< Римљанима 3 >

1 Шта је дакле бољи Јеврејин од других људи? Или шта помаже обрезање?
તો પછી યહૂદીની વિશેષતા શી છે? અને સુન્નતથી શો લાભ છે?
2 Много свакојако; прво што су им поверене речи Божије.
સર્વ પ્રકારે ઘણાં લાભ છે. પ્રથમ તો એકે, ઈશ્વરનાં વચનો તેઓને સોંપવામાં આવ્યાં હતાં.
3 А што неки не вероваше, шта је за то? Еда ће њихово неверство веру Божију укинути?
અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે?
4 Боже сачувај! Него Бог нека буде истинит, а човек сваки лажа, као што стоји написано: Да се оправдаш у својим речима, и да победиш кад ти стану судити.
ના, એવું ન થાય; હા, દરેક મનુષ્ય જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; જેમ લખેલું છે કે, ‘તમે પોતાનાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.’”
5 Ако ли неправда наша Божију правду подиже, шта ћемо рећи? Еда ли је Бог неправедан кад се срди? По човеку говорим:
પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને સ્થાપિત કરે છે, તો આપણે શું કહીએ? જે આપણા પર ક્રોધ લાવે છે તે ઈશ્વર અન્યાયી છે શું? હું મનુષ્યની રીત પ્રમાણે બોલું છું.
6 Боже сачувај! Јер како би могао Бог судити свету?
ના, એવું ન થાઓ; કેમ કે જો એમ હોય તો ઈશ્વર માનવજગતનો ન્યાય કેવી રીતે કરે?
7 Јер ако истина Божија у мојој лажи већа постане на славу Његову, зашто још и ја као грешник да будем осуђен?
પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે?
8 Зашто, дакле (као што вичу на нас, и као што кажу неки да ми говоримо) да не чинимо зла да дође добро? Њима ће суд бити праведан.
અને અમારી નિંદા કરનારા કેટલાક અમારા વિષે કહે છે કે, ‘તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે દુષ્ટતા આચરીએ, એવું કેમ ન કરીએ?’ તેઓને કરાયેલી શિક્ષા ઉચિત છે.
9 Шта дакле? Јесмо ли бољи од њих? Нипошто! Јер горе доказасмо да су и Јевреји и Грци сви под грехом,
તો પછી શું? આપણે તેઓના કરતાં સારા છીએ? ના તદ્દન નહિ. કારણ કે આપણે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકો પર દોષ મૂક્યો કે તેઓ સઘળા પાપને આધીન છે.
10 Као што стоји написано: Ни једног нема праведног;
૧૦જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; ‘કોઈ ન્યાયી નથી, એક પણ નથી;
11 Ни једног нема разумног, и ни једног који тражи Бога;
૧૧સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;
12 Сви се уклонише и заједно неваљали посташе: нема га који чини добро, нема ни једног циглог.
૧૨તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી
13 Њихово је грло гроб отворен, језицима својим варају, и јед је аспидин под уснама њиховим.
૧૩તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે!
14 Њихова су уста пуна клетве и горчине.
૧૪તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે;
15 Њихове су ноге брзе да проливају крв.
૧૫તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે;
16 На путевима је њиховим раскопавање и невоља;
૧૬તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે;
17 И пут мирни не познаше.
૧૭શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી
18 Нема страха Божијег пред очима њиховим.
૧૮તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.’”
19 А знамо да оно што закон говори, говори онима који су у закону, да се свака уста затисну, и сав свет да буде крив Богу;
૧૯હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું માનવજગત ઈશ્વરની આગળ દોષિત ઠરે.
20 Јер се делима закона ни једно тело неће оправдати пред Њим; јер кроз закон долази познање греха.
૨૦કેમ કે તેની આગળ કોઈ મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કેમ કે નિયમ દ્વારા તો પાપ વિષે સમજ પડે છે.
21 А сад се без закона јави правда Божија, посведочена од закона и од пророка;
૨૧પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જે નિયમશાસ્ત્રને આધારિત નથી, અને જેની ખાતરી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે;
22 А правда Божија вером Исуса Христа у све и на све који верују; јер нема разлике.
૨૨એટલે ઈશ્વરનું ન્યાયીપણું, જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે તે; કેમ કે એમાં કંઈ પણ તફાવત નથી.
23 Јер сви сагрешише и изгубили славу Божију,
૨૩કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરાં રહે છે;
24 И оправдаће се за бадава благодаћу Његовом, откупом Исуса Христа.
૨૪પણ ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે, તેમની મારફતે ઈશ્વરની કૃપાએ તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે.
25 Ког постави Бог очишћење вером у крви Његовој да покаже своју правду опроштењем пређашњих греха;
૨૫ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી લોકો માટે પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યાં, કે જેથી અગાઉ થયેલાં પાપની માફી અપાઈ તે વિષે તે પોતાનું ન્યાયીપણું બતાવે;
26 У подношењу Божијем, да покаже правду своју у садашње време да је Он праведан и да правда оног који је од вере Исусове.
૨૬એટલે કે વર્તમાન સમયમાં તે ઈશ્વરની ધીરજમાં પોતાનું ન્યાયીપણું પ્રદર્શિત કરે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.
27 Где је, дакле, хвала? Прође. Каквим законом? Је ли законом дела? Не, него законом вере.
૨૭તો આત્મપ્રશંસા કરવાનું ક્યાં રહ્યું? તેનો સમાવેશ નથી. કયા નિયમથી? શું કરણીના? ના, પણ વિશ્વાસના નિયમથી.
28 Мислимо дакле да ће се човек оправдати вером без дела закона.
૨૮માટે અમે એવું સમજીએ છીએ કે, મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓ વગર વિશ્વાસથી ન્યાયી ઠરે છે.
29 Или је само јеврејски Бог, а не и незнабожачки? Да, и незнабожачки.
૨૯નહિ તો શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું બિનયહૂદીઓના પણ નથી? હા, બિનયહૂદીઓના પણ છે;
30 Јер је Један Бог који ће оправдати обрезање из вере и необрезање вером.
૩૦કારણ કે ઈશ્વર એક જ છે કે તે સુન્નતીને અને બેસુન્નતીને પણ વિશ્વાસદ્વારા ન્યાયી ઠરાવશે.
31 Кваримо ли дакле закон вером? Боже сачувај! Него га још утврђујемо.
૩૧ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને રદબાતલ કરીએ છીએ? ના, એવું ન થાઓ, તેથી ઊલટું અમે તો નિયમશાસ્ત્રને પ્રસ્થાપિત કરીએ છીએ.

< Римљанима 3 >