< ગીતશાસ્ત્ર 85 >

1 મુખ્ય ગવૈયાને માટે. કોરાના દીકરાઓનું ગીત. હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
In finem, filiis Core, Psalmus. Benedixisti Domine terram tuam: avertisti captivitatem Iacob.
2 તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
Remisisti iniquitatem plebis tuæ: operuisti omnia peccata eorum.
3 તેથી હવે તમારા કોપનો; ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
Mitigasti omnem iram tuam: avertisti ab ira indignationis tuæ.
4 હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે.
Converte nos Deus salutaris noster: et averte iram tuam a nobis.
5 શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો?
Numquid in æternum irasceris nobis? aut extendes iram tuam a generatione in generationem?
6 શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો? ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે.
Deus tu conversus vivificabis nos: et plebs tua lætabitur in te.
7 તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને યહોવાહ અમારો ઉદ્ધાર કરો.
Ostende nobis Domine misericordiam tuam: et salutare tuum da nobis.
8 યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું, કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે. પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય.
Audiam quid loquatur in me Dominus Deus: quoniam loquetur pacem in plebem suam. Et super sanctos suos: et in eos, qui convertuntur ad cor.
9 જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું.
Verumtamen prope timentes eum salutare ipsius: ut inhabitet gloria in terra nostra.
10 ૧૦ કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
Misericordia, et veritas obviaverunt sibi: iustitia, et pax osculatæ sunt.
11 ૧૧ પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
Veritas de terra orta est: et iustitia de cælo prospexit.
12 ૧૨ હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
Etenim Dominus dabit benignitatem: et terra nostra dabit fructum suum.
13 ૧૩ તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે.
Iustitia ante eum ambulabit: et ponet in via gressus suos.

< ગીતશાસ્ત્ર 85 >