< اول پادشاهان 6 >

و واقع شد در سال چهارصد و هشتاد ازخروج بنی‌اسرائیل از زمین مصر در ماه زیوکه ماه دوم از سال چهارم سلطنت سلیمان براسرائیل بود که بنای خانه خداوند را شروع کرد. ۱ 1
ઇઝરાયલીઓ મિસર દેશમાંથી ચારસો એંશી વર્ષ પૂરાં થયા પછી ત્યાંથી બહાર આવ્યા. રાજા સુલેમાનના ઇઝરાયલ પરના શાસનના ચોથા વર્ષના ઝીવ માસમાં એટલે બીજા માસમાં તેણે ઈશ્વરના સભાસ્થાનનું બાંધકામ શરૂ કર્યું.
و خانه خداوند که سلیمان پادشاه بنا نمودطولش شصت ذراع و عرضش بیست و بلندیش سی ذراع بود. ۲ 2
રાજા સુલેમાને જે ભક્તિસ્થાન યહોવાહ માટે બંધાવ્યુ તેની લંબાઈ સાઠ હાથ, પહોળાઈ વીસ હાથ અને ઊંચાઈ ત્રીસ હાથ હતી.
و رواق پیش هیکل خانه موافق عرض خانه، طولش بیست ذراع و عرضش روبروی خانه ده ذراع بود. ۳ 3
ભક્તિસ્થાનના સભાખંડના સામેના પરસાળની પહોળાઈ વીસ હાથ અને લંબાઈ દસ હાથ હતી.
و برای خانه پنجره های مشبک ساخت. ۴ 4
તેણે સભાસ્થાનને માટે જાળીવાળી સાંકડી બારીઓ બનાવડાવી.
و بر دیوار خانه به هر طرفش طبقه‌ها بنا کرد، یعنی به هر طرف دیوارهای خانه هم بر هیکل و هم بر محراب و به هر طرفش غرفه‌ها ساخت. ۵ 5
તેણે સભાસ્થાનની તેમ જ પરમપવિત્ર સ્થાનની દીવાલોની ચારેબાજુ માળ બનાવ્યા. તેણે તેની ચારેબાજુએ ઓરડીઓ બનાવી.
و طبقه تحتانی عرضش پنج ذراع و طبقه وسطی عرضش شش ذراع و طبقه سومی عرضش هفت ذراع بود زیراکه به هر طرف خانه از خارج پشته‌ها گذاشت تاتیرها در دیوار خانه متمکن نشود. ۶ 6
સૌથી નીચેના માળની પહોળાઈ સાડા સાત હાથ, વચ્ચેના માળની છ હાથ અને ત્રીજા માળની પહોળાઈ પાંચ હાથ હતી. કેમ કે મોભને માટે સભાસ્થાનની દીવાલોમાં ખાંચા પાડવા ના પડે માટે તેણે સભાસ્થાનની બહારની બાજુએ ફરતી કાંગરી મૂકી હતી.
و چون خانه بنا می‌شد از سنگهایی که در معدن مهیا شده بود، بنا شد به طوری که در وقت بنا نمودن خانه نه چکش و نه تبر و نه هیچ آلات آهنی مسموع شد. ۷ 7
ભક્તિસ્થાન બાંધતી વખતે પથ્થરો ખાણમાંથી તૈયાર કરીને લાવવામાં આવતા; અને તેને બાંધતી વખતે તેમાં હથોડી, કુહાડી કે લોઢાના કોઈપણ હથિયારનો અવાજ સંભળાતો ન હતો.
و در غرفه های وسطی در جانب راست خانه بود و به طبقه وسطی و از طبقه وسطی تا طبقه سومی از پله های پیچاپیچ بالا می‌رفتند. ۸ 8
ભોંયતળિયાનું પ્રવેશદ્વાર સભાસ્થાનની દક્ષિણ બાજુએ આવેલું હતું. ત્યાં વચલા માળે જવા વળાંકવાળી એક ગોળાકાર સીડી હતી અને વચલા માળેથી સૌથી ઉપલે માળે જવાતું હતું.
و خانه را بنا کرده، آن را به اتمام رسانید و خانه را با تیرهاو تخته های چوب سرو آزاد پوشانید. ۹ 9
સુલેમાને સભાસ્થાનનું બાંધકામ પૂરું કર્યું અને તેણે દેવદારના પાટડા અને પાટિયામાંથી સભાસ્થાનની છત બનાવી.
و برتمامی خانه طبقه‌ها را بنا نمود که بلندی هر یک از آنها پنج ذراع بود و با تیرهای سرو آزاد در خانه متمکن شد. ۱۰ 10
૧૦તેણે ભક્તિસ્થાનના અંદરના સભાખંડની સામે માળ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ પાંચ હાથ હતી. તે માળનો આધાર દેવદારના લાકડા વડે ભક્તિસ્થાન પર રહેલો હતો.
و کلام خداوند بر سلیمان نازل شده، گفت: ۱۱ 11
૧૧પછી યહોવાહનું વચન સુલેમાન પાસે આવ્યું;
«این خانه‌ای که تو بنا می‌کنی اگر در فرایض من سلوک نموده، احکام مرا به‌جا آوری و جمیع اوامر مرا نگاه داشته، در آنها رفتار نمایی، آنگاه سخنان خود را که با پدرت، داود، گفته‌ام با تواستوار خواهم گردانید. ۱۲ 12
૧૨“તેં મારા માટે આ જે ભક્તિસ્થાન બાંધ્યું છે તે સંબંધી, જો તું મારા વિધિઓ પ્રમાણે ચાલીશ અને મારી બધી આજ્ઞાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તો મેં તારા પિતા દાઉદને તારા વિષે જે વચન આપ્યું હતું તે હું પાળીશ.
و در میان بنی‌اسرائیل ساکن شده، قوم خود اسرائیل را ترک نخواهم نمود.» ۱۳ 13
૧૩હું ઇઝરાયલીઓ વચ્ચે રહીશ અને તેઓને તજી દઈશ નહિ.”
پس سلیمان خانه را بنا نموده، آن را به اتمام رسانید. ۱۴ 14
૧૪આમ, સુલેમાને સભાસ્થાનનું બાંધકામ પૂરું કર્યું.
و اندرون دیوارهای خانه را به تخته های سرو آزاد بنا کرد، یعنی از زمین خانه تادیوار متصل به سقف را از اندرون با چوب پوشانید و زمین خانه را به تخته های صنوبر فرش کرد. ۱۵ 15
૧૫પછી તેણે સભાસ્થાનની અંદરની દીવાલોને દેવદારના પાટિયાની બનાવી. ભોંયતળિયાથી છત સુધી તેણે તે દીવાલો ઉપર અંદરની બાજુએ લાકડાંનું અસ્તર કર્યું; તેણે સભાસ્થાનનું ભોંયતળિયુ દેવદારનાં પાટિયાનું બનાવ્યું.
و از پشت خانه بیست ذراع با تخته های سرو آزاد از زمین تا سر دیوارها بنا کرد و آنها رادر اندرون به جهت محراب، یعنی به جهت قدس‌الاقداس بنا نمود. ۱۶ 16
૧૬સભાસ્થાનની પાછળની બાજુ તેણે વીસ હાથ લાંબી એક ઓરડી બાંધી. તેણે તળિયેથી છેક છત સુધીની દીવાલો દેવદારની બનાવી. એ દીવાલો તેણે આ પરમપવિત્ર સ્થાન માટે અંદરની બાજુએ બનાવી.
و خانه، یعنی هیکل پیش روی محراب چهل ذراع بود. ۱۷ 17
૧૭મુખ્ય સભાખંડ એટલે પરમપવિત્રસ્થાનની સામેના પવિત્ર સ્થાનની લંબાઈ ચાલીસ હાથ હતી.
و دراندرون خانه چوب سرو آزاد منبت به شکل کدوها و بسته های گل بود چنانکه همه‌اش سروآزاد بود و هیچ سنگ پیدا نشد. ۱۸ 18
૧૮ભક્તિસ્થાનના અંદરની બાજુના હિસ્સામાં દેવદારના લાકડા પર કળીઓ તથા ખીલેલાં ફૂલો કોતરેલાં હતાં. ત્યાં અંદરના ભાગમાં ક્યાંય પણ પથ્થરનું કામ દેખાતું ન હતું. ક્યાંય એક પણ પથ્થર દેખાતો નહોતો.
و در اندرون خانه، محراب را ساخت تا تابوت عهد خداوند رادر آن بگذارد. ۱۹ 19
૧૯સુલેમાને યહોવાહનો કરારકોશ મૂકવા માટે સભાસ્થાનની અંદરની બાજુએ પરમપવિત્રસ્થાન બનાવ્યું.
و اما داخل محراب طولش بیست ذراع و عرضش بیست ذراع و بلندیش بیست ذراع بود و آن را به زر خالص پوشانید ومذبح را با چوب سرو آزاد پوشانید. ۲۰ 20
૨૦પરમપવિત્રસ્થાનની લંબાઈ વીસ હાથ, પહોળાઈ વીસ હાથ અને ઊંચાઈ વિસ હાથ હતી. તેણે તેની દીવાલોને શુદ્વ સોનાથી અને તેની વેદીને દેવદારના લાકડાથી મઢી હતી.
پس سلیمان داخل خانه را به زر خالص پوشانید وپیش روی محراب زنجیرهای طلا کشید و آن رابه طلا پوشانید. ۲۱ 21
૨૧પછી સુલેમાને સભાસ્થાનની અંદરની દીવાલોને શુદ્ધ સોનાથી મઢી. તેણે પરમપવિત્રસ્થાનની આગળ પ્રવેશદ્વારના એક છેડેથી બીજા છેડા સુધી સોનાની સાંકળો મૂકી અને આગળના ભાગને સોનાથી મઢ્યો.
و تمامی خانه را به طلاپوشانید تا همگی خانه تمام شد و تمامی مذبح راکه پیش روی محراب بود، به طلا پوشانید. ۲۲ 22
૨૨આમ, સુલેમાને સભાસ્થાનનો અંદરનો આખો ભાગ સોનાથી મઢી લીધો. તેણે પરમપવિત્રસ્થાનની આખી વેદીને પણ સોનાથી મઢી લીધી.
و در محراب دو کروبی از چوب زیتون ساخت که قد هر یک از آنها ده ذراع بود. ۲۳ 23
૨૩સુલેમાને પરમપવિત્રસ્થાનમાં જૈતૂનનાં લાકડામાંથી બનાવેલા બે કરુબ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ દસ હાથ હતી.
و بال یک کروبی پنج ذراع و بال کروبی دیگر پنج ذراع بود و از سر یک بال تا به‌سر بال دیگر ده ذراع بود. ۲۴ 24
૨૪દરેક કરુબને બે પાંખ હતી અને તે દરેક પાંખની લંબાઈ પાંચ હાથ હતી; દરેકની એક પાંખથી બીજી પાંખના છેડાઓ વચ્ચેનું અંતર દસ હાથ હતું.
و کروبی دوم ده ذراع بود که هر دو کروبی رایک اندازه و یک شکل بود. ۲۵ 25
૨૫બીજા કરુબની બે પાંખો વચ્ચેનું અંતર પણ દસ હાથ હતું, બન્ને કરુબો કદ અને આકારમાં સરખા જ હતા.
بلندی کروبی اول ده ذراع بود و همچنین کروبی دیگر. ۲۶ 26
૨૬બન્ને કરુબની ઊંચાઈ દસ હાથ હતી.
و کروبیان را در اندرون خانه گذاشت و بالهای کروبیان پهن شد به طوری که بال یک کروبی به دیوار می‌رسیدو بال کروبی دیگر به دیوار دیگر می‌رسید و درمیان خانه بالهای آنها با یکدیگر برمی خورد. ۲۷ 27
૨૭સુલેમાને એ બન્ને કરુબોને ભક્તિસ્થાનના પરમપવિત્રસ્થાનમાં ગોઠવ્યા હતા. કરુબની પાંખો ફેલાયેલી હતી, તેથી એક કરુબની પાંખ એક દીવાલને અને બીજા કરુબની પાંખ બીજી દીવાલને સ્પર્શતી હતી અને તેઓની બીજી પાંખો ખંડની વચ્ચોવચ્ચ એકબીજાને સ્પર્શતી હતી.
وکروبیان را به طلا پوشانید. ۲۸ 28
૨૮સુલેમાને તે કરુબોને સોનાથી મઢાવ્યા હતા.
و بر تمامی دیوارهای خانه، به هر طرف نقشهای تراشیده شده کروبیان و درختان خرما وبسته های گل در اندرون و بیرون کند. ۲۹ 29
૨૯તેણે સભાસ્થાનની સર્વ ઓરડીઓની દીવાલો પર અંદર તેમ જ બહાર કરુબો, ખજૂરી વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરાવેલું હતું.
وزمین خانه را از اندرون و بیرون به طلاپوشانید. ۳۰ 30
૩૦તેણે સભાસ્થાનની અંદરની તથા બહારની ઓરડીઓનાં ભોંયતળિયાં સોનાથી મઢ્યાં હતાં.
و به جهت در محراب دو لنگه از چوب زیتون، و آستانه و باهوهای آن را به اندازه پنج یک دیوار ساخت. ۳۱ 31
૩૧પરમપવિત્રસ્થાનના પ્રવેશ માટે સુલેમાને જૈતૂનનાં લાકડાંના દરવાજા બનાવ્યા હતા. ઉંબરો અને બારસાખ દીવાલના પાંચમા ભાગ જેટલાં હતાં.
پس آن دو لنگه از چوب زیتون بود و بر آنها نقشهای کروبیان و درختان خرما و بسته های گل کند و به طلا پوشانید. وکروبیان و درختان خرما را به طلا پوشانید. ۳۲ 32
૩૨આમ તેણે બે દરવાજા જૈતૂનનાં લાકડાંથી બનાવ્યા અને બન્ને દરવાજા પર કરુબો, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરીને તેને સોનાથી મઢી દીધાં હતાં.
و همچنین به جهت در هیکل باهوهای چوب زیتون به اندازه چهار یک دیوار ساخت. ۳۳ 33
૩૩એ જ રીતે ભક્તિસ્થાનના દરવાજા માટે પણ જૈતૂનનાં લાકડાની બારસાખ દીવાલના ચોથા ભાગ જેટલી બનાવી.
و دو لنگه این در از چوب صنوبر بود و دو تخته لنگه اول تا می‌شد و دو تخته لنگه دوم تا می‌شد. ۳۴ 34
૩૪દરવાજાનાં બે કમાડ દેવદારનાં લાકડાંનાં પાટિયાંમાંથી બનાવ્યાં હતાં. દરેક દરવાજાના બે ભાગ હતા અને એક પર એક વાળી શકાતા હતા.
و بر آنها کروبیان و درختان خرما و بسته های گل کند و آنها را به طلایی که موافق نقشها ساخته بود، پوشانید. ۳۵ 35
૩૫એ દરવાજાઓ પર કરુબ, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરીને તેને સોનાથી મઢ્યા હતા.
و صحن اندرون را از سه صف سنگهای تراشیده، و یک صف تیرهای سرو آزادبنا نمود. ۳۶ 36
૩૬તેણે ઘસીને ચકચકિત કરેલા પથ્થરોની ત્રણ હાર અને દેવદારના મોભની એક હાર વડે અંદરનો ચોક બનાવ્યો.
و بنیاد خانه خداوند در ماه زیو از سال چهارم سلطنت نهاده شد. ۳۷ 37
૩૭ચોથા વર્ષના ઝીવ માસમાં યહોવાહના સભાસ્થાનનો પાયો નાખવામાં આવ્યો હતો.
و در سال یازدهم درماه بول که ماه هشتم باشد، خانه با تمامی متعلقاتش بر وفق تمامی قانون هایش تمام شد. پس آن را در هفت سال بنا نمود. ۳۸ 38
૩૮અગિયારમા વર્ષના આઠમા માસમાં, એટલે કે બુલ માસમાં સભાસ્થાનનું સર્વ બાંધકામ તેના બધા ભાગો સહિત, સંપૂર્ણ નમૂના પ્રમાણે અને તેની વિશેષતા સાથે પૂરું થયું. આમ સુલેમાનને સભાસ્થાનનું બાંધકામ પૂર્ણ કરતાં સાત વર્ષ લાગ્યાં હતાં.

< اول پادشاهان 6 >