< ગીતોનું ગીત 3 >

1 મેં રાત્રે મારા પ્રાણપ્રિયને પલંગમાં શોધ્યો, મેં તેને શોધ્યો પણ તે મને મળ્યો નહિ.
我夜間躺臥在床上, 尋找我心所愛的; 我尋找他,卻尋不見。
2 મેં કહ્યું, હું તો ઊઠીને નગરમાં, ગલીઓમાં તથા સરિયામ રસ્તાઓમાં ફરીને; મારા પ્રાણપ્રિયને શોધીશ.” મેં તેને શોધ્યો, પણ તે મને મળ્યો નહિ.
我說:我要起來,遊行城中, 在街市上,在寬闊處, 尋找我心所愛的。 我尋找他,卻尋不見。
3 નગરમાં ચોકી માટે ફરતા ચોકીદારોનો મને ભેટો થયો; મેં તેઓને પૂછ્યું, “મારા પ્રાણપ્રિયને તમે જોયો?”
城中巡邏看守的人遇見我; 我問他們:你們看見我心所愛的沒有?
4 તેમનાંથી ફક્ત થોડે જ દૂર હું ગઈ એટલે મારો પ્રાણપ્રિય મને મળ્યો, જ્યાં સુધી હું તેને મારી માના ઘરમાં, મારી માતાના ઓરડામાં લાવી, ત્યાં સુધી મેં તેને પકડી રાખ્યો, તેને છોડ્યો નહિ.
我剛離開他們就遇見我心所愛的。 我拉住他,不容他走, 領他入我母家, 到懷我者的內室。
5 હે યરુશાલેમની યુવતીઓ, હરણીઓના તથા જંગલી સાબરીઓના સમ આપીને કહું છું કે તેની મરજી થાય ત્યાં સુધી, તમે મારા પ્રીતમને જગાડશો નહિ.
耶路撒冷的眾女子啊, 我指着羚羊或田野的母鹿囑咐你們: 不要驚動、不要叫醒我所親愛的, 等他自己情願。
6 ધુમાડાના સ્તંભ જેવો, બોળ, લોબાન તથા વેપારીઓના સઘળાં સુગંધી દ્રવ્યોથી મહેકતો, આ જે અરણ્યમાં આવતો દેખાય છે તે કોણ છે?
那從曠野上來、形狀如煙柱、 以沒藥和乳香並商人各樣香粉薰的是誰呢?
7 જુઓ, આ તો સુલેમાનની પાલખી છે; તેની આસપાસ સાઠ યોદ્ધાઓ, સાઠ ઇઝરાયલી સૈનિકો છે.
看哪,是所羅門的轎; 四圍有六十個勇士, 都是以色列中的勇士;
8 તેઓ તલવારબાજીમાં તથા યુદ્ધમાં કુશળ છે. રાત્રીના ભયને કારણે, તે દરેક માણસની તલવાર તેની જાંઘે હોય છે.
手都持刀,善於爭戰, 腰間佩刀,防備夜間有驚慌。
9 સુલેમાન રાજાએ પોતાના માટે લબાનોનના લાકડામાંથી રથ બનાવ્યો.
所羅門王用黎巴嫩木 為自己製造一乘華轎。
10 ૧૦ તેના સ્તંભ ચાંદીના, તેનું તળિયું સોનાનું તથા તેનું આસન જાંબુડા રંગનું બનાવ્યું છે. તેમાં યરુશાલેમની દીકરીઓ માટેનાં પ્યારરૂપી ચિત્રવિચિત્ર ભરત ભરેલું છે.
轎柱是用銀做的, 轎底是用金做的; 坐墊是紫色的, 其中所鋪的乃耶路撒冷眾女子的愛情。
11 ૧૧ હે સિયોનની દીકરીઓ, નીકળી આવો, જુઓ સુલેમાન રાજાને, તેના આનંદના દિવસે એટલે તેના લગ્નના દિવસે જે મુગટ તેની માતાએ તેને પહેરાવ્યો છે, તે મુગટ સહિત તેને નિહાળો.
錫安的眾女子啊, 你們出去觀看所羅門王! 頭戴冠冕,就是在他婚筵的日子、 心中喜樂的時候,他母親給他戴上的。

< ગીતોનું ગીત 3 >