< Исаия 15 >

1 Пророчество о Моаве. - Так! ночью будет разорен Ар-Моав и уничтожен; так! ночью будет разорен Кир-Моав и уничтожен!
મોઆબ વિષે ઈશ્વરવાણી. ખરેખર, એક રાત્રિમાં મોઆબનું આર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે; ખરેખર, એક રાત્રિમાં કીર-મોઆબ ઉજ્જડ થઈને નષ્ટ થયું છે.
2 Он восходит к Баиту и Дивону, восходит на высоты, чтобы плакать; Моав рыдает над Нево и Медевою; у всех их острижены головы, у всех обриты бороды.
તેઓ દીબોનના લોકો, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયા છે; નબો અને મેદબા પર મોઆબ વિલાપ કરે છે. તેઓ સર્વનાં માથાં બોડાવેલાં અને દાઢી મૂંડેલી છે.
3 На улицах его препоясываются вретищем; на кровлях его и площадях его все рыдает, утопает в слезах.
તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓના ધાબા પર અને ચોકમાં પોક મૂકીને રડે છે.
4 И вопит Есевон и Елеала; голос их слышится до самой Иаацы; за ними и воины Моава рыдают; душа его возмущена в нем.
વળી હેશ્બોન અને એલઆલેહ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે; યાહાસ સુધી તેઓનો અવાજ સંભળાય છે. તેથી મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ કરે છે; તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.
5 Рыдает сердце мое о Моаве; бегут из него к Сигору, до третьей Эглы; восходят на Лухит с плачем; по дороге Хоронаимской поднимают страшный крик;
મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે; તેમાંથી નાસી ગયેલા સોઆર અને એગ્લાથ-શલીશિયા સુધી દોડે છે. લૂહીથનાં ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે. હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે.
6 потому что воды Нимрима иссякли, луга засохли, трава выгорела, не стало зелени.
નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં છે; ઘાસ સુકાઈ ગયું છે અને નવું ઘાસ નાશ પામ્યું છે; લીલોતરી નથી.
7 Поэтому они остатки стяжания и, что сбережено ими, переносят за реку Аравийскую.
તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે અને જે સંઘરેલું છે તે તેઓ વેલાવાળા નાળાંને પાર લઈ જશે.
8 Ибо вопль по всем пределам Моава, до Эглаима плач его и до Беэр-Елима плач его;
કેમ કે મોઆબની સરહદની આસપાસ રુદનનો પોકાર ફરી વળ્યો છે; એગ્લાઈમ અને બેર-એલીમ સુધી તેનો વિલાપ સંભળાય છે.
9 потому что воды Димона наполнились кровью, и Я наведу на Димон еще новое - львов на убежавших из Моава и на оставшихся в стране.
દીમોનમાં પાણી રક્તથી ભરપૂર છે; પણ હું દીમોન પર વધારે આપત્તિ લાવીશ. મોઆબના બચી ગયેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ લાવીશ.

< Исаия 15 >