< 詩篇 124 >

1 ダビデがよんだ都もうでの歌 今、イスラエルは言え、主がもしわれらの方におられなかったならば、
ચઢવાનું ગીત; દાઉદનું. હવે ઇઝરાયલ એમ કહો, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,”
2 人々がわれらに逆らって立ちあがったとき、主がもしわれらの方におられなかったならば、
જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,
3 彼らの怒りがわれらにむかって燃えたったとき、彼らはわれらを生きているままで、のんだであろう。
તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.
4 また大水はわれらを押し流し、激流はわれらの上を越え、
પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.
5 さか巻く水はわれらの上を越えたであろう。
તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”
6 主はほむべきかな。主はわれらをえじきとして彼らの歯にわたされなかった。
યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.
7 われらは野鳥を捕えるわなをのがれる鳥のようにのがれた。わなは破れてわれらはのがれた。
જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.
8 われらの助けは天地を造られた主のみ名にある。
આકાશ અને પૃથ્વીના સર્જનહાર, યહોવાહ અમારા મદદગાર છે.

< 詩篇 124 >