< Послание к Колоссянам 3 >

1 Аще убо воскреснусте со Христом, вышних ищите, идеже есть Христос о десную Бога седя:
એ માટે જો તમને, ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે, તો જ્યાં ખ્રિસ્ત, ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે ત્યાંની, એટલે કે ઉપરની બાબતોની શોધ કરો.
2 горняя мудрствуйте, (а) не земная.
સ્વર્ગીય બાબતો પર મન લગાવો, પૃથ્વી પરની બાબતો પર નહિ.
3 Умросте бо, и живот ваш сокровен есть со Христом в Бозе:
કેમ કે તમે મરણ પામેલા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવેલું છે.
4 егда же Христос явится, живот ваш, тогда и вы с Ним явитеся в славе.
ખ્રિસ્ત જે આપણું જીવન છે, તે જયારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો.
5 Умертвите убо уды вашя, яже на земли: блуд, нечистоту, страсть, похоть злую и лихоимание, еже есть идолослужение,
તે માટે પૃથ્વી પરની તમારી દૈહિક ઇચ્છાઓ એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, દુષ્ટ ઇચ્છા તથા લોભ કે જે મૂર્તિપૂજા છે, તેઓનો નાશ કરો.
6 ихже ради грядет гнев Божии на сыны противления.
આવાં કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર ઈશ્વરનો કોપ આવે છે.
7 В нихже и вы иногда ходисте, егда живясте в них.
જયારે તમે અગાઉ તેઓ પ્રમાણે જીવતા હતા ત્યારે તે પ્રમાણે વર્તતા હતા.
8 Ныне же отложите и вы та вся: гнев, ярость, злобу, хуление, срамословие от уст ваших:
પણ હવે રીસ, ક્રોધ, અદાવત, અપમાન અને તમારા મુખમાંથી નીકળતાં બીભત્સવચનો તે સર્વ ત્યજી દો.
9 не лжите друг на друга, совлекшеся ветхаго человека с деяньми его
તમે એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેના કૃત્યો સહિત ઉતારી મૂક્યું છે;
10 и облекшеся в новаго, обновляемаго в разум по образу Создавшаго его,
૧૦અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે જ્ઞાનમાં નવું કરાતું જાય છે, તે તમે ધારણ કર્યું છે.
11 идеже несть Еллин, ни Иудей, обрезание и необрезание, варвар и Скиф, раб и свободь, но всяческая и во всех Христос.
૧૧તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્નત કે બેસુન્નત, નથી બર્બર કે નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.
12 Облецытеся убо якоже избраннии Божии, святи и возлюбленни, во утробы щедрот, благость, смиреномудрие, кротость и долготерпение,
૧૨એ માટે, પવિત્ર તથા વહાલાંઓ, ઈશ્વરના પસંદ કરેલાને શોભે તેમ, દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા ધારણ કરો.
13 приемлюще друг друга и прощающе себе, аще кто на кого имать поречение: якоже и Христос простил есть вам, тако и вы.
૧૩એકબીજાનું સહન કરો અને જો કોઈને કોઈની સામે ફરિયાદ હોય તો તેને માફ કરો, જેમ ખ્રિસ્તે તમને માફ કર્યા તેમ તમે પણ એકબીજાને માફ કરો.
14 Над всеми же сими (стяжите) любовь, яже есть соуз совершенства:
૧૪પણ એ સઘળાં ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે તમે પહેરી લો.
15 и мир Божии да водворяется в сердцах ваших, в оньже и звани бысте во едином теле: и благодарни бывайте.
૧૫ખ્રિસ્તની શાંતિ કે જે પામવા માટે તમે એક શરીરમાં તેડાયેલા છો, તે તમારાં હૃદયોમાં રાજ કરે; અને તમે આભારસ્તુતિ કરો.
16 Слово Христово да вселяется в вас богатно, во всякой премудрости: учаще и вразумляюще себе самех во псалмех и пениих и песнех духовных, во благодати поюще в сердцах ваших Господеви.
૧૬ખ્રિસ્તનું શિક્ષણ સર્વ જ્ઞાનમાં ભરપૂરતાથી તમારામાં રહે; ગીતો, સ્ત્રોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને આભારસહિત તમારા હૃદયોમાં પ્રભુની સમક્ષ ગાન કરો.
17 И все, еже аще что творите словом или делом, вся во имя Господа Иисуса Христа, благодаряще Бога и Отца Тем.
૧૭વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો, તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.
18 Жены, повинуйтеся своим мужем, якоже подобает о Господе.
૧૮પત્નીઓ, જેમ પ્રભુમાં શોભે છે તેમ તમે તમારા પતિઓને આધીન રહો.
19 Мужие, любите жены вашя, и не огорчайтеся к ним.
૧૯પતિઓ, તમે તમારી પત્નીઓ પર પ્રેમ રાખો અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ.
20 Чада, послушайте родителей (своих) во всем: сие бо угодно есть Господеви.
૨૦બાળકો, તમે દરેક બાબતમાં તમારાં માતાપિતાની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને પસંદ છે.
21 Отцы, не раздражайте чад ваших, да не унывают.
૨૧પિતાઓ, તમે તમારાં બાળકોને ઉશ્કેરશો નહીં, કે જેથી તેઓ નિરાશ થાય નહિ.
22 Раби, послушайте по всему плотских господии (ваших), не пред очима точию работающе аки человекоугодницы, но в простоте сердца, боящеся Бога.
૨૨દાસો, તમે માણસોને ખુશ કરનારાઓની રીતે નહિ અને દેખરેખ હોય ત્યારે જ નહિ, પણ પ્રામાણિક હૃદયથી તથા પ્રભુથી ડરીને, તમામ બાબતોમાં પૃથ્વી પરના તમારા માલિકોની આજ્ઞાઓ પાળો.
23 И всяко, еже аще что творите, от души делайте, якоже Господу, а не человеком,
૨૩તમે જે કંઈ કરો તે માણસોને માટે નહિ, પણ જાણે પ્રભુને માટે કરો છો, એમ સમજીને સઘળું ખરા જીવથી કરો;
24 ведяще, яко от Господа приимете воздаяние достояния: Господу бо Христу работаете.
૨૪કેમ કે તમે જાણો છો કે બદલામાં તમને પ્રભુ પાસેથી વારસો મળશે; કેમ કે તમે તો ખ્રિસ્ત પ્રભુની સેવા કરો છો.
25 А обидяй восприимет, еже обиде: и несть лица обиновения.
૨૫પણ જે દુષ્ટતા કરે છે તેને તેની દુષ્ટતાનો બદલો મળશે; ‘પ્રભુ પાસે પક્ષપાત નથી.

< Послание к Колоссянам 3 >