< মথিঃ 14 >

1 তদানীং ৰাজা হেৰোদ্ যীশো ৰ্যশঃ শ্ৰুৎৱা নিজদাসেযান্ জগাদ্,
તે સમયે ગાલીલના રાજ્યકર્તા હેરોદે ઈસુની કીર્તિ સાંભળી.
2 এষ মজ্জযিতা যোহন্, প্ৰমিতেভযস্তস্যোত্থানাৎ তেনেত্থমদ্ভুতং কৰ্ম্ম প্ৰকাশ্যতে|
તેમણે પોતાના ચાકરોને કહ્યું કે, “આ તો યોહાન બાપ્તિસ્મા કરનાર છે; તે મૃત્યુમાંથી સજીવન થયો છે, એ માટે એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.”
3 পুৰা হেৰোদ্ নিজভ্ৰাতু: ফিলিপো জাযাযা হেৰোদীযাযা অনুৰোধাদ্ যোহনং ধাৰযিৎৱা বদ্ধা কাৰাযাং স্থাপিতৱান্|
કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો અને તેને બાંધીને જેલમાં નાખ્યો હતો.
4 যতো যোহন্ উক্তৱান্, এৎসযাঃ সংগ্ৰহো ভৱতো নোচিতঃ|
કેમ કે યોહાને તેને કહ્યું હતું કે, “તેને તારે પત્ની તરીકે રાખવી યોગ્ય નથી.”
5 তস্মাৎ নৃপতিস্তং হন্তুমিচ্ছন্নপি লোকেভ্যো ৱিভযাঞ্চকাৰ; যতঃ সৰ্ৱ্ৱে যোহনং ভৱিষ্যদ্ৱাদিনং মেনিৰে|
હેરોદ તેને મારી નાખવા ઇચ્છતો હતો, પણ લોકોથી તે બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક ગણતા હતા.
6 কিন্তু হেৰোদো জন্মাহীযমহ উপস্থিতে হেৰোদীযাযা দুহিতা তেষাং সমক্ষং নৃতিৎৱা হেৰোদমপ্ৰীণ্যৎ|
પણ હેરોદની વર્ષગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો.
7 তস্মাৎ ভূপতিঃ শপথং কুৰ্ৱ্ৱন্ ইতি প্ৰত্যজ্ঞাসীৎ, ৎৱযা যদ্ যাচ্যতে, তদেৱাহং দাস্যামি|
ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તે માગશે તે તેને અપાશે.
8 সা কুমাৰী স্ৱীযমাতুঃ শিক্ষাং লব্ধা বভাষে, মজ্জযিতুৰ্যোহন উত্তমাঙ্গং ভাজনে সমানীয মহ্যং ৱিশ্ৰাণয|
ત્યારે તેની માની સૂચના પ્રમાણે તે બોલી કે, “યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને થાળમાં આપો.”
9 ততো ৰাজা শুশোচ, কিন্তু ভোজনাযোপৱিশতাং সঙ্গিনাং স্ৱকৃতশপথস্য চানুৰোধাৎ তৎ প্ৰদাতুম আদিদেশ|
હવે રાજા દિલગીર થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે જમવા બેઠેલાઓને લીધે, તેણે તે આપવાનો હુકમ કર્યો.
10 ১০ পশ্চাৎ কাৰাং প্ৰতি নৰং প্ৰহিত্য যোহন উত্তমাঙ্গং ছিত্ত্ৱা
૧૦તેણે માણસોને મોકલીને યોહાનનું માથું જેલમાં કપાવ્યું.
11 ১১ তৎ ভাজন আনায্য তস্যৈ কুমাৰ্য্যৈ ৱ্যশ্ৰাণযৎ, ততঃ সা স্ৱজনন্যাঃ সমীপং তন্নিনায|
૧૧અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું.
12 ১২ পশ্চাৎ যোহনঃ শিষ্যা আগত্য কাযং নীৎৱা শ্মশানে স্থাপযামাসুস্ততো যীশোঃ সন্নিধিং ৱ্ৰজিৎৱা তদ্ৱাৰ্ত্তাং বভাষিৰে|
૧૨ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેનો મૃતદેહ ઉઠાવી લઈ જઈને તેને દફનાવ્યો અને જઈને ઈસુને ખબર આપી.
13 ১৩ অনন্তৰং যীশুৰিতি নিশভ্য নাৱা নিৰ্জনস্থানম্ একাকী গতৱান্, পশ্চাৎ মানৱাস্তৎ শ্ৰুৎৱা নানানগৰেভ্য আগত্য পদৈস্তৎপশ্চাদ্ ঈযুঃ|
૧૩ત્યારે ઈસુ એ સાંભળીને ત્યાંથી હોડીમાં એકાંત જગ્યાએ ગયા. લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા.
14 ১৪ তদানীং যীশু ৰ্বহিৰাগত্য মহান্তং জননিৱহং নিৰীক্ষ্য তেষু কাৰুণিকঃ মন্ তেষাং পীডিতজনান্ নিৰামযান্ চকাৰ|
૧૪ઈસુએ નીકળીને ઘણાં લોકોને જોયા, ત્યારે તેઓ પર તેમને અનુકંપા આવી; અને તેમણે તેઓમાંનાં માંદાઓને સાજાં કર્યા.
15 ১৫ ততঃ পৰং সন্ধ্যাযাং শিষ্যাস্তদন্তিকমাগত্য কথযাঞ্চক্ৰুঃ, ইদং নিৰ্জনস্থানং ৱেলাপ্যৱসন্না; তস্মাৎ মনুজান্ স্ৱস্ৱগ্ৰামং গন্তুং স্ৱাৰ্থং ভক্ষ্যাণি ক্ৰেতুঞ্চ ভৱান্ তান্ ৱিসৃজতু|
૧૫સાંજ પડી ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “આ જગ્યા ઉજ્જડ છે, હવે સમય થઈ ગયો છે, માટે લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.”
16 ১৬ কিন্তু যীশুস্তানৱাদীৎ, তেষাং গমনে প্ৰযোজনং নাস্তি, যূযমেৱ তান্ ভোজযত|
૧૬પણ ઈસુએ તેઓને કહ્યું કે, “તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો.”
17 ১৭ তদা তে প্ৰত্যৱদন্, অস্মাকমত্ৰ পূপপঞ্চকং মীনদ্ৱযঞ্চাস্তে|
૧૭તેઓએ તેમને કહ્યું કે, “અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.”
18 ১৮ তদানীং তেনোক্তং তানি মদন্তিকমানযত|
૧૮ત્યારે ઈસુએ કહ્યું કે, “તે અહીં મારી પાસે લાવો.”
19 ১৯ অনন্তৰং স মনুজান্ যৱসোপৰ্য্যুপৱেষ্টুম্ আজ্ঞাপযামাস; অপৰ তৎ পূপপঞ্চকং মীনদ্ৱযঞ্চ গৃহ্লন্ স্ৱৰ্গং প্ৰতি নিৰীক্ষ্যেশ্ৱৰীযগুণান্ অনূদ্য ভংক্ত্ৱা শিষ্যেভ্যো দত্তৱান্, শিষ্যাশ্চ লোকেভ্যো দদুঃ|
૧૯પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી. અને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો અને રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી.
20 ২০ ততঃ সৰ্ৱ্ৱে ভুক্ত্ৱা পৰিতৃপ্তৱন্তঃ, ততস্তদৱশিষ্টভক্ষ্যৈঃ পূৰ্ণান্ দ্ৱাদশডলকান্ গৃহীতৱন্তঃ|
૨૦તેઓ સર્વ જમીને ધરાયાં; પછી ભાણામાં વધેલા કકડાઓની બાર ટોપલી ભરાઈ.
21 ২১ তে ভোক্তাৰঃ স্ত্ৰীৰ্বালকাংশ্চ ৱিহায প্ৰাযেণ পঞ্চ সহস্ৰাণি পুমাংস আসন্|
૨૧જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.
22 ২২ তদনন্তৰং যীশু ৰ্লোকানাং ৱিসৰ্জনকালে শিষ্যান্ তৰণিমাৰোঢুং স্ৱাগ্ৰে পাৰং যাতুঞ্চ গাঢমাদিষ্টৱান্|
૨૨પછી તરત તેમણે શિષ્યોને આગ્રહથી હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા અને તેણે પોતે લોકોને વિદાય કર્યા.
23 ২৩ ততো লোকেষু ৱিসৃষ্টেষু স ৱিৱিক্তে প্ৰাৰ্থযিতুং গিৰিমেকং গৎৱা সন্ধ্যাং যাৱৎ তত্ৰৈকাকী স্থিতৱান্|
૨૩લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા.
24 ২৪ কিন্তু তদানীং সম্মুখৱাতৎৱাৎ সৰিৎপতে ৰ্মধ্যে তৰঙ্গৈস্তৰণিৰ্দোলাযমানাভৱৎ|
૨૪પણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો.
25 ২৫ তদা স যামিন্যাশ্চতুৰ্থপ্ৰহৰে পদ্ভ্যাং ৱ্ৰজন্ তেষামন্তিকং গতৱান্|
૨૫રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા.
26 ২৬ কিন্তু শিষ্যাস্তং সাগৰোপৰি ৱ্ৰজন্তং ৱিলোক্য সমুদ্ৱিগ্না জগদুঃ, এষ ভূত ইতি শঙ্কমানা উচ্চৈঃ শব্দাযাঞ্চক্ৰিৰে চ|
૨૬શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, “એ તો કોઈ ભૂત છે” અને બીકથી તેઓએ બૂમ પાડી.
27 ২৭ তদৈৱ যীশুস্তানৱদৎ, সুস্থিৰা ভৱত, মা ভৈষ্ট, এষোঽহম্|
૨૭પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, “હિંમત રાખો! એ તો હું છું! ગભરાશો નહિ.”
28 ২৮ ততঃ পিতৰ ইত্যুক্তৱান্, হে প্ৰভো, যদি ভৱানেৱ, তৰ্হি মাং ভৱৎসমীপং যাতুমাজ্ঞাপযতু|
૨૮ત્યારે પિતરે તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.”
29 ২৯ ততঃ তেনাদিষ্টঃ পিতৰস্তৰণিতোঽৱৰুহ্য যীশেৰন্তিকং প্ৰাপ্তুং তোযোপৰি ৱৱ্ৰাজ|
૨૯ઈસુએ કહ્યું કે “આવ.” ત્યારે પિતર હોડીમાંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો.
30 ৩০ কিন্তু প্ৰচণ্ডং পৱনং ৱিলোক্য ভযাৎ তোযে মংক্তুম্ আৰেভে, তস্মাদ্ উচ্চৈঃ শব্দাযমানঃ কথিতৱান্, হে প্ৰভো, মামৱতু|
૩૦પણ પવનને જોઈને તે ગભરાયો અને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, મને બચાવો.”
31 ৩১ যীশুস্তৎক্ষণাৎ কৰং প্ৰসাৰ্য্য তং ধৰন্ উক্তৱান্, হ স্তোকপ্ৰত্যযিন্ ৎৱং কুতঃ সমশেথাঃ?
૩૧ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, “અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?”
32 ৩২ অনন্তৰং তযোস্তৰণিমাৰূঢযোঃ পৱনো নিৱৱৃতে|
૩૨પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો.
33 ৩৩ তদানীং যে তৰণ্যামাসন্, ত আগত্য তং প্ৰণভ্য কথিতৱন্তঃ, যথাৰ্থস্ত্ৱমেৱেশ্ৱৰসুতঃ|
૩૩હોડીમાં જેઓ હતા તેઓએ તેમનું ભજન કરતાં કહ્યું કે, “ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.”
34 ৩৪ অনন্তৰং পাৰং প্ৰাপ্য তে গিনেষৰন্নামকং নগৰমুপতস্থুঃ,
૩૪તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા.
35 ৩৫ তদা তত্ৰত্যা জনা যীশুং পৰিচীয তদ্দেশ্স্য চতুৰ্দিশো ৱাৰ্ত্তাং প্ৰহিত্য যত্ৰ যাৱন্তঃ পীডিতা আসন্, তাৱতএৱ তদন্তিকমানযামাসুঃ|
૩૫જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા.
36 ৩৬ অপৰং তদীযৱসনস্য গ্ৰন্থিমাত্ৰং স্প্ৰষ্টুং ৱিনীয যাৱন্তো জনাস্তৎ স্পৰ্শং চক্ৰিৰে, তে সৰ্ৱ্ৱএৱ নিৰামযা বভূৱুঃ|
૩૬તેઓએ ઈસુને વિનંતી કરી કે ‘કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;’ અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.

< মথিঃ 14 >