< Псалтирь 140 >

1 Начальнику хора. Псалом Давида. Избавь меня, Господи, от человека злого; сохрани меня от притеснителя:
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવાહ, દુષ્ટ માણસોથી મને છોડાવો; જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
2 они злое мыслят в сердце, всякий день ополчаются на брань,
તેઓ પોતાની દુષ્ટ યોજનાઓ ઘડે છે; તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.
3 изощряют язык свой, как змея; яд аспида под устами их.
તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓની જીભની નીચે નાગનું વિષ છે. (સેલાહ)
4 Соблюди меня, Господи, от рук нечестивого, сохрани меня от притеснителей, которые замыслили поколебать стопы мои.
હે યહોવાહ, દુષ્ટોના હાથમાંથી મને બચાવો; જેઓએ મને નુકસાન પહોંચાડવાની યોજના કરી છે; એવા જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
5 Гордые скрыли силки для меня и петли, раскинули сеть по дороге, тенета разложили для меня.
ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. (સેલાહ)
6 Я сказал Господу: Ты Бог мой; услышь, Господи, голос молений моих!
મેં યહોવાહને કહ્યું, “તમે મારા ઈશ્વર છો; મારી આજીજી સાંભળો.”
7 Господи, Господи, сила спасения моего! Ты покрыл голову мою в день брани.
હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
8 Не дай, Господи, желаемого нечестивому; не дай успеха злому замыслу его: они возгордятся.
હે યહોવાહ, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો; તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ. (સેલાહ)
9 Да покроет головы окружающих меня зло собственных уст их.
મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે; તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.
10 Да падут на них горящие угли; да будут они повержены в огонь, в пропасти, так, чтобы не встали.
૧૦ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો; તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે; એવા ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે કે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.”
11 Человек злоязычный не утвердится на земле; зло увлечет притеснителя в погибель.
૧૧ખોટું બોલનારાઓને પૃથ્વીમાં રહેવા દેશો નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ પડી રહેશે.
12 Знаю, что Господь сотворит суд угнетенным и справедливость бедным.
૧૨હું જાણું છું કે યહોવાહ તો દુઃખીની દાદ સાંભળશે અને ગરીબોનો હક જાળવશે.
13 Так! праведные будут славить имя Твое; непорочные будут обитать пред лицем Твоим.
૧૩નિશ્ચે ન્યાયી માણસ યહોવાહના નામનો આભાર માનશે; યથાર્થ મનુષ્યો તમારી સમક્ષતામાં જીવશે.

< Псалтирь 140 >