< 1 Korintliler 10 >

1 Kardeşler, atalarımızın hepsinin bulut altında korunduğunu ve hepsinin denizden geçtiğini bilmenizi istiyorum.
મારા ભાઈઓ, હું ઇચ્છતો નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળાં ની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા;
2 Musa'ya bağlanmak üzere hepsi bulutta ve denizde vaftiz edildi.
તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા;
3 Hepsi aynı ruhsal yiyeceği yedi;
સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું,
4 hepsi aynı ruhsal içeceği içti. Artlarından gelen ruhsal kayadan içtiler; o kaya Mesih'ti.
તેઓ સર્વએ એક જ આત્મિક પાણી પીધું; કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું; તે ખડક તો ખ્રિસ્ત હતા.
5 Ne var ki, Tanrı onların çoğundan hoşnut değildi; nitekim cesetleri çöle serildi.
પણ તેઓમાંના કેટલાક પર ઈશ્વર પ્રસન્ન નહોતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા.
6 Bu olaylar, onlar gibi kötü şeylere özlem duymamamız için bize ders olsun diye oldu.
જેમ તેઓ દુષ્ટ વસ્તુઓની વાસના રાખનાર હતા તેવા આપણે ન થઈએ, તે માટે આ વાતો આપણે સારુ ચેતવણીરૂપ હતી.
7 Onlardan bazıları gibi puta tapanlar olmayın. Nitekim şöyle yazılmıştır: “Halk yiyip içmeye oturdu, sonra kalkıp çılgınca eğlendi.”
જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા, તેવા તમે ન થાઓ; લખેલું છે કે, લોક ખાવાપીવા બેઠા, અને ઊઠીને નાચવા લાગ્યા.
8 Onlardan bazıları gibi fuhuş yapmayalım. Fuhuş yapanların yirmi üç bini bir günde yok oldu.
જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, એવું આપણે ન કરીએ.
9 Yine bazıları gibi Rab'bi denemeyelim. Böyle yapanları yılanlar öldürdü.
જેમ તેઓમાંના કેટલાકે ખ્રિસ્તની કસોટી કરી. અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે ઈશ્વરની કસોટી કરીએ નહિ.
10 Kimileri gibi de söylenip durmayın. Söylenenleri ölüm meleği öldürdü.
૧૦વળી જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારકે તેમનો સંહાર કર્યો એવી કચકચ તમે ન કરો.
11 Bu olaylar başkalarına ders olsun diye onların başına geldi; çağların sonuna ulaşmış olan bizleri uyarmak için yazıya geçirildi. (aiōn g165)
૧૧હવે તે સર્વ તેઓના પર આવી પડ્યું તે તો આપણને સમજે તે માટે થયું; જેઓનાં પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો બોધ આપણને મળે તેને સારુ તે લખવામાં આવ્યું છે. (aiōn g165)
12 Onun için, ayakta sağlam durduğunu sanan dikkat etsin, düşmesin!
૧૨માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો સમજે છે, તે પોતે પડે નહિ માટે સાવચેત રહે.
13 Herkesin karşılaştığı denemelerden başka denemelerle karşılaşmadınız. Tanrı güvenilirdir, gücünüzü aşan biçimde denenmenize izin vermez. Dayanabilmeniz için denemeyle birlikte çıkış yolunu da sağlayacaktır.
૧૩માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.
14 Bu nedenle, sevgili kardeşlerim, putperestlikten kaçının.
૧૪એ માટે, મારા પ્રિયજનો, મૂર્તિપૂજાથી નાસી જાઓ.
15 Aklı başında insanlarla konuşur gibi konuşuyorum. Söylediklerimi kendiniz tartın.
૧૫તમને સમજુ માણસો સમજીને, હું એ તમને કહું છું, તમે મારી વાતનો વિચાર કરો.
16 Tanrı'ya şükrettiğimiz şükran kâsesiyle Mesih'in kanına paydaş olmuyor muyuz? Bölüp yediğimiz ekmekle Mesih'in bedenine paydaş olmuyor muyuz?
૧૬આશીર્વાદનાં જે પ્યાલા પર આપણે આશીર્વાદ માગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં રક્તમાં સાથે મળીને ભાગ નથી લેતાં? આપણે જે રોટલી ભાંગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં શરીરમાં સાથે મળીને ભાગ નથી લેતાં?
17 Ekmek bir olduğu gibi, biz de çok olduğumuz halde bir bedeniz. Çünkü hepimiz bir ekmeği paylaşıyoruz.
૧૭રોટલી એક જ છે, માટે આપણે ઘણાં છતાં એક શરીરરૂપ છીએ, કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છીએ.
18 İsrail halkına bakın; kurban etini yiyenler sunağa paydaş değil midir?
૧૮જેઓ જાતિએ ઇઝરાયલી છે તેમને જુઓ; શું યજ્ઞ બલિદાનો ખાનારા યજ્ઞવેદીના સહભાગી નથી?
19 Öyleyse ne demek istiyorum? Puta sunulan kurban etinin bir özelliği mi var? Ya da putun bir önemi mi var?
૧૯તો હું શું કહું છું? કે મૂર્તિની પ્રસાદી કંઈ છે? અથવા મૂર્તિ કંઈ છે?
20 Hayır, yok! Dediğim şu: Putperestler kurbanlarını Tanrı'ya değil, cinlere sunuyorlar. Cinlerle paydaş olmanızı istemem.
૨૦ના, પણ હું કહું છું કે, વિદેશીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહિ, પણ દુષ્ટાત્માઓને આપે છે; તમે તેઓનો સંગ ના કરો, એવી મારી ઇચ્છા છે.
21 Hem Rab'bin, hem cinlerin kâsesinden içemezsiniz; hem Rab'bin, hem cinlerin sofrasına ortak olamazsınız.
૨૧તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટાત્માઓનો પ્યાલો પી શકતા નથી; તેમ જ તમે પ્રભુના ભોજનની સાથે દુષ્ટાત્માઓનાં ભોજનના ભાગીદાર થઈ શકતા નથી.
22 Yoksa Rab'bi kıskandırmaya mı çalışıyoruz? Biz O'ndan daha mı güçlüyüz?
૨૨તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં વધારે બળવાન છીએ?
23 “Her şey serbest” diyorsunuz, ama her şey yararlı değildir. “Her şey serbest” diyorsunuz, ama her şey yapıcı değildir.
૨૩સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉન્નતિકારક નથી.
24 Herkes kendi yararını değil, başkalarının yararını gözetsin.
૨૪માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.
25 Kasaplar çarşısında satılan her eti vicdan sorunu yapmadan, sorgusuz sualsiz yiyin.
૨૫જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછપરછ વગર ખાઓ;
26 Çünkü “Yeryüzü ve içindeki her şey Rab'bindir.”
૨૬કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.
27 İman etmemiş biri sizi yemeğe çağırır, siz de gitmek isterseniz, önünüze konulan her şeyi vicdan sorunu yapmadan, sorgusuz sualsiz yiyin.
૨૭જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ આપે અને તમે જવા ઇચ્છતા હો, તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરકબુદ્ધિની ખાતર કશી પૂછપરછ કર્યાં વિના ખાઓ.
28 Ama biri size, “Bu kurban etidir” derse, hem bunu söyleyen için, hem de vicdan huzuru için yemeyin.
૨૮પણ જો કોઈ તમને કહે કે, તે મૂર્તિની પ્રસાદી છે, તો જેણે તે બતાવ્યું તેની ખાતર, તથા પ્રેરકબુદ્ધિની ખાતર તે ન ખાઓ.
29 Senin değil, öbür adamın vicdan huzuru için demek istiyorum. Benim özgürlüğümü neden başkasının vicdanı yargılasın?
૨૯હું જે પ્રેરકબુદ્ધિ કહું છું, તે તારી પોતાની નહિ, પણ બીજી વ્યક્તિની કેમ કે બીજાની પ્રેરકબુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે?
30 Şükrederek yemeğe katılırsam, şükrettiğim yiyecekten ötürü neden kınanayım?
૩૦જો હું આભારપૂર્વક તે ખાવામાં ભાગીદાર થાઉં, તો જેને સારુ હું આભાર માનું છું, તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે છે?
31 Sonuç olarak, ne yer ne içerseniz, ne yaparsanız, her şeyi Tanrı'nın yüceliği için yapın.
૩૧માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.
32 Yahudiler'in, Grekler'in ya da Tanrı topluluğunun tökezleyip düşmesine neden olmayın.
૩૨તમે યહૂદીઓને, ગ્રીકોને કે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને અવરોધરૂપ ન થાઓ;
33 Ben de kendi yararımı değil, kurtulsunlar diye birçoklarının yararını gözeterek herkesi her yönden hoşnut etmeye çalışıyorum.
૩૩તેઓ ઉદ્ધાર પામે માટે જેમ હું પણ સર્વ બાબતે સર્વને ખુશ રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાંનું હિત જોઉં છું, તેમ જ તમે કરો.

< 1 Korintliler 10 >