< Lukaj 15 >

1 A JAUNOPWEI o me dipan akan karoj ap kai don i pwen ron i.
હવે ઈસુનું સાંભળવા સારુ સઘળા દાણીઓ તથા પાપીઓ તેમની પાસે આવતા હતા.
2 A Parijar o jaunkawewe kan lipaned indada: Ol men et kin kompokeki me dipan akan o ian irail jakajak.
ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ કચકચ કરીને કહ્યું કે, ‘આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ભોજન પણ કરે છે.’”
3 A a kotin majani on irail karajeraj wet:
ઈસુએ તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે,
4 Ij aramaj re omail me na jip epuki, a ma amen irail jalonalar me jo pan pwilikidi ir duekduemen nan wel ap raparapaki me jalonalar, lao a pan diarada i?
‘જો કોઈ માણસ પાસે સો ઘેટાં હોય, અને એ સો ઘેટાંમાંથી એક ઘેટું ખોવાય, તો શું તે પેલાં બાકીનાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવયેલું ઘેટું મળે નહિ ત્યાં સુધી તેની શોધમાં નહિ જાય?
5 A lao diarada i, a kidan pon pop a pereperen.
તે ઘેટું તેને મળે છે ત્યારે તે હર્ષથી પોતાના ખભા પર ઊંચકીને ઘરે લઈ જાય છે.
6 A lao pure don deu a, a kin eker pena kompokepa kan o men imp a kan indai on irail: Komail ian ia perenda, pwe i diaradar nai jip me jalonalar.
ઘરે આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે, અને તેઓને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું જે ખોવાયું હતું તે મને પાછું મળ્યું છે.
7 I indai on komail, nan iduen peren pil pan mi nanlan pweki me dipan me ta men, me kalula, jan duekduemen me pun ap jota mau on kalula.
હું તમને કહું છું કે, તે જ રીતે નવ્વાણું ન્યાયીઓ કે જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે સ્વર્ગમાં આનંદ થશે.
8 O ij li o me na denar eijok, eu ap jalonala jan, me jo pan ijikada lamp o koke im o, o raparapaki mau, lao a pan diarada?
અથવા એક સ્ત્રી કે જેની પાસે ચાંદીના દસ સિક્કા હોય, અને તેઓમાંનો એક સિક્કો ખોવાય, તો તે દીવો કરીને, ઘર નહિ વાળે અને તે મળે નહિ ત્યાં સુધી તેની શોધ સારી રીતે નહિ કરે?
9 A lao diaradar i, a kin eker pena kompokepa kan o men imp a kan indai on irail: Komail ian ia perenda, pwe i diarada ai denar o, me jalonalar.
તેને તે સિક્કો મળે છે ત્યારે તે પોતાની સખીઓને તથા પડોશીઓને બોલાવીને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારો સિક્કો ખોવાઈ ગયો હતો તે મને પાછો મળ્યો છે.
10 Nan I indai on komail, iduen peren mi ren tounlan en Kot akan, pweki me dipan me ta men, me kalula.
૧૦હું તમને કહું છું કે એ જ પ્રમાણે એક પાપી પસ્તાવો કરે, તેને લઈને ઈશ્વરના સ્વર્ગદૂતોની સમક્ષ આનંદ થાય છે.’”
11 A kotin majani: Aramaj amen mia, me na ol riamen.
૧૧વળી ઈસુએ કહ્યું કે, ‘એક માણસને બે દીકરા હતા.
12 A me tikitik re’ra indai on jam a: Jam ai, kotiki don ia pwaij ai en jojo, me udan ai. I ari nene on ira ara dipijou kan.
૧૨તેઓમાંના નાનાએ પિતાને કહ્યું કે, પિતાજી, મિલકતનો જે મારો ભાગ આવે તે મને આપો; તેથી પિતાએ તેઓને ભાઈઓને પોતાની મિલકત વહેંચી આપી.
13 A murin ran akai me tikitik ren ol oko ki pena a dipijou karoj, ap jailokalan jap doo, waja a kajela mal a kapwa kan nin tiak jued.
૧૩અને થોડા દિવસો પછી નાનો દીકરો બધું ભેગું કરીને દૂર દેશમાં ચાલ્યો ગયો, અને ત્યાં મોજમજામાં પોતાની સંપત્તિ વેડફી નાખી.
14 A lao kamuje weita a kapwa karoj, lek lapalap ap pwaida jap o, i ari dupokalar.
૧૪અને તેણે બધું ખલાસ કરી નાખ્યું, ત્યાર પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો અને તેને તંગી પડવા લાગી.
15 I ap koieila dodok ren me pweledan jap o men. I ap kadarala i, pwen kamana na pwik kan.
૧૫તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો; તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચરવા માટે તેને મોકલ્યો.
16 I ari inon ion, kankan wan tuka kai, me pwik kin namenam, a jota me mueid on i.
૧૬ખેતરમાં જે સિંગો ભૂંડો ખાતાં હતાં તેનાથી પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું; કોઈ તેને કશું ખાવાનું આપતું નહિ.
17 A kadekadeo i lao lolekonalar, ap indada: Ladu me depa mi ren jam ai, me kan ar mana me rak, a nai pan mekila jo kan ai mana.
૧૭એવામાં તે ભાનમાં આવ્યો અને તેને થયું કે, મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે ને હું તો અહીં ભૂખે મરું છું!
18 I pan uda purela ren jam ai indai on i: Jam ai, i wiadar dip on nanlan o on komui.
૧૮હું ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે;
19 I jolar waron adaneki noumui putak, komui ari wia kin ia ladu’mui men.
૧૯હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી; તારા મજૂરોમાંના એકના જેવો મને રાખ.
20 I ari uda purela ren jam a. A ni a mi waja doo, jam a kilanada i, ap pokela, pitipiti don i o polodi i, metik i.
૨૦પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને અનુકંપા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેને ચુંબન કર્યું.
21 A putak o indai on i: Jam ai, i wiadar dip on nanlan o on komui, i jolar war on adaneki noumui putak.
૨૧દીકરાએ તેમને કહ્યું કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે, હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી.
22 A jam majani on na ladu kan: Wado likau kajampwal o kalikauwia kida i, o ki on rin ni jendin pa a, o jut ni na a kan.
૨૨પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, સારાંમાં સારો ઝભ્ભો જલદી લાવીને એને પહેરાવો; એને હાથે વીંટી અને પગમાં પગરખું પહેરાવો;
23 O wado kau pul wi o kamela, pwe kitail en kan o pereperen.
૨૩ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરો. આવો આપણે મિજબાની કરીએ અને આનંદ મનાવીએ.
24 Pwe nai putak men et melar ap mauredar, a jalonalar ap diarokadar. Irail ari perendar.
૨૪કેમ કે આ મારો દીકરો મૃત્યુ પામ્યો હતો, તે પાછો સજીવન થયો છે; તે ખોવાયેલો હતો, તે પાછો મળ્યો છે અને તેઓ આનંદ કરવા લાગ્યા.
25 A na putak laud mi nan jap o. Ni a pure don koren ion im o, ap ronadar kakaul o kakalek,
૨૫હવે પિતાનો મોટો દીકરો ખેતરમાં હતો; તે ત્યાંથી ઘરે આવતાં ઘરની નજીક આવી પહોંચ્યો, ત્યારે તેણે નાચગાનનો અવાજ સાંભળ્યો.
26 Ap kalelapok ren ladu men duen ar wiawia.
૨૬તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે, આ શું ચાલી રહ્યું છે?
27 A indan i: Ri omui ol puredo, jam omui ap kamela kau pul wi o, pwe a diaradar I memaur o kelail.
૨૭ચાકરે તેને કહ્યું કે, તમારો ભાઈ પાછો આવ્યો છે, ને તમારા પિતાએ મોટી મિજબાની આપી છે, કેમ કે તે તેમને સહીસલામત પાછો મળ્યો છે.
28 A ap makara kida o jota men pedelon, jam a ap pedoi don re a poekipoeki.
૨૮પણ તે ગુસ્સે થયો, અને અંદર જવા માટે રાજી ન હતો. તેના પિતાએ બહાર આવીને તેને વિનંતી કરી.
29 A a japen indan jam a: Kom mani, par toto me i papa komui, o i jaikenta kawela eu omui majan akan, a kom jota kotiki on ia kijin kut amen, i en kamadipeki kompoke pai kan.
૨૯પણ તેણે તેના પિતાને ઉત્તર આપતા કહ્યું કે, જો, આટલાં બધાં વર્ષથી હું તમારી ચાકરી કરું છું, અને તમારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી, તોપણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારુ તમે મને લવારુંય કદી આપ્યું નથી.
30 A noumui putak men et lao kodo, murin a kamuje wei a dipijou ren me jued akan, komui ap ijik on i kau pul wi o.
૩૦પણ આ તમારો દીકરો કે જેણે વેશ્યાઓ પાછળ તમારી મિલકત વેડફી નાખી છે, તે પાછો આવ્યો ત્યારે તમે તેને સારુ મિજબાની આપી છે.
31 Jam a ap majani on i: Nai jeri, koe kin mimieta re ian jau karoj, o ai meakaroj me om.
૩૧પિતાએ તેને કહ્યું કે, દીકરા, તું મારી સાથે નિત્ય છે, અને જે મારું છે તે સઘળું તારું જ છે.
32 Me mau, koe en peren o injenemau. Pwe ri om ol men et melar, ap mauredar, a jalonalar ap diarokadar.
૩૨આપણે માટે ખુશી થવું તથા આનંદ કરવો તે ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ જે મૃત્યુ પામ્યો હતો, તે સજીવન થયો છે; જે ખોવાયેલો હતો, તે પાછો મળી આવ્યો છે.’”

< Lukaj 15 >