< Галатима 6 >

1 Браћо! Ако и упадне човек у какав грех, ви духовни исправљајте таквога духом кротости, чувајући себе да и ти не будеш искушан.
ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તેઓ નમ્રભાવે તેને સાચા માર્ગે પાછો લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે.
2 Носите бремена један другог, и тако ћете испунити закон Христов.
તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તનાં નિયમનું સંપૂર્ણ પાલન કરો.
3 Јер ако ко мисли да је шта, а није ништа, умом вара себе.
કેમ કે જયારે કોઈ પોતે નજીવો હોવા છતાં, હું મોટો છું, એવું ધારે છે, તો તે પોતાને છેતરે છે.
4 А сваки да испита своје дело, и тада ће сам у себи имати славу, а не у другом.
દરેક માણસે પોતાનાં આચરણ તપાસવાં, અને ત્યારે તેને બીજાકોઈ વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.
5 Јер ће сваки своје бреме носити.
કેમ કે દરેકે પોતાનો બોજ ઊંચકવો પડશે.
6 А који се учи речи нека даје део од сваког добра ономе који га учи.
સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુમાંથી હિસ્સો આપવો.
7 Не варајте се: Бог се не да ружити; јер шта човек посеје оно ће и пожњети.
યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે;
8 Јер који сеје у тело своје, од тела ће пожњети погибао; а који сеје у дух, од духа ће пожњети живот вечни. (aiōnios g166)
કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે. (aiōnios g166)
9 А добро чинити да нам се не досади; јер ћемо у своје време пожњети ако се не уморимо.
તો આપણે સારું કરતાં થાકવું નહિ; કેમ કે જો કાયર નહિ થઈએ, તો યોગ્ય સમયે લણીશું.
10 Зато дакле док имамо времена да чинимо добро свакоме, а особити онима који су с нама у вери.
૧૦એ માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરીએ.
11 Видите колико вам написах руком својом!
૧૧જુઓ, હું મારા હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું.
12 Који хоће да се хвале по телу они вас нагоне да се обрезујете, само да не буду гоњени за крст Христов.
૧૨જેઓ દેહ વિષે પોતાને જેટલાં સારા બતાવવા ચાહે છે, તેટલાં ખ્રિસ્તનાં વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરવાની ફરજ પાડે છે.
13 Јер ни они сами који се обрезују не држе закон, него хоће да се ви обрезујете да се вашим телом хвале.
૧૩કેમ કે જેઓ સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમશાસ્ત્રને પાળતા નથી; પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે, એ માટે તેઓ તમારી સુન્નત થાય એવો આગ્રહ રાખે છે.
14 А ја Боже сачувај да се чим другим хвалим осми крстом Господа нашег Исуса Христа, ког ради разапе се мени свет, и ја свету.
૧૪પણ એવું ન થાઓ કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભ વગર હું બીજા કશામાં અભિમાન કરું, જેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે અને જગત માટે હું.
15 Јер у Христу Исусу нити шта помаже обрезање ни необрезање, него нова твар.
૧૫કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી; પણ નવી ઉત્પત્તિ જ કામની છે.
16 И колико их год по овом правилу живе, на њима биће мир и милост, и на Израиљу Божијем.
૧૬જેટલાં આ નિયમ પ્રમાણે ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા દયા હો.
17 Више да ми нико не досађује, јер ја ране Господа Исуса на телу свом носим.
૧૭હવેથી કોઈ મને તસ્દી ન દે, કેમ કે પ્રભુ ઈસુનાં ચિહ્ન મારા શરીરમાં અપનાવેલાં છે.
18 Благодат Господа нашег Исуса Христа са духом вашим, браћо. Амин.
૧૮ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.

< Галатима 6 >