< Первое послание к Коринфянам 14 >

1 Держитеся любве: ревнуйте же духовным, паче же да пророчествуете.
પ્રેમને અનુસરો; અને આત્મિક દાનો મેળવવાની અભિલાષા રાખો, વિશેષ કરીને તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો.
2 Глаголяй бо языки, не человеком глаголет, но Богу: никтоже бо слышит, духом же глаголет тайны:
કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે, બીજું કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ તે આત્મામાં મર્મો બોલે છે.
3 пророчествуяй же, человеком глаголет созидание и утешение и утверждение.
જે પ્રબોધ કરે છે, તે ઉન્નતિ, સુબોધ તથા દિલાસાને માટે માણસો સાથે બોલે છે.
4 Глаголяй (бо) языки себе зиждет, а пророчествуяй церковь зиждет.
જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે; પણ જે પ્રબોધ કરે છે તે વિશ્વાસી સમુદાયની ઉન્નતિ કરે છે.
5 Хощу же всех вас глаголати языки, паче же да прорицаете: болий бо пророчествуяй, нежели глаголяй языки, разве аще (кто) сказует, да церковь созидание приемлет.
મારી ઇચ્છા છે કે, તમે બધા અન્ય ભાષાઓ બોલો, પણ વિશેષ કરીને તમે પ્રબોધ સમજાવો એવી મારી ઇચ્છા છે. કેમ કે અન્ય ભાષાઓ બોલનાર, જો વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે ભાષાંતર કરે નહિ, તો તે કરતાં પ્રબોધ કરનારનું મહત્ત્વ વધારે છે.
6 Ныне же, братие, аще прииду к вам языки глаголя, кую вам пользу сотворю, аще вам не глаголю или во откровении, или в разуме, или в пророчествии, или в научении?
ભાઈઓ, તમારી વચ્ચે આવીને હું અન્ય ભાષાઓ બોલું પણ જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણથી ન બોલું તો તેનાથી તમને કશો લાભ નથી.
7 Обаче бездушная глас дающая, аще сопель, аще гусли, аще разнствия писканием не дадят, како разумно будет пискание или гудение?
એમ જ અવાજ કાઢનાર નિર્જીવ વાજિંત્રો, પછી તે વાંસળી હોય કે વીણા હોય પણ જો એમના સૂરમાં અલગતા આવે નહિ, તો વાંસળી કે વીણા એમાંથી શું વગાડે છે તે કેવી રીતે માલૂમ પડે?
8 Ибо аще безвестен глас труба даст, кто уготовится на брань?
કેમ કે જો રણશિંગડું સ્પષ્ટ સૂર ન કાઢે, તો લડાઈ માટે કોણ સજ્જ થશે?
9 Тако и вы аще не благоразумно слово дадите языком, како уразумеется глаголемое? Будете бо на воздух глаголюще.
એમ જ તમે પણ જો જીભ વડે સમજી શકાય એવા શબ્દો ના બોલો તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા જેવા ગણાશો.
10 Толицы убо, аще ключится, роди гласов суть в мире, и ни един их безгласен.
૧૦દુનિયામાં ઘણી ભાષાઓ છે, તેઓમાંની કોઈ અર્થ વગરની નથી,
11 Аще убо не увем силы гласа, буду глаголющему иноязычник, и глаголющий мне иноязычник.
૧૧એ માટે જો હું અમુક ભાષાનો અર્થ ન જાણું, તો બોલનારની સમક્ષ હું પરદેશી જેવો અને બોલનાર મારી આગળ પરદેશી જેવો થશે.
12 Тако и вы, понеже ревнителе есте духовом, (яже) к созиданию церкве просите, да избыточествуете.
૧૨એ પ્રમાણે તમે આત્માનાં દાનો ઇચ્છો છો, તે ઝનૂનથી શોધો અને વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે તમે તેમાં વૃદ્ધિ પામવા પ્રયાસ કરો.
13 Темже глаголяй языком да молится, да сказует.
૧૩તે માટે અન્ય ભાષા બોલનારે પોતે ભાષાંતર કરી શકે, એવી પ્રાર્થના કરવી.
14 Аще бо молюся языком, дух мой молится, а ум мой без плода есть.
૧૪કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પણ મારું મન નિષ્ક્રિય રહે છે.
15 Что убо есть? Помолюся духом, помолюся же и умом: воспою духом, воспою же и умом.
૧૫તો શું? હું આત્માથી પ્રાર્થના કરીશ અને મનથી પણ પ્રાર્થના કરીશ, આત્માથી ગાઈશ અને મનથી પણ ગાઈશ.
16 Понеже аще благословиши духом, исполняяй место невежды како речет аминь, по твоему благодарению? Понеже не весть, что глаголеши.
૧૬નહિ તો જો તું આત્માથી સ્તુતિ કરીશ તો ત્યાં જે ઓછી સમજવાળો માણસ બેઠેલો છે તે તારી સ્તુતિ સાંભળીને આમીન કેવી રીતે કહેશે? કેમ કે તું શું બોલે છે એ તે સમજતો નથી.
17 Ты убо добре благодариши, но другий не созидается.
૧૭કેમ કે તું સારી રીતે સ્તુતિ કરે છે ખરો; પણ તેથી અન્યોની ઉન્નતિ થતી નથી.
18 Благодарю Бога моего, паче всех вас языки глаголя:
૧૮હું ઈશ્વરનો આભાર માનું છું, કે તમારા સર્વનાં કરતાં મને વધારે ભાષાઓ બોલતાં આવડે છે.
19 но в церкви хощу пять словес умом моим глаголати, да и ины пользую, нежели тмы словес языком.
૧૯તોપણ વિશ્વાસી સમુદાયમાં અન્ય ભાષામાં દસ હજાર શબ્દ બોલવા કરતાં બીજાઓને શીખવવા પોતાની સમજશક્તિથી માત્ર પાંચ શબ્દો બોલવાનું હું વધારે પસંદ કરું છું.
20 Братие, не дети бывайте умы: но злобою младенствуйте, умы же совершени бывайте.
૨૦ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ; પણ દુષ્ટતામાં બાળકો થાઓ, અને સમજણમાં પુખ્ત થાઓ.
21 В законе пишет: яко иными языки и устны иными возглаголю людем сим, и ни тако послушают Мене, глаголет Господь.
૨૧નિયમશાસ્ત્રમાં લખ્યું છે કે, ‘અન્ય ભાષાઓથી તથા અજાણી પ્રજાઓના હોઠોથી હું આ લોકોની સાથે બોલીશ, તોપણ તેઓ મારું સાંભળશે નહીં,’ એમ પ્રભુ કહે છે.
22 Темже языцы в знамение суть не верующым, но неверным: а пророчество не неверным, но верующым.
૨૨એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહિ, પણ અવિશ્વાસીઓને માટે નિશાનીરૂપ છે. અને પ્રબોધ અવિશ્વાસીઓને નહિ પણ વિશ્વાસીઓને માટે ચિહ્નરૂપ છે.
23 Аще убо снидется церковь вся вкупе, и вси языки глаголют, внидут же (и) неразумивии или невернии, не рекут ли, яко беснуетеся?
૨૩માટે જો આખો વિશ્વાસી સમુદાય એકઠો મળે, અને બધા જ અન્ય ભાષાઓમાં બોલે અને જો કેટલાક ઓછી સમજવાળા તથા અવિશ્વાસીઓ ત્યાં આવે તો શું તેઓ કહેશે નહિ, કે તમે પાગલ છો?
24 Аще же вси пророчествуют, внидет же некий неверен или невежда, обличается всеми, (и) истязуется от всех,
૨૪પણ જો સર્વ પ્રબોધ કરે અને કોઈ અવિશ્વાસી કે અણસમજુ અંદર આવે તો બધાથી તેને શિખામણ મળે છે; બધાથી તે પરખાય છે;
25 и сице тайная сердца его явлена бывают: и тако пад ниц поклонится Богови, возвещая, яко воистинну Бог с вами есть.
૨૫અને તેના હૃદયની ગુપ્ત બાબતો પ્રગટ કરાય છે; વળી ખરેખર ઈશ્વર તમારામાં છે એવું કબૂલ કરીને, તે ઘૂંટણે પડીને ઈશ્વરનું ભજન કરશે.
26 Что убо есть, братие? Егда сходитеся, кийждо вас псалом имать, учение имать, язык имать откровение имать, сказание имать: вся (же) к созиданию да бывают.
૨૬ભાઈઓ તથા બહેનો જયારે તમે એકઠા થાઓ છો ત્યારે તમારામાંના કોઈ ગીત ગાય છે, કોઈ પ્રકટીકરણ કરે છે, કોઈ અન્ય ભાષા બોલે છે કોઈ તેનો અર્થ સમજાવે છે; આ બધું ઉન્નતિને માટે થવું જોઈએ.
27 Аще языком кто глаголет, по двема, или множае по трием, и по части: и един да сказует.
૨૭જો કોઈ અન્ય ભાષા બોલે, તો બે અથવા વધારેમાં વધારે ત્રણ માણસ વારાફરતી બોલે છે; અને એક જેણે ભાષાંતર કરવું.
28 Аще ли не будет сказатель, да молчит в церкви, себе же да глаголет и Богови.
૨૮પણ જો ભાષાંતર કરનાર ન હોય તો વિશ્વાસી સમુદાયમાં તેણે છાના રહેવું અને માત્ર પોતાની તથા ઈશ્વરની સાથે બોલવું.
29 Пророцы же два или трие да глаголют, и друзии да разсуждают:
૨૯બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની સમીક્ષા કરે.
30 аще ли иному открыется седящу, первый да молчит.
૩૦પણ જો સભામાં જેઓ છે તેઓમાંના કોઈને કંઈ પ્રગટ થાય, તો પહેલાએ છાના રહેવું.
31 Можете бо вси по единому пророчествовати, да вси учатся и вси утешаются.
૩૧તમે સર્વ વાર ફરતી પ્રબોધ કરી શકો છો, કે સર્વ લોકો શીખે અને દિલાસો પામે.
32 И дуси пророчестии пророком повинуются:
૩૨પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે.
33 несть бо нестроения Бог, но мира, яко во всех церквах святых.
૩૩ઈશ્વર અવ્યવસ્થાના ઈશ્વર નથી, પણ શાંતિના ઈશ્વર છે. જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ,
34 Жены вашя в церквах да молчат: не повелеся бо им глаголати, но повиноватися, якоже и закон глаголет.
૩૪સ્ત્રીઓએ વિશ્વાસી સમુદાયોમાં છાના રહેવું; કેમ કે તેઓને બોલવાનો અધિકાર નથી, પણ તેઓને આધીનતામાં રહેવું જોઈએ એમ નિયમશાસ્ત્ર પણ કહે છે.
35 Аще ли чесому научитися хотят, в дому своих мужей да вопрошают: срамно бо есть жене в церкви глаголати.
૩૫પણ જો તેઓ કંઈ શીખવા ચાહે, તો તેઓએ ઘરમાં પોતાના પતિને પૂછવું; કેમ કે વિશ્વાસી સમુદાયમાં સ્ત્રીઓએ બોલવું એ શરમભરેલું છે.
36 Или от вас слово Божие изыде? Или вас единых достиже?
૩૬શું તમારી પાસેથી ઈશ્વરનું વચન આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે?
37 Аще кто мнится пророк быти или духовен, да разумеет, яже пишу вам, зане Господни суть заповеди?
૩૭જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક સમજે, તો જે વાતો હું તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞાઓ છે એવું તેણે સમજવું.
38 Аще ли кто не разумеет, да не разумевает.
૩૮જો કોઈ અજ્ઞાની હોય તો તે ભલે અજ્ઞાની રહે.
39 Темже, братие моя, ревнуйте еже пророчествовати, и еже глаголати языки не возбраняйте:
૩૯એ માટે, મારા ભાઈઓ, પ્રબોધ કરવાની ઉત્કંઠા રાખો, અન્ય ભાષાઓમાં બોલવાની મનાઈ ન કરો.
40 вся же благообразно и по чину да бывают.
૪૦પણ બધું ઈશ્વરને શોભે એ રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.

< Первое послание к Коринфянам 14 >