< ગીતશાસ્ત્ર 55 >

1 મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું માસ્કીલ. હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળવાને તમારા કાન ધરો; અને મારી વિનંતિ સાંભળવાથી સંતાઈ ન જાઓ.
MAIN Kot, kom kotin ereki ai kapakap, o kom der rirwei jan mon ai nidinid.
2 મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો; હું શોકને કારણે અશાંત છું અને વિલાપ કરું છું.
Kom kotin mani ia o kotin japen ia. Pwe i kin janjalon jili o janejanki,
3 દુશ્મનોના અવાજને લીધે અને દુષ્ટોના જુલમને લીધે, હું વિલાપ કરું છું; કેમ કે તેઓ મારા પર અન્યાય કરવાનો દોષ મૂકે છે અને ક્રોધથી મને સતાવે છે.
Pwe nil en ai imwintiti kin kainjenjued ia o me doo jan Kot akan kin pakipaki ia; pwe re kin men wia jued on ia, o re kin kailon kin ia.
4 મારા હૃદયમાં મને ઘણી વેદના થાય છે અને મૃત્યુનો ભય મારા પર આવી પડ્યો છે.
Monion i majapwekada nan kapek i, o majak en mela lel on ia.
5 મને ત્રાસથી ધ્રૂજારી આવે છે અને ભયથી ઘેરાયેલો છું.
Majak o rerer lel don ia; wapon kadupal ia di.
6 મેં કહ્યું, “જો મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું! તો હું દૂર ઊડી જઈને વિશ્રામ લેત.
I apindada: O ma pa I ka dueta pa en muroi, pwen pirwei o mi ekij waja.
7 હું અરણ્યમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત. (સેલાહ)
I ap pan pirla waja doo, o kaukajon jap tan.
8 પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને ઉતાવળે આશ્રયસ્થાને જઈ પહોંચત.”
I pan madanlan wajan moleilei mon melimel o katau.
9 હે પ્રભુ, તેઓનો નાશ કરો અને તેઓની ભાષાઓ બદલી નાખો, કેમ કે મેં નગરમાં બળાત્કાર તથા ઝઘડા જોયા છે.
Main Ieowa, kom kotin kawuk pajan lo arail, o kotin kajore ir ala, pwe i kilekilan, me toun kanim o kin weit o Akamai pena.
10 ૧૦ તેઓ રાતદિવસ તેના કોટ પર આંટા મારે છે; અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે.
Mepukat kin wiaui ni ran o ni pon pon arail kel takai, o a dir en apwal o dodok kan.
11 ૧૧ તેની વચ્ચે બૂરાઈ છે; જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી.
Me jued akan kin kaunda kanim o; o tou a kan jota kin muei jan likam o kotaue.
12 ૧૨ કેમ કે મને જે ઠપકો આપનારો હતો તે મારો શત્રુ ન હતો, એ તો મારાથી સહન કરી શકાત; મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે મારો શત્રુ ન હતો, એવાથી તો હું સંતાઈ રહી શકત.
Ma ai imwintiti pan wia jued on ia, I jota pan injenoki, o ma me kailon kin ia pan pei on ia, I pan ruki jan mo a.
13 ૧૩ પણ તે તું જ છે, તું જે મારા સરખો, મારો સાથી અને મારો ખાસ મિત્ર.
A koe, ai warok, o kompole pa I o kij ai.
14 ૧૪ આપણે એકબીજાની સાથે મીઠી સંગત કરતા હતા; આપણે જનસમુદાય સાથે ઈશ્વરના ઘરમાં જતા હતા.
Pwe kitail minimin penaer nan pun atail, Kitail wiaki eu nan pun en pokon nan tanpaj en Kot.
15 ૧૫ એકાએક તેમના પર મોત આવી પડો; તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો, કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે. (Sheol h7585)
Mela en madan lel won irail, pwe ren lokidokila nan wajan mela ni ar memaur; pwe im arail o lol arail me dir en morjued. (Sheol h7585)
16 ૧૬ હું તો ઈશ્વરને પોકાર કરીશ અને યહોવાહ મારો બચાવ કરશે.
A I pan likwir on Kot, o Ieowa pan kotin jauaja ia.
17 ૧૭ હું મારા દુ: ખમાં સવારે, બપોરે અને સાંજે ઈશ્વરને ફરિયાદ કરીશ અને તે મારો અવાજ સાંભળશે.
Nin jautik, o ni manjan, o nin jauaj I pan janejan o weiwer, a ap pan kotin mani nil ai.
18 ૧૮ કોઈ મારી પાસે આવે નહિ, માટે તેમણે છોડાવીને મારા આત્માને શાંતિ આપી છે કેમ કે મારી સામે લડનારા ઘણા છે.
A pan kotin dorela nen i jan ren me men palian ia, o pan kotin kamoleilei ia; pwe ir me toto, me u on ia.
19 ૧૯ ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, તે તેઓને સાંભળશે અને જવાબ આપશે. (સેલાહ) જે માણસોમાં કંઈ ફેરફાર થતો નથી; તેઓ ઈશ્વરથી બીતા નથી.
Kot pan kotin ereki o kanamenok ir ala, pwe a kotikot eta jan tapin kaua.
20 ૨૦ મારા મિત્રો કે જેઓ તેની સાથે સમાધાન રાખતા હતા તેણે તેમના પર હાથ ઉગામ્યો છે; તેણે પોતાનો કરેલો કરાર તોડ્યો છે.
A jaikidi japwilim a popol akan, o a kawela a inau.
21 ૨૧ તેના મુખના શબ્દો માખણ જેવા સુંવાળા છે, પણ તેનું હૃદય યુદ્ધના વિચારોથી ભરેલું છે; તેના શબ્દો તેલ કરતાં વધારે મુલાયમ છે, પણ તે શબ્દો ખરેખર તલવારની જેમ કાપે છે.
Au a me kitentel jan wi, ap lamelame duen mauin, a lokaia me muterok jan le, ap rajon kodlaj kon, me onopa dan pei.
22 ૨૨ તમારી ચિંતાઓ યહોવાહને સોંપી દો અને તે તમને નિભાવી રાખશે; તે ક્યારેય ન્યાયી વ્યક્તિને પરાજિત થવા દેતા નથી.
Mueid on Ieowa, me koe inon ion, a pan apwali uk ada, a jota pan kotin mueid on me pun kan en wukiwuk jili.
23 ૨૩ પણ, હે ઈશ્વર, તમે મારા શત્રુઓને વિનાશની ખાઈમાં ધકેલી દો છો; ખૂની કે કપટી પોતાનું અડધું આયુષ્ય પણ ભોગવી નથી શકતા, પણ હું તો તમારા પર ભરોસો રાખીશ.
Main Kot, kom pan kotin kaje ir Ion on nan por lol en me jued o; me inon ion nta o likam kan jota pan lel on apali en maur arail. A i pan kaporoporeki komui.

< ગીતશાસ્ત્ર 55 >