< ઝખાર્યા 4 >

1 મારી સાથે જે દૂત વાત કરતો હતો તે પાછો આવ્યો અને જાગેલા માણસની પેઠે તેણે મને ઊંઘમાંથી ઉઠાડ્યો.
Potem Anioł, który rozmawiał ze mną, powrócił i obudził mnie, jak budzi się kogoś ze snu.
2 તેણે મને કહ્યું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું પૂરેપૂરું સોનાનું બનેલું દીપવૃક્ષ જોઉં છું જેની ટોચ પર કોડિયું છે. તેના પર સાત દીવા છે અને જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત દિવેટ છે.
I zapytał mnie: Co widzisz? Odpowiedziałem: Spojrzałem, a oto świecznik cały ze złota, a na jego szczycie jest czasza, na nim siedem lamp, a [także] siedem rurek do tych siedmiu lamp, które [są] na jego szczycie;
3 તેની પાસે બે જૈતૂનના વૃક્ષો છે, તેમાંનું એક કોડિયાની જમણી બાજુએ અને બીજું કોડિયાની ડાબી બાજુએ.”
Dwa drzewa oliwne obok niego, jedno po prawej stronie czaszy, a drugie po jej lewej stronie.
4 ફરીથી મારી સાથે વાત કરનાર દૂતને મેં કહ્યું, “હે મારા માલિક, તેનો અર્થ શો થાય છે?”
Wtedy odezwałem się do Anioła, który rozmawiał ze mną, i zapytałem: Co to jest, mój Panie?
5 જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે જવાબ આપીને મને કહ્યું, “તેનો અર્થ શો છે તે શું તું જાણતો નથી?” મેં કહ્યું, “ના, મારા માલિક.”
Anioł, który rozmawiał ze mną, odpowiedział mi: Czy nie wiesz, co to jest? Odpowiedziałem: Nie [wiem], mój Panie.
6 તેણે મને જવાબ આપીને કહ્યું, ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાહનું વચન આ છે: ‘બળથી નહિ કે સામર્થ્યથી નહિ પણ મારા આત્માથી,’ સૈન્યોના યહોવાહ કહે છે,”
Wtedy odpowiedział mi: Oto słowo PANA do Zorobabela: Nie wojskiem ani siłą, ale moim Duchem, mówi PAN zastępów.
7 “હે ઊંચા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ થઈ જશે, તેના પર ‘કૃપા થાઓ, કૃપા થાઓ, એવા પોકારસહિત ટોચના પથ્થરને બહાર લાવશે.”
Czymże ty jesteś, góro wielka? Wobec Zorobabela staniesz się równiną. On bowiem wyniesie główny kamień z głośnym okrzykiem: Łaska, łaska nad nim.
8 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
I doszło słowo PANA do mnie mówiące:
9 “ઝરુબ્બાબેલના હાથથી આ પવિત્રસ્થાનનો પાયો નંખાયો છે અને તેના હાથથી તે પૂરું થશે, ત્યારે તું જાણશે કે સૈન્યોના યહોવાહે મને તારી પાસે મોકલ્યો છે, એવું ઝરુબ્બાબેલ કહે છે,
Ręce Zorobabela położyły fundamenty tego domu, jego ręce go dokończą; a poznasz, że PAN zastępów posłał mnie do was.
10 ૧૦ નાના કામોના આ દિવસને કોણે ધિક્કાર્યો છે? આ લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને આનંદ કરશે. “યહોવાહની આ સાત દીવારૂપી આંખો, આખી પૃથ્વી પર સર્વત્ર ફરતી રહે છે.”
Któż bowiem wzgardził dniem małych [początków]? Oni bowiem będą się radować, patrząc na pion w ręku Zorobabela i na tych siedmioro oczu PANA, które przebiegają całą ziemię.
11 ૧૧ પછી મેં દૂતને પૂછ્યું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ બે જૈતૂન વૃક્ષો છે તે શું છે?”
Wtedy odezwałem się i zapytałem go: Co [oznaczają te] dwa drzewa oliwne po prawej i lewej stronie tego świecznika?
12 ૧૨ વળી મેં ફરીથી તેની સાથે વાત કરીને કહ્યું, “જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ કે જે સોનાની બે દિવેટો છે. તેમાંથી તેલનો પ્રવાહ વહે છે તેઓ શું છે?”
I ponownie odezwałem się, i zapytałem go: Co [oznaczają te] dwie gałęzie oliwne, które dwiema złotymi rurkami wypuszczają z siebie złocistą oliwę?
13 ૧૩ તેણે મારી સાથે વાત કરવાનું ચાલું રાખ્યું, “આ શું છે તે શું તું નથી જાણતો?” અને મેં કહ્યું, “ના, મારા માલિક.”
On zapytał: Nie wiesz, [co to jest]? Odpowiedziałem: Nie [wiem], mój Panie.
14 ૧૪ તેણે કહ્યું, “તેઓ તો આખી પૃથ્વીના પ્રભુ પાસે ઊભા રહેનાર બે અભિષિક્તો છે.”
Wtedy powiedział: To są dwaj pomazańcy, którzy stoją przed Panem całej ziemi.

< ઝખાર્યા 4 >