< اعداد 27 >

و دختران صلفحاد بن حافر بن جلعادبن ماکیر بن منسی، که از قبایل منسی ابن یوسف بود نزدیک آمدند، و اینهاست نامهای دخترانش: محله و نوعه و حجله و ملکه و ترصه. ۱ 1
યૂસફના દીકરા મનાશ્શાના કુટુંબોમાંથી મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના દીકરા હેફેરના દીકરા સલોફહાદની દીકરીઓ મૂસા પાસે આવી. તેની દીકરીઓના નામ આ પ્રમાણે હતા: માહલાહ, નૂહ, હોગ્લાહ, મિલ્કાહ તથા તિર્સા.
و به حضور موسی و العازار کاهن، و به حضورسروران و تمامی جماعت نزد در خیمه اجتماع ایستاده، گفتند: ۲ 2
તેઓએ મૂસાની, એલાઝાર યાજકની, વડીલોની તથા આખી જમાતની આગળ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભી રહીને કહ્યું,
«پدر ما در بیابان مرد و او از آن گروه نبود که در جمعیت قورح به ضد خداوندهمداستان شدند، بلکه در گناه خود مرد و پسری نداشت. ۳ 3
“અમારો પિતા અરણ્યમાં મૃત્યુ પામ્યો. યહોવાહ વિરુદ્ધ ઊઠનાર કોરાહની ટોળીમાં તે ન હતા. તે તેના પોતાના પાપમાં મૃત્યુ પામ્યા; તેને કોઈ દીકરા ન હતા.
پس چرا نام پدر ما از این جهت که پسری ندارد از میان قبیله‌اش محو شود، لهذا ما رادر میان برادران پدر ما نصیبی بده.» ۴ 4
અમારા પિતાને દીકરો ન હોવાથી અમારા પિતાનું નામ કુટુંબમાંથી શા માટે દૂર કરાય? અમારા પિતાના ભાઈઓ મધ્યે અમને વારસો આપવામાં આવે.”
پس موسی دعوی ایشان را به حضورخداوند آورد. ۵ 5
માટે મૂસા આ બાબત યહોવાહ સમક્ષ લાવ્યો.
و خداوند موسی را خطاب کرده، گفت: ۶ 6
અને યહોવાહે મૂસાને કહ્યું,
«دختران صلفحاد راست می‌گویند، البته در میان برادران پدر ایشان ملک موروثی به ایشان بده، و نصیب پدر ایشان را به ایشان انتقال نما. ۷ 7
“સલોફહાદની દીકરીઓ સાચું બોલે છે. તું નિશ્ચે તે લોકોને તેમના પિતાના ભાઈઓની સાથે વારસાનો દેશ આપ; તેઓના પિતાનો વારસો તેઓને આપ.
و بنی‌اسرائیل را خطاب کرده، بگو: اگر کسی بمیرد و پسری نداشته باشد، ملک او را به دخترش انتقال نمایید. ۸ 8
ઇઝરાયલ લોકોને સાથે વાત કરીને કહે, ‘જો કોઈ માણસ મૃત્યુ પામે અને તેને દીકરો ન હોય, તો તેની દીકરીને તેનો વારસો આપ.
و اگر او رادختری نباشد، ملک او را به برادرانش بدهید. ۹ 9
જો તેને દીકરી ના હોય, તો તું તેનો વારસો તેના ભાઈઓને આપ.
واگر او را برادری نباشد، ملک او را به برادران پدرش بدهید. ۱۰ 10
૧૦જો તેને ભાઈઓ ના હોય, તો તેનો તેના પિતાના ભાઈઓને આપ.
و اگر پدر او را برادری نباشد، ملک او را به هر کس از قبیله‌اش که خویش نزدیکتر او باشد بدهید، تا مالک آن بشود، پس این برای بنی‌اسرائیل فریضه شرعی باشد، چنانکه خداوند به موسی‌امر فرموده بود.» ۱۱ 11
૧૧અને જો તેને કાકાઓ ન હોય, તો તેનો વારસો તેના નજીકના સગાને આપ, તે તેનો માલિક બને. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે આ કાયદો ઇઝરાયલી લોકો માટે કાનૂન થાય.’”
و خداوند به موسی گفت: «به این کوه عباریم برآی و زمینی را که به بنی‌اسرائیل داده‌ام، ببین. ۱۲ 12
૧૨યહોવાહે મૂસાને કહ્યું, “તું અબારીમના પર્વત પર જા અને જે દેશ મેં ઇઝરાયલી લોકોને આપેલો છે તે જો.
و چون آن را دیدی تو نیز به قوم خودملحق خواهی شد، چنانکه برادرت هارون ملحق شد. ۱۳ 13
૧૩તે જોયા પછી તું પણ તારા ભાઈ હારુનની જેમ તારા લોકો સાથે ભળી જશે.
زیرا که در بیابان صین وقتی که جماعت مخامصه نمودند شما از قول من عصیان ورزیدید، و مرا نزد آب در نظر ایشان تقدیس ننمودید.» این است آب مریبه قادش، در بیابان صین. ۱۴ 14
૧૪કેમ કે સીનના અરણ્યમાં આખી જમાતની દ્રષ્ટિમાં ખડકમાંથી વહેતા પાણી પાસે કાદેશમાં મરીબાહનાં પાણી મને પવિત્ર માનવા વિષે તેં મારી આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો.
و موسی به خداوند عرض کرده، گفت: ۱۵ 15
૧૫પછી મૂસાએ યહોવાહની સાથે વાત કરીને કહ્યું,
«ملتمس اینکه یهوه خدای ارواح تمامی بشر، کسی را بر این جماعت بگمارد ۱۶ 16
૧૬“યહોવાહ, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, તે લોકો પર એક માણસને નિયુક્ત કરે.
که پیش روی ایشان بیرون رود، و پیش روی ایشان داخل شود، و ایشان را بیرون برد و ایشان را درآورد، تاجماعت خداوند مثل گوسفندان بی‌شبان نباشند.» ۱۷ 17
૧૭કોઈ માણસ તેઓની આગળ બહાર જાય અને અંદર આવે, જે તેઓને બહાર ચલાવે અને અંદર લાવે, જેથી તમારા લોકો પાળક વગરનાં ઘેટાં જેવા ન રહે.”
و خداوند به موسی گفت: «یوشع بن نون را که مردی صاحب روح است گرفته، دست خود را بر او بگذار. ۱۸ 18
૧૮યહોવાહે મૂસાને કહ્યું, “નૂનનો દીકરો યહોશુઆ, જેનામાં મારો આત્મા રહે છે, તેના પર તારો હાથ મૂક.
و او را به حضورالعازار کاهن و به حضور تمامی جماعت برپاداشته، در نظر ایشان به وی وصیت نما. ۱۹ 19
૧૯તું તેને એલાઝાર યાજક તથા આખી જમાત સમક્ષ ઊભો કર, તેઓના દેખતાં તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર.
و ازعزت خود بر او بگذار تا تمامی جماعت بنی‌اسرائیل او را اطاعت نمایند. ۲۰ 20
૨૦તારો કેટલોક અધિકાર તેના પર મૂક, જેથી ઇઝરાયલી લોકોની આખી જમાત તેની આજ્ઞા પાળે.
و او به حضور العازار کاهن بایستد تا از برای او به حکم اوریم به حضور خداوند سوال نماید، و به فرمان وی، او و تمامی بنی‌اسرائیل با وی و تمامی جماعت، بیرون روند، و به فرمان وی داخل شوند.» ۲۱ 21
૨૧એલાઝાર યાજક પાસે તે ઊભો રહે, ઉરીમના નિર્ણય વડે યહોવાહની સમક્ષ તેને માટે પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા ઇઝરાયલી લોકોની આખી જમાત બહાર જાય અને અંદર આવે.
پس موسی به نوعی که خداوند او راامر فرموده بود عمل نموده، یوشع را گرفت و اورا به حضور العازار کاهن و به حضور تمامی جماعت برپا داشت. ۲۲ 22
૨૨યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું. તેણે યહોશુઆને લઈને એલાઝાર યાજક તથા સમગ્ર જમાતની સમક્ષ રજૂ કર્યો.
و دستهای خود را بر اوگذاشته، او را به طوری که خداوند به واسطه موسی گفته بود، وصیت نمود. ۲۳ 23
૨૩યહોવાહે જેમ કરવાનું કહ્યું હતું તેમ મૂસાએ તેનો હાથ તેના પર મૂકીને સોંપણી કરી.

< اعداد 27 >