< Первое послание Петра 1 >

1 Петр, Апостол Иисус Христов, избранным пришельцем разсеяния Понта, Галатии, Каппадокии, Асии и Вифинии,
ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર લખે છે કે, વેરવિખેર થઈને પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં પરદેશી તરીકે ઈશ્વરથી પસંદ કરેલાઓ;
2 по прозрению Бога Отца, во святыни Духа, в послушание и кропление Крове Иисус Христовы: благодать вам и мир да умножится.
જેઓને ઈશ્વરપિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માનાં પવિત્રીકરણથી આજ્ઞાકારી થવા અને ઈસુ ખ્રિસ્તનાં રક્તથી છંટકાવ પામવા સારુ પસંદ કરેલા છે, તેવા તમ સર્વ પર પુષ્કળ કૃપા તથા શાંતિ હો.
3 Благословен Бог и Отец Господа нашего Иисуса Христа, Иже по мнозей Своей милости порождей нас во упование живо воскресением Иисус Христовым от мертвых,
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ,
4 в наследие нетленно и нескверно и неувядаемо, соблюдено на небесех вас ради,
અવિનાશી, નિર્મળ તથા જર્જરિત ન થનારા વારસાને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલો છે.
5 иже силою Божиею соблюдаеми есте чрез веру, во спасение готовое явитися во время последнее.
છેલ્લાં સમયમાં જે ઉદ્ધાર પ્રગટ થવાની તૈયારીમાં છે, તેને માટે ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળવામાં આવે છે.
6 О немже радуйтеся, мало ныне, аще лепо есть, прискорбни бывше в различных напастех:
એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડા સમય માટે વિવિધ પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી છો.
7 да искушение вашея веры многочестнейше злата гибнуща, огнем же искушена, обрящется в похвалу и честь и славу, во откровении Иисус Христове,
એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.
8 Егоже не видевше любите, и на Негоже ныне не зряще, верующе же, радуетеся радостию неизглаголанною и прославленною,
તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો, જોકે અત્યારે તમે તેમને જોતાં નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો અને તમે તેમનાંમાં અવર્ણનીય તથા મહિમા ભરેલા આનંદથી હરખાઓ છો.
9 приемлюще кончину вере вашей, спасение душам:
તમે પોતાના વિશ્વાસનું ફળ, એટલે આત્માઓનો ઉદ્ધાર પામો છો.
10 о немже спасении взыскаша и испыташа пророцы, иже о вашей благодати прорекоша,
૧૦જે પ્રબોધકોએ તમારા પરની કૃપા વિષે ભવિષ્યકથન કર્યું તેઓએ તે ઉદ્ધાર વિષે તપાસીને ખંતથી શોધ કરી.
11 испытающе, в каково или в кое время являше в них Дух Христов, прежде свидетельствуя о Христовых страстех, и о славах, яже по сих:
૧૧ખ્રિસ્તનો આત્મા જે તેઓમાં હતો તેણે ખ્રિસ્તનાં દુઃખ તથા તે પછીના મહિમા વિષે સાક્ષી આપી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો તેનું સંશોધન તેઓ કરતા હતા.
12 имже открыся, яко не им самем, но нам служаху сия, яже ныне возвестишася вам благовествовавшими вам Духом Святым посланным с небесе, в няже желают Ангели приникнути.
૧૨જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી. સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવાંમાં આવી; જે વાતોને જોવાની ઉત્કંઠા સ્વર્ગદૂતો પણ ધરાવે છે.
13 Темже, возлюбленнии, препоясавше чресла помышления вашего, трезвящеся, совершенне уповайте на приносимую вам благодать откровением Иисус Христовым.
૧૩એ માટે તમે પોતાના મનને નિયંત્રણમાં રાખો અને જે કૃપા ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ તમારા પર થશે તેની સંપૂર્ણ આશા રાખો.
14 Яко чада послушания, не преобразующеся первыми неведения вашего похотении,
૧૪તમે આજ્ઞાકારી સંતાનો જેવા થાઓ, અને પોતાની અગાઉની અજ્ઞાન અવસ્થાની દુષ્ટ ઇચ્છાઓ પ્રમાણે ન ચાલો.
15 но по звавшему вы Святому, и сами святи во всем житии будите.
૧૫પણ જેમણે તમને તેડ્યાં છે, તે જેવા પવિત્ર છે તેમના જેવા તમે પણ સર્વ વ્યવહારમાં પવિત્ર થાઓ.
16 Зане писано есть: святи будите, яко Аз свят есмь.
૧૬કેમ કે એમ લખ્યું છે કે, “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.”
17 И аще Отца называете нелицемерно судяща комуждо по делу, со страхом жития вашего время жительствуйте,
૧૭અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો.
18 ведяще, яко не истленным сребром или златом избавистеся от суетнаго вашего жития отцы преданнаго,
૧૮કેમ કે તમે એ જાણો છો કે તમારા પિતૃઓથી ચાલ્યા આવતાં વ્યર્થ આચરણથી તમે નાશવંત વસ્તુઓ, એટલે રૂપા અથવા સોના વડે નહિ,
19 но честною Кровию яко Агнца непорочна и пречиста Христа,
૧૯પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમે ખરીદી લેવાયેલા છો.
20 предуведена убо прежде сложения мира, явльшася же в последняя лета вас ради,
૨૦તેઓ તો સૃષ્ટિના પ્રારંભ પૂર્વે નિયુક્ત કરાયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્લાં સમયમાં પ્રગટ થયા.
21 иже Его ради веруете в Бога Воздвигшаго Его из мертвых и славу Ему давша, яко да вера ваша и упование будет на Бога.
૨૧તેમને મારફતે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, જેમણે તેમને મરણમાંથી ઉઠાડયા અને મહિમા આપ્યો, એ માટે કે તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર રહે.
22 Душы вашя очистивше в послушании истины Духом, в братолюбие нелицемерно, от чиста сердца друг друга любите прилежно,
૨૨તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો.
23 порождени не от семене истленна, но неистленна, словом живаго Бога и пребывающа во веки. (aiōn g165)
૨૩કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે. (aiōn g165)
24 Зане всяка плоть яко трава, и всяка слава человеча яко цвет травный: изсше трава, и цвет ея отпаде:
૨૪કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે,
25 глаголгол же Господнь пребывает во веки. Се же есть глаголгол благовествованный в вас. (aiōn g165)
૨૫પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે. (aiōn g165)

< Первое послание Петра 1 >