< Књига пророка Исаије 2 >

1 Реч која дође у утвари Исаији сину Амосовом за Јуду и за Јерусалим.
આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી સંદર્શનમાં જે વાત પ્રગટ થઈ તે.
2 Биће у потоња времена гора дома Господњег утврђена уврх гора и узвишена изнад хумова, и стицаће се к њој сви народи.
છેલ્લાં દિવસોમાં, યહોવાહના ઘરનો પર્વત બીજા પર્વતો કરતાં ઊંચો સ્થાપન થશે અને તેને શિખરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવેશ કરશે.
3 И ићи ће многи народи говорећи: Ходите да идемо на гору Господњу, у дом Бога Јаковљевог, и учиће нас својим путевима, и ходићемо стазама Његовим. Јер ће из Сиона изаћи закон, и реч Господња из Јерусалима.
ઘણા લોકો જઈને કહેશે, “ચાલો, આપણે યહોવાહના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના ઘર પાસે ચઢી જઈએ, જેથી તે આપણને તેમના માર્ગ શીખવશે અને આપણે તેમના માર્ગમાં ચાલીશું.” કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી અને યહોવાહનાં વચન યરુશાલેમમાંથી નીકળશે
4 И судиће међу народима, и караће многе народе, те ће расковати мачеве своје на раонике, и копља своја на српове, неће дизати мача народ на народ, нити ће се више учити боју.
તે વિદેશીઓમાં ઇનસાફ કરશે અને ઘણા લોકોનો ન્યાય કરશે; તેઓ પોતાની તલવારોને ટીપીને હળના ફળાં અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તલવાર ઉગામશે નહિ અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.
5 Доме Јаковљев, ходи да идемо по светлости Господњој.
હે યાકૂબના વંશજો, આવો, આપણે યહોવાહના પ્રકાશમાં ચાલીએ.
6 Али си оставио свој народ, дом Јаковљев, јер су пуни зала источних и гатају као Филистеји, и мили су им синови туђински.
કેમ કે તમે તમારા લોકોને, એટલે યાકૂબના સંતાનોને તજી દીધા છે, કારણ કે તેઓ પૂર્વ તરફના દેશોના રિવાજોથી ભરપૂર અને પલિસ્તીઓની જેમ શકુન જોનારા થયા છે અને તેઓ વિદેશીઓનાં સંતાનો સાથે હાથ મિલાવે છે.
7 И земља је њихова пуна сребра и злата, и благу њиховом нема краја; земља је њихова пуна коња, и колима њиховим нема краја.
તેઓની ભૂમિ સોનાચાંદીથી ભરપૂર છે, તેઓના ખજાનાનો કોઈ પાર નથી; તેઓનો દેશ ઘોડાઓથી ભરપૂર છે અને તેઓના રથોનો કોઈ પાર નથી.
8 Пуна је земља њихова идола; делу руку својих клањају се, што начинише прсти њихови.
વળી તેઓનો દેશ મૂર્તિઓથી ભરપૂર છે; તેઓ પોતાને હાથે બનાવેલી વસ્તુને, પોતાની આંગળીઓએ જે બનાવ્યું છે તેને પૂજે છે.
9 И клањају се прости људи, и савијају се главни људи; немој им опростити.
તે લોકો ઘૂંટણે પડશે અને દરેક વ્યક્તિને નીચા નમાવવામાં આવશે. તેથી તેમનો સ્વીકાર કરશો નહિ.
10 Уђи у стену, и сакриј се у прах од страха Господњег и од славе величанства Његовог.
૧૦યહોવાહના ભયથી અને તેમના માહાત્મ્યના પ્રતાપથી બચવા, ખડકોમાં શરણ શોધો અને જમીનમાં સંતાઈ જાઓ.
11 Поносите очи човечје понизиће се, и висина људска угнуће се, а Господ ће сам бити узвишен у онај дан.
૧૧માણસની ગર્વિષ્ઠ દૃષ્ટિ નીચી કરવામાં આવશે અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને તે દિવસે એકલા યહોવાહ જ શ્રેષ્ઠ મનાશે.
12 Јер ће доћи дан Господа над војскама на све охоле и поносите и на сваког који се подиже, те ће бити понижени,
૧૨કેમ કે તે સૈન્યોના યહોવાહનો દિવસ આવશે તે દરેક વિરુદ્ધ જે ગર્વિષ્ઠ તથા મગરૂર છે અને દરેક જે અભિમાની છે, તે સર્વને નમાવવામાં આવશે.
13 И на све кедре ливанске велике и високе и на све храстове васанске,
૧૩લબાનોનનાં સર્વ મોટાં અને ઊંચાં થયેલાં દેવદાર વૃક્ષો પર અને બાશાનના સર્વ એલોન વૃક્ષો પર;
14 И на све горе високе и на све хумове издигнуте,
૧૪અને સર્વ મોટા પર્વતો પર અને સર્વ ઊંચા ટેકરાઓ પર;
15 И на сваку кулу високу и на сваки зид тврди,
૧૫અને સર્વ ઊંચા મિનારા પર અને દરેક કિલ્લાના કોટ પર;
16 И на све лађе тарсиске и на све ликове миле.
૧૬અને તાર્શીશના સર્વ વહાણો પર અને દરેક સઢવાળાં જહાજો પર તે દિવસે આવનાર છે.
17 Тада ће се поноситост људска угнути и висина се људска понизити, и Господ ће сам бити узвишен у онај дан.
૧૭તે દિવસે, માણસનો ગર્વ ઉતારવામાં આવશે અને પુરુષોનું અભિમાન જતું રહેશે; એકલા યહોવાહ તે દિવસે શ્રેષ્ઠ મનાશે.
18 И идола ће нестати сасвим.
૧૮મૂર્તિઓ તો બિલકુલ નાબૂદ થઈ જશે.
19 И људи ће ићи у пећине камене и у рупе земаљске од страха Господњег и од славе величанства Његовог, кад устане да потре земљу.
૧૯યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે, ત્યારે તેમના ભયથી તથા તેમના મહિમાના ગૌરવથી બચવા, માણસો ખડકોની ગુફાઓમાં અને ભૂમિની બખોલમાં સંતાઈ જશે.
20 Тада ће бацити човек идоле своје сребрне и идоле своје златне, које начини себи да им се клања, кртицама и слепим мишевима,
૨૦તે દિવસે માણસ, ભજવા માટે પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને, છછૂંદર તથા ચામાચિડિયા પાસે ફેંકી દેશે.
21 Улазећи у раселине камене и у пећине камене од страха Господњег и од славе величанства Његовог, кад устане да потре земљу.
૨૧જ્યારે યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેના રોષથી અને તેના મહિમાના ગૌરવથી બચવા, લોકો પર્વતોની ગુફાઓમાં અને ખડકોની તિરાડોમાં ભરાઈ જશે.
22 Прођите се човека, коме је дах у носу; јер шта вреди?
૨૨માણસનો ભરોસો છોડી દો, કેમ કે તેના શ્વાસ તેના નસકોરામાં છે; તે શી ગણતરીમાં છે?

< Књига пророка Исаије 2 >