< Псалтирь 34 >

1 Псалом Давида, когда он притворился безумным пред Авимелехом и был изгнан от него и удалился. Благословлю Господа во всякое время; хвала Ему непрестанно в устах моих.
દાઉદનું ગીત; તેણે અબીમેલેખની આગળ ગાંડાઈનો ઢોંગ કર્યો, અને એણે તેને કાઢી મૂકયાથી તે જતો રહ્યો, તે વખતનું. હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.
2 Господом будет хвалиться душа моя; услышат кроткие и возвеселятся.
હું યહોવાહની સ્તુતિ કરીશ; દિન લોકો તે સાંભળીને આનંદ કરશે.
3 Величайте Господа со мною, и превознесем имя Его вместе.
મારી સાથે યહોવાહની સ્તુતિ કરો; આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.
4 Я взыскал Господа, и Он услышал меня, и от всех опасностей моих избавил меня.
મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને વિજય અપાવ્યો.
5 Кто обращал взор к Нему, те просвещались, и лица их не постыдятся.
જેઓ તેમની તરફ જુએ છે, તેઓ પ્રકાશ પામશે અને તેઓનાં મુખ કદી ઝંખવાણા પડશે નહિ.
6 Сей нищий воззвал, - и Господь услышал и спас его от всех бед его.
આ લાચાર માણસે પોકાર કર્યો અને યહોવાહે તે સાંભળીને તેને તેના સર્વ સંકટમાંથી બચાવ્યો.
7 Ангел Господень ополчается вокруг боящихся Его и избавляет их.
યહોવાહના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે અને તે તેમને સંકટમાંથી છોડાવે છે.
8 Вкусите, и увидите, как благ Господь! Блажен человек, который уповает на Него!
અનુભવ કરો અને જુઓ કે યહોવાહ કેટલા ઉત્તમ છે; જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.
9 Бойтесь Господа, святые Его, ибо нет скудости у боящихся Его.
યહોવાહના પસંદ કરાયેલા લોકો, તેમનો ભય રાખો; તેમનો ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.
10 Скимны бедствуют и терпят голод, а ищущие Господа не терпят нужды ни в каком благе.
૧૦સિંહનાં બચ્ચાંને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે; પણ જેઓ યહોવાહને શોધે છે તેઓને કોઈપણ સારા વાનાની ખોટ પડશે નહિ.
11 Придите, дети, послушайте меня: страху Господню научу вас.
૧૧આવો, મારાં બાળકો, મારું સાંભળો; હું તમને યહોવાહનો ભય રાખતાં શીખવીશ.
12 Хочет ли человек жить и любит ли долгоденствие, чтобы видеть благо?
૧૨કયો માણસ લાંબી જિંદગી ઇચ્છે છે? અને શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે?
13 Удерживай язык свой от зла и уста свои от коварных слов.
૧૩તો દુષ્ટ બોલવાથી તારી જીભને અને જૂઠું બોલવાથી તારા હોઠોને અટકાવ.
14 Уклоняйся от зла и делай добро; ищи мира и следуй за ним.
૧૪દુષ્ટતાથી દૂર રહે અને ભલું કર; શાંતિ શોધ અને તેની પાછળ લાગ.
15 Очи Господни обращены на праведников, и уши Его - к воплю их.
૧૫યહોવાહની દ્રષ્ટિ ન્યાયી પર છે અને તેઓના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે.
16 Но лице Господне против делающих зло, чтобы истребить с земли память о них.
૧૬જેઓ દુષ્ટતા કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે યહોવાહનું મુખ તેઓની વિરુદ્ધ છે.
17 Взывают праведные, и Господь слышит, и от всех скорбей их избавляет их.
૧૭ન્યાયીઓ પોકાર કરશે અને યહોવાહ તેઓનું સાંભળશે અને તેઓના સર્વ સંકટમાંથી તેઓને છોડાવશે.
18 Близок Господь к сокрушенным сердцем и смиренных духом спасет.
૧૮જેમનાં હૃદય ભાંગી ગયાં છે, તેમની પાસે યહોવાહ છે અને નમ્ર આત્માવાળાને તે બચાવે છે.
19 Много скорбей у праведного, и от всех их избавит его Господь.
૧૯ન્યાયી માણસના જીવનમાં ઘણા દુ: ખો આવે છે, પણ યહોવાહ તેને તે સર્વમાંથી વિજય અપાવે છે.
20 Он хранит все кости его; ни одна из них не сокрушится.
૨૦તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
21 Убьет грешника зло, и ненавидящие праведного погибнут.
૨૧દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે; જેઓ ન્યાયીઓને ધિક્કારે છે તેઓ દોષિત ઠરશે.
22 Избавит Господь душу рабов Своих, и никто из уповающих на Него не погибнет.
૨૨યહોવાહ પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; તેઓના પર ભરોસો રાખનારાઓમાંથી એકપણ દોષિત ઠરશે નહિ.

< Псалтирь 34 >