< લૂકઃ 3 >

1 અનન્તરં તિબિરિયકૈસરસ્ય રાજત્વસ્ય પઞ્ચદશે વત્સરે સતિ યદા પન્તીયપીલાતો યિહૂદાદેશાધિપતિ ર્હેરોદ્ તુ ગાલીલ્પ્રદેશસ્ય રાજા ફિલિપનામા તસ્ય ભ્રાતા તુ યિતૂરિયાયાસ્ત્રાખોનીતિયાપ્રદેશસ્ય ચ રાજાસીત્ લુષાનીયનામા અવિલીનીદેશસ્ય રાજાસીત્
હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વર્ષે, જયારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ, તથા હેરોદ ગાલીલનો રાજ્યકર્તા તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજ્યકર્તા તથા લુસાનિયસ આબીલેનેનો રાજ્યકર્તા હતો
2 હાનન્ કિયફાશ્ચેમૌ પ્રધાનયાજાકાવાસ્તાં તદાનીં સિખરિયસ્ય પુત્રાય યોહને મધ્યેપ્રાન્તરમ્ ઈશ્વરસ્ય વાક્યે પ્રકાશિતે સતિ
આન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા ત્યારે ઝખાર્યાનાં દીકરા યોહાનની પાસે ઈશ્વરનું વચન અરણ્યમાં આવ્યું.
3 સ યર્દ્દન ઉભયતટપ્રદેશાન્ સમેત્ય પાપમોચનાર્થં મનઃપરાવર્ત્તનસ્ય ચિહ્નરૂપં યન્મજ્જનં તદીયાઃ કથાઃ સર્વ્વત્ર પ્રચારયિતુમારેભે|
તે યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો.
4 યિશયિયભવિષ્યદ્વક્તૃગ્રન્થે યાદૃશી લિપિરાસ્તે યથા, પરમેશસ્ય પન્થાનં પરિષ્કુરુત સર્વ્વતઃ| તસ્ય રાજપથઞ્ચૈવ સમાનં કુરુતાધુના|
યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખ્યું છે તેમ કે, ‘અરણ્યમાં ઘાંટો કરનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો;
5 કારિષ્યન્તે સમુચ્છ્રાયાઃ સકલા નિમ્નભૂમયઃ| કારિષ્યન્તે નતાઃ સર્વ્વે પર્વ્વતાશ્ચોપપર્વ્વતાઃ| કારિષ્યન્તે ચ યા વક્રાસ્તાઃ સર્વ્વાઃ સરલા ભુવઃ| કારિષ્યન્તે સમાનાસ્તા યા ઉચ્ચનીચભૂમયઃ|
દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચાં કરાશે, વાંકું સીધું કરાશે અને ખાડા ટેકરાવાળાં માર્ગ સપાટ કરવામાં આવશે.
6 ઈશ્વરેણ કૃતં ત્રાણં દ્રક્ષ્યન્તિ સર્વ્વમાનવાઃ| ઇત્યેતત્ પ્રાન્તરે વાક્યં વદતઃ કસ્યચિદ્ રવઃ||
સઘળાં મનુષ્યો ઈશ્વરનો ઉદ્ધાર જોશે.’”
7 યે યે લોકા મજ્જનાર્થં બહિરાયયુસ્તાન્ સોવદત્ રે રે સર્પવંશા આગામિનઃ કોપાત્ પલાયિતું યુષ્માન્ કશ્ચેતયામાસ?
તેનાથી બાપ્તિસ્મા પામવાને આવતા ઘણાં લોકોને યોહાને કહ્યું કે, ‘ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?
8 તસ્માદ્ ઇબ્રાહીમ્ અસ્માકં પિતા કથામીદૃશીં મનોભિ ર્ન કથયિત્વા યૂયં મનઃપરિવર્ત્તનયોગ્યં ફલં ફલત; યુષ્માનહં યથાર્થં વદામિ પાષાણેભ્ય એતેભ્ય ઈશ્વર ઇબ્રાહીમઃ સન્તાનોત્પાદને સમર્થઃ|
તો પસ્તાવો કરનારને શોભે તેવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે, ઇબ્રાહિમ અમારા પિતા છે,’ કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને સારુ સંતાન ઉત્પન્ન કરી શકે છે.’”
9 અપરઞ્ચ તરુમૂલેઽધુનાપિ પરશુઃ સંલગ્નોસ્તિ યસ્તરુરુત્તમં ફલં ન ફલતિ સ છિદ્યતેઽગ્નૌ નિક્ષિપ્યતે ચ|
વળી હમણાં કુહાડો વૃક્ષોની જડ પર છે, માટે દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.’”
10 તદાનીં લોકાસ્તં પપ્રચ્છુસ્તર્હિ કિં કર્ત્તવ્યમસ્માભિઃ?
૧૦લોકોએ યોહાનને પૂછ્યું, ‘ત્યારે અમારે શું કરવું?’”
11 તતઃ સોવાદીત્ યસ્ય દ્વે વસને વિદ્યેતે સ વસ્ત્રહીનાયૈકં વિતરતુ કિંઞ્ચ યસ્ય ખાદ્યદ્રવ્યં વિદ્યતે સોપિ તથૈવ કરોતુ|
૧૧તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એક પણ નથી તેને આપે; જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે.’”
12 તતઃ પરં કરસઞ્ચાયિનો મજ્જનાર્થમ્ આગત્ય પપ્રચ્છુઃ હે ગુરો કિં કર્ત્તવ્યમસ્માભિઃ?
૧૨દાણીઓ પણ બાપ્તિસ્મા પામવા સારુ આવ્યા, ને તેને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમારે શું કરવું?’”
13 તતઃ સોકથયત્ નિરૂપિતાદધિકં ન ગૃહ્લિત|
૧૩તેણે તેઓને કહ્યું કે, “જે તમારે સારુ નિયત કરાયેલો કર છે, તે કરતાં વધારે જબરદસ્તીથી ન લો.”
14 અનન્તરં સેનાગણ એત્ય પપ્રચ્છ કિમસ્માભિ ર્વા કર્ત્તવ્યમ્? તતઃ સોભિદધે કસ્ય કામપિ હાનિં મા કાર્ષ્ટ તથા મૃષાપવાદં મા કુરુત નિજવેતનેન ચ સન્તુષ્ય તિષ્ઠત|
૧૪સૈનિકોએ પણ તેને પૂછતાં કહ્યું કે, ‘અમારે શું કરવું?’ તેણે તેઓને કહ્યું કે, ‘જબરદસ્તીથી કોઈની પાસેથી પૈસા પડાવો નહિ. અને કોઈની ઉપર જૂઠા આરોપો ન મૂકો. તમારા પગારથી સંતોષી રહો.’”
15 અપરઞ્ચ લોકા અપેક્ષયા સ્થિત્વા સર્વ્વેપીતિ મનોભિ ર્વિતર્કયાઞ્ચક્રુઃ, યોહનયમ્ અભિષિક્તસ્ત્રાતા ન વેતિ?
૧૫લોકો ખ્રિસ્તની રાહ જોતાં હતા, અને સઘળા યોહાન સંબંધી પોતાના મનમાં વિચાર કરતા હતા કે, ‘એ ખ્રિસ્ત હશે કે નહિ;’
16 તદા યોહન્ સર્વ્વાન્ વ્યાજહાર, જલેઽહં યુષ્માન્ મજ્જયામિ સત્યં કિન્તુ યસ્ય પાદુકાબન્ધનં મોચયિતુમપિ ન યોગ્યોસ્મિ તાદૃશ એકો મત્તો ગુરુતરઃ પુમાન્ એતિ, સ યુષ્માન્ વહ્નિરૂપે પવિત્ર આત્મનિ મજ્જયિષ્યતિ|
૧૬ત્યારે યોહાને ઉત્તર આપતાં સર્વને કહ્યું કે, ‘હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતાં જે સામર્થ્યવાન છે તે આવે છે, તેમના ચંપલની દોરી છોડવાને પણ હું યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે.
17 અપરઞ્ચ તસ્ય હસ્તે શૂર્પ આસ્તે સ સ્વશસ્યાનિ શુદ્ધરૂપં પ્રસ્ફોટ્ય ગોધૂમાન્ સર્વ્વાન્ ભાણ્ડાગારે સંગ્રહીષ્યતિ કિન્તુ બૂષાણિ સર્વ્વાણ્યનિર્વ્વાણવહ્નિના દાહયિષ્યતિ|
૧૭તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને ઘઉં તે પોતાની વખારમાં ભરશે; પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.’”
18 યોહન્ ઉપદેશેનેત્થં નાનાકથા લોકાનાં સમક્ષં પ્રચારયામાસ|
૧૮તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.
19 અપરઞ્ચ હેરોદ્ રાજા ફિલિપ્નામ્નઃ સહોદરસ્ય ભાર્ય્યાં હેરોદિયામધિ તથાન્યાનિ યાનિ યાનિ કુકર્મ્માણિ કૃતવાન્ તદધિ ચ
૧૯યોહાને હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કરવા બદલ તથા બીજા ઘણાં ખરાબ કામો કરવા બદલ ઠપકો આપ્યો,
20 યોહના તિરસ્કૃતો ભૂત્વા કારાગારે તસ્ય બન્ધનાદ્ અપરમપિ કુકર્મ્મ ચકાર|
૨૦એ બધાં ઉપરાંત તેણે યોહાનને જેલમાં પૂર્યો.
21 ઇતઃ પૂર્વ્વં યસ્મિન્ સમયે સર્વ્વે યોહના મજ્જિતાસ્તદાનીં યીશુરપ્યાગત્ય મજ્જિતઃ|
૨૧સર્વ લોક બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા, એટલામાં સ્વર્ગ ઊઘડી ગયું;
22 તદનન્તરં તેન પ્રાર્થિતે મેઘદ્વારં મુક્તં તસ્માચ્ચ પવિત્ર આત્મા મૂર્ત્તિમાન્ ભૂત્વા કપોતવત્ તદુપર્ય્યવરુરોહ; તદા ત્વં મમ પ્રિયઃ પુત્રસ્ત્વયિ મમ પરમઃ સન્તોષ ઇત્યાકાશવાણી બભૂવ|
૨૨અને પવિત્ર આત્મા કબૂતરનાં રૂપે તેમના પર ઊતર્યા; અને સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’”
23 તદાનીં યીશુઃ પ્રાયેણ ત્રિંશદ્વર્ષવયસ્ક આસીત્| લૌકિકજ્ઞાને તુ સ યૂષફઃ પુત્રઃ,
૨૩ઈસુ પોતે બોધ કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા, અને લોકોના ધાર્યા પ્રમાણે તે યૂસફના દીકરા હતા, જે હેલીનો દીકરો,
24 યૂષફ્ એલેઃ પુત્રઃ, એલિર્મત્તતઃ પુત્રઃ, મત્તત્ લેવેઃ પુત્રઃ, લેવિ ર્મલ્કેઃ પુત્રઃ, મલ્કિર્યાન્નસ્ય પુત્રઃ; યાન્નો યૂષફઃ પુત્રઃ|
૨૪મથ્થાતનો, જે લેવીનો, જે મલ્ખીનો, જે યન્નયનો, જે યૂસફનો.
25 યૂષફ્ મત્તથિયસ્ય પુત્રઃ, મત્તથિય આમોસઃ પુત્રઃ, આમોસ્ નહૂમઃ પુત્રઃ, નહૂમ્ ઇષ્લેઃ પુત્રઃ ઇષ્લિર્નગેઃ પુત્રઃ|
૨૫જે મત્તિયાનો, જે આમોસનો, જે નાહૂમનો, જે હેસ્લીનો, જે નગ્ગયનો,
26 નગિર્માટઃ પુત્રઃ, માટ્ મત્તથિયસ્ય પુત્રઃ, મત્તથિયઃ શિમિયેઃ પુત્રઃ, શિમિયિર્યૂષફઃ પુત્રઃ, યૂષફ્ યિહૂદાઃ પુત્રઃ|
૨૬જે માહથનો, જે મત્તિયાનો, જે શિમઈનો, જે યોસેખનો, જે યોદાનો.
27 યિહૂદા યોહાનાઃ પુત્રઃ, યોહાના રીષાઃ પુત્રઃ, રીષાઃ સિરુબ્બાબિલઃ પુત્રઃ, સિરુબ્બાબિલ્ શલ્તીયેલઃ પુત્રઃ, શલ્તીયેલ્ નેરેઃ પુત્રઃ|
૨૭જે યોહાનાનનો, જે રેસાનો, જે ઝરુબ્બાબેલનો, જે શાલ્તીએલનો, જે નેરીનો,
28 નેરિર્મલ્કેઃ પુત્રઃ, મલ્કિઃ અદ્યઃ પુત્રઃ, અદ્દી કોષમઃ પુત્રઃ, કોષમ્ ઇલ્મોદદઃ પુત્રઃ, ઇલ્મોદદ્ એરઃ પુત્રઃ|
૨૮જે મલ્ખીનો, જે અદ્દીનો, જે કોસામનો, જે અલ્માદામનો, જે એરનો,
29 એર્ યોશેઃ પુત્રઃ, યોશિઃ ઇલીયેષરઃ પુત્રઃ, ઇલીયેષર્ યોરીમઃ પુત્રઃ, યોરીમ્ મત્તતઃ પુત્રઃ, મત્તત લેવેઃ પુત્રઃ|
૨૯જે યહોશુઆનો, જે એલીએઝેરનો, જે યોરીમનો, જે મથ્થાતનો, જે લેવીનો.
30 લેવિઃ શિમિયોનઃ પુત્રઃ, શિમિયોન્ યિહૂદાઃ પુત્રઃ, યિહૂદા યૂષુફઃ પુત્રઃ, યૂષુફ્ યોનનઃ પુત્રઃ, યાનન્ ઇલીયાકીમઃ પુત્રઃ|
૩૦જે શિમયોનનો, જે યહૂદાનો, જે યૂસફનો, જે યોનામનો, જે એલિયાકીમનો,
31 ઇલિયાકીમ્ઃ મિલેયાઃ પુત્રઃ, મિલેયા મૈનનઃ પુત્રઃ, મૈનન્ મત્તત્તસ્ય પુત્રઃ, મત્તત્તો નાથનઃ પુત્રઃ, નાથન્ દાયૂદઃ પુત્રઃ|
૩૧જે મલેયાનો, જે મિન્નાનો, જે મત્તાથાનો, જે નાથાનનો, જે દાઉદનો,
32 દાયૂદ્ યિશયઃ પુત્રઃ, યિશય ઓબેદઃ પુત્ર, ઓબેદ્ બોયસઃ પુત્રઃ, બોયસ્ સલ્મોનઃ પુત્રઃ, સલ્મોન્ નહશોનઃ પુત્રઃ|
૩૨જે યિશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલ્મોનનો, જે નાહશોનનો.
33 નહશોન્ અમ્મીનાદબઃ પુત્રઃ, અમ્મીનાદબ્ અરામઃ પુત્રઃ, અરામ્ હિષ્રોણઃ પુત્રઃ, હિષ્રોણ્ પેરસઃ પુત્રઃ, પેરસ્ યિહૂદાઃ પુત્રઃ|
૩૩જે આમ્મીનાદાબનો, જે અદમીનનો, જે અર્નીનો, જે હેસ્રોનનો, જે પેરેસનો, જે યહૂદાનો,
34 યિહૂદા યાકૂબઃ પુત્રઃ, યાકૂબ્ ઇસ્હાકઃ પુત્રઃ, ઇસ્હાક્ ઇબ્રાહીમઃ પુત્રઃ, ઇબ્રાહીમ્ તેરહઃ પુત્રઃ, તેરહ્ નાહોરઃ પુત્રઃ|
૩૪જે યાકૂબનો, જે ઇસહાકનો, જે ઇબ્રાહિમનો, જે તેરાહનો, જે નાહોરનો,
35 નાહોર્ સિરુગઃ પુત્રઃ, સિરુગ્ રિય્વઃ પુત્રઃ, રિયૂઃ પેલગઃ પુત્રઃ, પેલગ્ એવરઃ પુત્રઃ, એવર્ શેલહઃ પુત્રઃ|
૩૫જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો.
36 શેલહ્ કૈનનઃ પુત્રઃ, કૈનન્ અર્ફક્ષદઃ પુત્રઃ, અર્ફક્ષદ્ શામઃ પુત્રઃ, શામ્ નોહઃ પુત્રઃ, નોહો લેમકઃ પુત્રઃ|
૩૬જે કેનાનનો, જે અર્ફાક્ષદનો, જે શેમનો, જે નૂહનો, જે લામેખનો,
37 લેમક્ મિથૂશેલહઃ પુત્રઃ, મિથૂશેલહ્ હનોકઃ પુત્રઃ, હનોક્ યેરદઃ પુત્રઃ, યેરદ્ મહલલેલઃ પુત્રઃ, મહલલેલ્ કૈનનઃ પુત્રઃ|
૩૭જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો,
38 કૈનન્ ઇનોશઃ પુત્રઃ, ઇનોશ્ શેતઃ પુત્રઃ, શેત્ આદમઃ પુત્ર, આદમ્ ઈશ્વરસ્ય પુત્રઃ|
૩૮જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો દીકરો હતો.

< લૂકઃ 3 >