ કરે, તો ઈશ્વર તેનો નાશ કરશે; કેમ કે ઈશ્વરનું આ ભક્તિસ્થાન તે તો પવિત્ર છે, અને તે ભક્તિસ્થાન તમે છો.
18 Kimse kendini aldatmasın. Aranızdan biri bu çağın ölçülerine göre kendini bilge sanıyorsa, bilge olmak için “akılsız” olsun! (aiōn g165)
૧૮કોઈ પોતે પોતાને છેતરે નહિ. જો આ જમાનામાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની માનતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું જરૂરી છે. (aiōn g165)
19 Çünkü bu dünyanın bilgeliği Tanrı'nın gözünde akılsızlıktır. Yazılmış olduğu gibi, “O, bilgeleri kurnazlıklarında yakalar.”
૧૯કેમ કે આ જગતનું જ્ઞાન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહેવાતા જ્ઞાનીઓને તેઓની જ ચતુરાઈમાં પકડી પાડે છે.
20 Yine, “Rab bilgelerin düşüncelerinin boş olduğunu bilir” diye yazılmıştır.
૨૦અને વળી, પ્રભુ જાણે છે કે જ્ઞાનીઓના વિચાર વ્યર્થ છે.
21 Bu nedenle hiç kimse insanlarla övünmesin. Çünkü her şey sizindir.
૨૧તો કોઈ પણ માણસે માણસો વિષે અભિમાન ન કરવું, કેમ કે ઈશ્વરે તમને બધું આપેલું છે.
22 Pavlus, Apollos, Kefas, dünya, yaşam ve ölüm, şimdiki ve gelecek zaman, her şey sizindir.
૨૨પાઉલ, આપોલસ, કેફા, સૃષ્ટિ, જીવન, મરણ, વર્તમાનની કે ભવિષ્યની બાબતો; એ બધું તમારું જ છે;
23 Siz Mesih'insiniz, Mesih de Tanrı'nındır.
૨૩તમે ખ્રિસ્તનાં છો; અને ખ્રિસ્ત ઈશ્વરના છે.

< 1 Korintliler 3 >