< ૧ કરિન્થિનઃ 2 >

1 હે ભ્રાતરો યુષ્મત્સમીપે મમાગમનકાલેઽહં વક્તૃતાયા વિદ્યાયા વા નૈપુણ્યેનેશ્વરસ્ય સાક્ષ્યં પ્રચારિતવાન્ તન્નહિ;
ભાઈઓ, હું જયારે તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરવા હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો.
2 યતો યીશુખ્રીષ્ટં તસ્ય ક્રુશે હતત્વઞ્ચ વિના નાન્યત્ કિમપિ યુષ્મન્મધ્યે જ્ઞાપયિતું વિહિતં બુદ્ધવાન્|
કેમ કે ઈસુ ખ્રિસ્ત, જે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો હતો.
3 અપરઞ્ચાતીવ દૌર્બ્બલ્યભીતિકમ્પયુક્તો યુષ્માભિઃ સાર્દ્ધમાસં|
હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી ધ્રૂજારીમાં તમારી સાથે રહ્યો હતો.
4 અપરં યુષ્માકં વિશ્વાસો યત્ માનુષિકજ્ઞાનસ્ય ફલં ન ભવેત્ કિન્ત્વીશ્વરીયશક્તેઃ ફલં ભવેત્,
મારી વાતનો તથા મારા પ્રચારનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નિર્ભર નહોતો, પણ પવિત્ર આત્માનાં તથા સામર્થ્યના પ્રમાણ પર હતો
5 તદર્થં મમ વક્તૃતા મદીયપ્રચારશ્ચ માનુષિકજ્ઞાનસ્ય મધુરવાક્યસમ્બલિતૌ નાસ્તાં કિન્ત્વાત્મનઃ શક્તેશ્ચ પ્રમાણયુક્તાવાસ્તાં|
કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.
6 વયં જ્ઞાનં ભાષામહે તચ્ચ સિદ્ધલોકૈ ર્જ્ઞાનમિવ મન્યતે, તદિહલોકસ્ય જ્ઞાનં નહિ, ઇહલોકસ્ય નશ્વરાણામ્ અધિપતીનાં વા જ્ઞાનં નહિ; (aiōn g165)
જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ; પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહિ; (aiōn g165)
7 કિન્તુ કાલાવસ્થાયાઃ પૂર્વ્વસ્માદ્ યત્ જ્ઞાનમ્ અસ્માકં વિભવાર્થમ્ ઈશ્વરેણ નિશ્ચિત્ય પ્રચ્છન્નં તન્નિગૂઢમ્ ઈશ્વરીયજ્ઞાનં પ્રભાષામહે| (aiōn g165)
પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ. (aiōn g165)
8 ઇહલોકસ્યાધિપતીનાં કેનાપિ તત્ જ્ઞાનં ન લબ્ધં, લબ્ધે સતિ તે પ્રભાવવિશિષ્ટં પ્રભું ક્રુશે નાહનિષ્યન્| (aiōn g165)
આ જમાનાનાં અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાન ની સમજ નથી; કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યાં ન હોત. (aiōn g165)
9 તદ્વલ્લિખિતમાસ્તે, નેત્રેણ ક્કાપિ નો દૃષ્ટં કર્ણેનાપિ ચ ન શ્રુતં| મનોમધ્યે તુ કસ્યાપિ ન પ્રવિષ્ટં કદાપિ યત્| ઈશ્વરે પ્રીયમાણાનાં કૃતે તત્ તેન સઞ્ચિતં|
પણ લખેલું છે કે, “જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે.
10 અપરમીશ્વરઃ સ્વાત્મના તદસ્માકં સાક્ષાત્ પ્રાકાશયત્; યત આત્મા સર્વ્વમેવાનુસન્ધત્તે તેન ચેશ્વરસ્ય મર્મ્મતત્ત્વમપિ બુધ્યતે|
૧૦તે તો ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી આપણને પ્રગટ કર્યા છે;” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા વિચારો ને પણ શોધે છે.
11 મનુજસ્યાન્તઃસ્થમાત્માનં વિના કેન મનુજેન તસ્ય મનુજસ્ય તત્ત્વં બુધ્યતે? તદ્વદીશ્વરસ્યાત્માનં વિના કેનાપીશ્વરસ્ય તત્ત્વં ન બુધ્યતે|
૧૧કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયો માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી.
12 વયઞ્ચેહલોકસ્યાત્માનં લબ્ધવન્તસ્તન્નહિ કિન્ત્વીશ્વરસ્યૈવાત્માનં લબ્ધવન્તઃ, તતો હેતોરીશ્વરેણ સ્વપ્રસાદાદ્ અસ્મભ્યં યદ્ યદ્ દત્તં તત્સર્વ્વમ્ અસ્માભિ ર્જ્ઞાતું શક્યતે|
૧૨પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ; જેથી ઈશ્વરે આપણને જે બાબતો આપેલી છે તે અમે જાણીએ છીએ.
13 તચ્ચાસ્માભિ ર્માનુષિકજ્ઞાનસ્ય વાક્યાનિ શિક્ષિત્વા કથ્યત ઇતિ નહિ કિન્ત્વાત્મતો વાક્યાનિ શિક્ષિત્વાત્મિકૈ ર્વાક્યૈરાત્મિકં ભાવં પ્રકાશયદ્ભિઃ કથ્યતે|
૧૩તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આત્મિક બાબતોને આત્મિક ભાષાથી સમજાવીએ છીએ.
14 પ્રાણી મનુષ્ય ઈશ્વરીયાત્મનઃ શિક્ષાં ન ગૃહ્લાતિ યત આત્મિકવિચારેણ સા વિચાર્ય્યેતિ હેતોઃ સ તાં પ્રલાપમિવ મન્યતે બોદ્ધુઞ્ચ ન શક્નોતિ|
૧૪સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી.
15 આત્મિકો માનવઃ સર્વ્વાણિ વિચારયતિ કિન્તુ સ્વયં કેનાપિ ન વિચાર્ય્યતે|
૧૫પણ જે માણસ આત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી.
16 યત ઈશ્વરસ્ય મનો જ્ઞાત્વા તમુપદેષ્ટું કઃ શક્નોતિ? કિન્તુ ખ્રીષ્ટસ્ય મનોઽસ્માભિ ર્લબ્ધં|
૧૬કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે.

< ૧ કરિન્થિનઃ 2 >