< Притчи 21 >

1 Сердце царя - в руке Господа, как потоки вод: куда захочет, Он направляет его.
પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે; તે જ્યાં ચાહે છે ત્યાં તેને દોરે છે.
2 Всякий путь человека прям в глазах его; но Господь взвешивает сердца.
માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો દેખાય છે, પણ યહોવાહ તેના હૃદયની તુલના કરે છે.
3 Соблюдение правды и правосудия более угодно Господу, нежели жертва.
ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં તે યહોવાહને યજ્ઞ કરતાં પણ વધારે પસંદ છે.
4 Гордость очей и надменность сердца, отличающие нечестивых, - грех.
અભિમાની આંખો તથા ગર્વિષ્ઠ હૃદય તે દુષ્ટોને દીવારૂપ છે, પણ તે પાપ છે.
5 Помышления прилежного стремятся к изобилию, а всякий торопливый терпит лишение.
ઉદ્યમીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે, પણ દરેક ઉતાવળિયો ફક્ત નિર્ધન બને છે.
6 Приобретение сокровища лживым языком - мимолетное дуновение ищущих смерти.
જૂઠી જીભથી ઘન સંપાદન કરવું તે આમતેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે, એવું કરનાર મોત માગે છે.
7 Насилие нечестивых обрушится на них, потому что они отреклись соблюдать правду.
દુષ્ટ લોકોનો અત્યાચાર તેઓને પોતાને જ ઘસડી જાય છે, કારણ કે, તેઓ ન્યાય કરવાની ના પાડે છે.
8 Превратен путь человека развращенного; а кто чист, того действие прямо.
અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે, પણ સંતોનાં કાર્યો સીધા હોય છે.
9 Лучше жить в углу на кровле, нежели со сварливою женою в пространном доме.
કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાશીના એક ખૂણામાં રહેવું વધારે સારું છે.
10 Душа нечестивого желает зла: не найдет милости в глазах его и друг его.
૧૦દુષ્ટ વ્યક્તિ ખોટું ઇચ્છે છે; તેની નજરમાં તેનો પડોશી પણ કૃપાપાત્ર દેખાતો નથી.
11 Когда наказывается кощунник, простой делается мудрым; и когда вразумляется мудрый, то он приобретает знание.
૧૧જ્યારે ઘમંડી વ્યક્તિને શિક્ષા થાય છે, ત્યારે ભોળો સાવચેત બને છે; અને જ્યારે ડાહ્યાને શિક્ષણ મળે છે, ત્યારે તે વિદ્વાન થાય છે.
12 Праведник наблюдает за домом нечестивого: как повергаются нечестивые в несчастие.
૧૨ન્યાયી લોકો દુષ્ટના ઘર ઉપર નજર રાખે છે, પણ ઈશ્વર દુષ્ટોને ઊથલાવી પાડીને પાયમાલ કરે છે.
13 Кто затыкает ухо свое от вопля бедного, тот и сам будет вопить, - и не будет услышан.
૧૩જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે, તેઓ જ્યારે પોતે પોકારશે, ત્યારે તેઓનું સાંભળવામાં આવશે નહિ.
14 Подарок тайный тушит гнев, и дар в пазуху - сильную ярость.
૧૪છૂપી રીતે આપેલ ભેટથી ક્રોધ શમી જાય છે, છુપાવેલી લાંચથી ભારે રોષ શમી જાય છે.
15 Соблюдение правосудия - радость для праведника и страх для делающих зло.
૧૫નેકીવાનો ન્યાય કરવામાં આનંદ માને છે, પણ દુષ્કર્મીઓને તો તે વિનાશરૂપ છે.
16 Человек, сбившийся с пути разума, водворится в собрании мертвецов.
૧૬સમજણનો માર્ગ છોડીને ચાલનાર માણસ મરણ પામેલાઓની સભામાં આવી પડશે.
17 Кто любит веселье, обеднеет; а кто любит вино и тук, не разбогатеет.
૧૭મોજશોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે; દ્રાક્ષારસ અને તેલનો રસિયો ધનવાન થશે નહિ.
18 Выкупом будет за праведного нечестивый и за прямодушного - лукавый.
૧૮નેકીવાનોનો બદલો દુષ્ટ લોકોને અને પ્રામાણિકોનો બદલો કપટીને ભરવો પડશે.
19 Лучше жить в земле пустынной, нежели с женою сварливою и сердитою.
૧૯કજિયાખોર અને ગુસ્સાવાળી સ્ત્રીની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે.
20 Вожделенное сокровище и тук - в доме мудрого; а глупый человек расточает их.
૨૦જ્ઞાનીના ઘરમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે, પણ મૂર્ખ તેનો દૂર ઉપયોગ કરે છે.
21 Соблюдающий правду и милость найдет жизнь, правду и славу.
૨૧જે નેકી તથા દયાનું અનુકરણ કરે છે, તેને જીવન, નેકી તથા સન્માન મળે છે.
22 Мудрый входит в город сильных и ниспровергает крепость, на которую они надеялись.
૨૨જ્ઞાની માણસ સમર્થ નગરના કોટ પર ચઢે છે અને જે સામર્થ્ય પર તેનો ભરોસો હતો તેને તે તોડી પાડે છે.
23 Кто хранит уста свои и язык свой, тот хранит от бед душу свою.
૨૩જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાં પોતાના આત્માનું રક્ષણ કરે છે.
24 Надменный злодей - кощунник имя ему - действует в пылу гордости.
૨૪જે માણસ ઘમંડી છે; તેનું નામ “તિરસ્કાર” કરનાર છે, તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે.
25 Алчба ленивца убьет его, потому что руки его отказываются работать;
૨૫આળસુની ભૂખ જ તેને મારી નાખે છે, કારણ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે.
26 всякий день он сильно алчет, а праведник дает и не жалеет.
૨૬એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભ જ કર્યા કરે છે, પણ નેક માણસ તો આપે છે અને હાથ પાછો ખેંચી રાખતો નથી.
27 Жертва нечестивых - мерзость, особенно когда с лукавством приносят ее.
૨૭દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે, તે બદઇરાદાથી યજ્ઞ કરે, તો તે કેટલો બધો કંટાળારૂપ થાય.
28 Лжесвидетель погибнет; а человек, который говорит, что знает, будет говорить всегда.
૨૮જૂઠી સાક્ષી પૂરનાર નાશ પામશે, પરંતુ જે માણસ ધ્યાનથી સાંભળે છે તેની જીત થશે.
29 Человек нечестивый дерзок лицом своим, а праведный держит прямо путь свой.
૨૯દુષ્ટ માણસ પોતાની મુખમુદ્રા કઠોર કરે છે, પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો વિચાર કરીને વર્તે છે.
30 Нет мудрости, и нет разума, и нет совета вопреки Господу.
૩૦કોઈ પણ ડહાપણ, બુદ્ધિ કે મસલત યહોવાહની આગળ ચાલી શકે નહિ.
31 Коня приготовляют на день битвы, но победа - от Господа.
૩૧યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો યહોવાહ દ્વારા જ મળે છે.

< Притчи 21 >