< Иов 26 >

1 И отвечал Иов и сказал:
પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:
2 как ты помог бессильному, поддержал мышцу немощного!
“સામર્થ્ય વગરનાને તમે કેવી રીતે સહાય કરી છે? અને દુર્બળ હાથને તમે કેવી રીતે બચાવ્યા છે?
3 Какой совет подал ты немудрому и как во всей полноте объяснил дело!
અજ્ઞાનીને તમે કેવી રીતે બોધ આપ્યો? અને તમે ખરું ડહાપણ કેવું જાહેર કર્યું છે?
4 Кому ты говорил эти слова, и чей дух исходил из тебя?
તમે કોની મદદથી આ શબ્દો બોલ્યા છો? તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?”
5 Рефаимы трепещут под водами, и живущие в них.
બિલ્દાદે ઉત્તર આપ્યો કે, પાણી તથા તેમાં રહેનારની નીચે મરેલાઓ ભયથી ધ્રૂજે છે.
6 Преисподняя обнажена пред Ним, и нет покрывала Аваддону. (Sheol h7585)
ઈશ્વરની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઈ આવરણ નથી. (Sheol h7585)
7 Он распростер север над пустотою, повесил землю ни на чем.
ઈશ્વર ઉત્તરને ખાલી જગ્યાએ ફેલાવે છે, અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે.
8 Он заключает воды в облаках Своих, и облако не расседается под ними.
તેમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે અને છતાં પાણીના ભારથી વાદળ ફાટતાં નથી.
9 Он поставил престол Свой, распростер над ним облако Свое.
ઈશ્વર ચંદ્રના મુખને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.
10 Черту провел над поверхностью воды, до границ света со тьмою.
૧૦તેમણે પાણીની સપાટી પર હદ ઠરાવી છે, પ્રકાશ તથા અંધકારની સરહદો પણ નક્કી કરી છે.
11 Столпы небес дрожат и ужасаются от грозы Его.
૧૧તેમની ધમકીથી આકાશના સ્થંભો કાંપે છે અને વિસ્મિત થાય છે.
12 Силою Своею волнует море и разумом Своим сражает его дерзость.
૧૨તે પોતાની શક્તિથી સમુદ્રને શાંત કરે છે. પોતાના ડહાપણથી તે અજગરને વીંધે છે.
13 От духа Его - великолепие неба; рука Его образовала быстрого скорпиона.
૧૩તેમના શ્વાસે આકાશને નિર્મળ કર્યું છે; તેમના હાથે જલદ સર્પને વીંધ્યો છે.
14 Вот, это части путей Его; и как мало мы слышали о Нем! А гром могущества Его кто может уразуметь?
૧૪જુઓ, આ તો માત્ર તેમના માર્ગનો ઇશારો છે; આપણે તેમનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા? પણ તેમના પરિપૂર્ણ પરાક્રમની ગર્જનાને કોણ સમજી શકે?”

< Иов 26 >