< 1 Tarihler 11 >

1 İsrailliler'in tümü Hevron'da bulunan Davut'a gelip şöyle dediler: “Biz senin etin, kemiğiniz.
પછી સમગ્ર ઇઝરાયલે, હેબ્રોનમાં દાઉદની પાસે એકઠા થઈને કહ્યું, “જો, અમારો તારી સાથે લોહીનો સંબંધ છે, તારા કુટુંબીઓ છીએ.
2 Geçmişte Saul kralımızken, savaşta İsrail'e komuta eden sendin. Tanrın RAB sana, ‘Halkım İsrail'i sen güdecek, onlara sen önder olacaksın’ diye söz verdi.”
ગતકાળમાં શાઉલ રાજા હતો ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તું જ હતો. તારા પ્રભુ યહોવાહે તને કહ્યું હતું કે, ‘તું મારા ઇઝરાયલી લોકોનું પાલન કરશે, તું મારા ઇઝરાયલી લોકો પર અધિકારી થશે.”
3 İsrail'in bütün ileri gelenleri Hevron'a, Kral Davut'un yanına gelince, Davut RAB'bin önünde orada onlarla bir antlaşma yaptı. Onlar da RAB'bin Samuel aracılığıyla söylediği söz uyarınca, Davut'u İsrail Kralı olarak meshettiler.
પછી ઇઝરાયલના બધા વડીલો હેબ્રોનમાં રાજા સમક્ષ આવ્યા, દાઉદે હેબ્રોનમાં યહોવાહની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. શમુએલ મારફતે અપાયેલા યહોવાહના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.
4 Kral Davut'la İsrailliler Yevus diye bilinen Yeruşalim'e saldırmak için yola çıktılar. Orada yaşayan Yevuslular
દાઉદ તથા સર્વ ઇઝરાયલ, યરુશાલેમ એટલે યબૂસ ગયા. દેશના રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.
5 Davut'a, “Sen buraya giremezsin” dediler. Ne var ki, Davut Siyon Kalesi'ni, Davut Kenti'ni ele geçirdi.
યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યું, “તારાથી અંદર આવી શકાશે નહિ.” તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે.
6 Davut, “Yevuslular'a ilk saldıran kişi komutan ve önder olacak” demişti. İlk saldırıyı Seruya oğlu Yoav yaptı, böylece ordu komutanı oldu.
દાઉદે કહ્યું, જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે.” સરુયાના દીકરા યોઆબે પ્રથમ હુમલો કર્યો, તે સેનાપતિ બન્યો.
7 Bundan sonra Davut kalede oturmaya başladı. Bunun için oraya “Davut Kenti” adı verildi.
પછી દાઉદ કિલ્લામાં રહ્યો. માટે તેઓએ તેનું નામ દાઉદનગર પાડ્યું.
8 Çevredeki bölgeyi, Millo'dan çevre surlara kadar uzanan kesimi inşa etti. Yoav da kentin geri kalan bölümünü onardı.
તેણે મિલ્લોથી લઈને ચોતરફ નગર બાંધ્યું. યોઆબે બાકીના નગરને સમાર્યું.
9 Davut giderek güçleniyordu. Çünkü Her Şeye Egemen RAB onunlaydı.
દાઉદ વધુ અને વધુ મહાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર તેની સાથે હતા.
10 RAB'bin İsrail'e verdiği söz uyarınca Davut'un yiğit askerlerinin komutanları İsrail halkıyla birlikte Davut'u kral yaptılar ve krallığının güçlenmesi için onu desteklediler.
૧૦દાઉદના મુખ્ય યોદ્ધાઓ કે જેઓ, ઇઝરાયલ વિષે ઈશ્વરના વચન પ્રમાણે તેને રાજા બનાવવા માટે ઇઝરાયલની સાથે દ્રઢપણે તેના રાજયમાં તેની પડખે રહ્યા.
11 Bunların adları şöyledir: Üçler'in önderi Hakmonlu Yaşovam, mızrağını üç yüz kişiye karşı kaldırıp bir saldırıda hepsini öldürdü.
૧૧તેઓની દાઉદે ગણતરી કરી. તેઓ આ છે: હાખ્મોનીનો દીકરો યાશોબામ એ ત્રણમાંનો મુખ્ય સેનાપતિ હતો. તેણે પોતાની બરછીથી ત્રણસો માણસોને એક જ વખતે મારી નાખ્યા હતા.
12 İkincisi, üç yiğitlerden biri olan Ahohlu Dodo oğlu Elazar.
૧૨તેના પછી અહોહી દોદોનો દીકરો એલાઝાર હતો, જે ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો.
13 Filistliler savaş için Pas-Dammim'de toplandıklarında Elazar Davut'un yanındaydı. Orada bir arpa tarlası vardı. İsrailliler Filistliler'in önünden kaçmıştı.
૧૩પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને સારુ એકઠા થયા હતા, લોકો પલિસ્તીઓની આગળથી નાસતા હતા.
14 Ama Elazar'la Davut tarlanın ortasında durup orayı savunmuş, Filistliler'i öldürmüşlerdi. RAB onlara büyük bir zafer sağlamıştı.
૧૪ત્યારે તેઓએ તે ખેતરની વચ્ચે ઊભા રહીને તેનો બચાવ કર્યો, પલિસ્તીઓને મારી નાખ્યા. ઈશ્વરે મોટો જય કરીને તેઓને બચાવ્યા.
15 Otuzlar'dan üçü Davut'un yanına, Adullam Mağarası'ndaki kayaya gittiler. Bir Filist birliği Refaim Vadisi'nde ordugah kurmuştu.
૧૫ત્રીસ આગેવાનોમાંના ત્રણ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમના મેદાનમાં છાવણી નાખી હતી.
16 Bu sırada Davut hisarda, başka bir Filist birliğiyse Beytlehem'deydi.
૧૬દાઉદ તે સમયે ગઢમાં હતો, બેથલેહેમમાં પલિસ્તીઓનું થાણું હતું.
17 Davut özlemle, “Keşke biri Beytlehem'de kapının yanındaki kuyudan bana su getirse!” dedi.
૧૭દાઉદે પાણી માટે આતુર થઈને કહ્યું, “જો કોઈ મને બેથલેહેમના દરવાજા પાસેના ફૂવાનું પાણી પીવડાવે તો કેવું સારુ!”
18 Bu Üçler Filist ordugahının ortasından geçerek Beytlehem'de kapının yanındaki kuyudan su çekip Davut'a getirdiler. Ama Davut içmek istemedi; suyu yere dökerek RAB'be sundu.
૧૮તેથી આ ત્રણ શૂરવીર પુરુષોએ પલિસ્તીઓની છાવણીમાં ધસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂવામાંથી પાણી કાઢ્યું. તેઓ તે પાણી લઈને દાઉદની પાસે આવ્યા, પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી. પણ તેણે તે ઈશ્વરની આગળ રેડી દીધું.
19 “Ey Tanrım, bunu yapmak benden uzak olsun!” dedi, “Canlarını tehlikeye atıp giden bu üç kişinin kanını mı içeyim?” Canlarını tehlikeye atarak suyu getirdikleri için Davut içmek istemedi. Bu üç kişinin yiğitliği işte böyleydi.
૧૯પછી તેણે કહ્યું, હું આ કેમ પીઉં? “મારા ઈશ્વર મને એવું કરવા ન દો. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવના જોખમે તે લાવ્યા છે.” માટે તે પીવાને રાજી ન હતો. આ કાર્યો એ ત્રણ યોદ્ધાઓએ કર્યાં હતાં.
20 Yoav'ın kardeşi Avişay Üçler'in önderiydi. Mızrağını kaldırıp üç yüz kişiyi öldürdü. Bu yüzden Üçler kadar ünlendi.
૨૦યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણનો ઉપરી હતો. કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખ્યા. એમ કરીને તેણે ત્રણમાં નામના મેળવી.
21 Üçler'in en saygın kişisiydi ve onların önderi oldu. Ama Üçler'den sayılmadı.
૨૧ત્રીસમાં તે વધારે નામાંકિત હતો અને તે તેઓનો ઉપરી થયો. જો કે તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ.
22 Yehoyada oğlu Kavseelli Benaya yürekli bir savaşçıydı. Büyük işler başardı. Aslan yürekli iki Moavlı'yı öldürdü. Ayrıca karlı bir gün çukura inip bir aslan öldürdü.
૨૨કાબ્સએલના પરાક્રમી કૃત્યો કરનાર શૂરવીર પુરુષના દીકરા યહોયાદાનો દીકરો બનાયા હતો. તેણે મોઆબી અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા. વળી તેણે હીમ પડતું હતું ત્યારે ગુફામાં જઈને એક સિંહને મારી નાખ્યો.
23 Beş arşın boyunda iri yarı bir Mısırlı'yı da öldürdü. Mısırlı'nın elinde dokumacı sırığı gibi bir mızrak vardı. Benaya sopayla onun üzerine yürüdü. Mızrağı elinden kaptığı gibi onu kendi mızrağıyla öldürdü.
૨૩વળી તેણે પાંચ હાથ ઊંચા મિસરી પુરુષને પણ મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી, પરંતુ તે ફક્ત લાકડી લઈને તેની સામે થયો. તેણે તે બરછી મિસરીના હાથમાંથી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો.
24 Yehoyada oğlu Benaya'nın yaptıkları bunlardır. Bu sayede o da üç yiğitler kadar ünlendi.
૨૪યહોયાદાના દીકરા બનાયાએ એ કાર્યો કર્યાં, તેથી તે પેલા ત્રણ યોદ્ધાઓના જેવો નામાંકિત થયો.
25 Benaya Otuzlar arasında saygın bir yer edindiyse de, Üçler'den sayılmadı. Davut onu muhafız birliği komutanlığına atadı.
૨૫તે પેલા ત્રીસ યોદ્ધાઓ કરતાં પણ વધારે નામાંકિત હતો, પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.
26 Öteki yiğitler şunlardır: Yoav'ın kardeşi Asahel, Beytlehemli Dodo oğlu Elhanan,
૨૬વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન,
27 Harorlu Şammot, Pelonlu Heles,
૨૭શામ્મોથ હરોરી, હેલેસ પલોની,
28 Tekoalı İkkeş oğlu İra, Anatotlu Aviezer,
૨૮તકોઈ ઇક્કેશનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી,
29 Huşalı Sibbekay, Ahohlu İlay,
૨૯સિબ્બખાય હુશાથી, ઈલાહ અહોહી.
30 Netofalı Mahray ve Baana oğlu Helet,
૩૦મહારાય નટોફાથી, નટોફાથી બાનાહનો દીકરો હેલેદ,
31 Benyaminoğulları'ndan Givalı Rivay oğlu İttay, Piratonlu Benaya,
૩૧બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો દીકરો ઈથાય, બનાયા પિરઆથોની,
32 Gaaş vadilerinden Huray, Arvalı Aviel,
૩૨ગાઆશની ખીણવાળો હુરાય, અબીએલ આર્બાથી,
33 Baharumlu Azmavet, Şaalbonlu Elyahba,
૩૩આઝમાવેથ બાહરૂમી, એલ્યાહબા શાઆલ્બોની.
34 Gizonlu Haşem'in oğulları, Hararlı Şage oğlu Yonatan,
૩૪ગેઝોની હાશેમના દીકરાઓ, હારારી શાગેનો દીકરો યોનાથાન,
35 Hararlı Sakâr oğlu Ahiam, Ur oğlu Elifal,
૩૫હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલિફાહ,
36 Mekeralı Hefer, Pelonlu Ahiya,
૩૬હેફેર મખેરાથી, અહિયા પલોની,
37 Karmelli Hesro, Ezbay oğlu Naaray,
૩૭હેસ્રો કાર્મેલી, એઝબાયનો દીકરો નારાય.
38 Natan'ın kardeşi Yoel, Hacer oğlu Mivhar,
૩૮નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો દીકરો મિબ્હાર,
39 Ammonlu Selek, Seruya oğlu Yoav'ın silah taşıyıcısı Berotlu Nahray,
૩૯સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી,
40 Yattirli İra ve Garev,
૪૦ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,
41 Hititli Uriya, Ahlay oğlu Zavat,
૪૧ઉરિયા હિત્તી, આહલાયનો દીકરો ઝાબાદ.
42 Rubenliler'in önderi Rubenli Şiza oğlu Adina ve ona eşlik eden otuz kişi,
૪૨રુબેનીઓનો મુખ્ય રુબેની શિઝાનો દીકરો અદીના અને તેની સાથે ત્રીસ સરદારો.
43 Maaka oğlu Hanan, Mitanlı Yoşafat,
૪૩માકાનો દીકરો હાનાન, યોશાફાટ મિથ્ની,
44 Aşteralı Uzziya, Aroerli Hotam'ın oğulları Şama ve Yeiel,
૪૪ઉઝિયા આશ્તારોથી, અરોએરી હોથામના દીકરા શામા તથા યેઈએલ.
45 Şimri oğlu Yediael ve kardeşi Tisli Yoha,
૪૫શિમ્રીનો દીકરો યદીએલ, તેનો ભાઈ તીસી નો યોહા,
46 Mahavlı Eliel, Elnaam'ın oğulları Yerivay ve Yoşavya, Moavlı Yitma,
૪૬અલીએલ માહવી, એલ્નામના દીકરો યરીબાઈ તથા યોશાવ્યા, યિથ્મા મોઆબણ,
47 Eliel, Ovet, Mesovalı Yaasiel.
૪૭અલીએલ, ઓબેદ તથા યાસિયેલ મસોબાથી.

< 1 Tarihler 11 >