< ગીતશાસ્ત્ર 52 >

1 મુખ્ય ગવૈયાને માટે દાઉદનું માસ્કીલ: દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે, તે વખતનું. ઓ શક્તિશાળી માણસ, તું તારાં દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે.
In finem, Intellectus David, Cum venit Doeg Idumæus, et nunciavit Sauli: Venit David in domum Achimelech. Quid gloriaris in malitia, qui potens es in iniquitate?
2 તારી જીભ દુષ્ટ યોજનાઓ કરે છે અણીદાર અસ્ત્રાની જેમ તે છેતરે છે.
Tota die iniustitiam cogitavit lingua tua: sicut novacula acuta fecisti dolum.
3 તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે.
Dilexisti malitiam super benignitatem: iniquitatem magis quam loqui æquitatem.
4 અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે.
Dilexisti omnia verba præcipitationis, lingua dolosa.
5 ઈશ્વર સદાને માટે તારો નાશ કરશે; તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે અને પૃથ્વીમાંથી તે તને ઉખેડી નાખશે. (સેલાહ)
Propterea Deus destruet te in finem, evellet te, et emigrabit te de tabernaculo tuo: et radicem tuam de terra viventium.
6 વળી ન્યાયીઓ પણ તે જોશે અને ગભરાશે; તેઓ હસીને તેને કહેશે કે,
Videbunt iusti, et timebunt, et super eum ridebunt, et dicent:
7 “જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો.”
ecce homo, qui non posuit Deum adiutorem suum: Sed speravit in multitudine divitiarum suarum: et prævaluit in vanitate sua.
8 પણ હું તો ઈશ્વરના ઘરના લીલા જૈતૂનવૃક્ષ જેવો છું; હું ઈશ્વરની કૃપા પર સદાકાળ ભરોસો રાખું છું.
Ego autem, sicut oliva fructifera in domo Dei, speravi in misericordia Dei in æternum: et in sæculum sæculi.
9 હે ઈશ્વર, તમે જે કર્યું છે, તે માટે હું તમારી આભારસ્તુતિ સદા કરીશ. હું તમારા નામ પર આશા રાખું છું, કેમ કે તમારું નામ ઉત્તમ છે અને હું તે તમારાં સંતોની સમક્ષ પ્રગટ કરીશ.
Confitebor tibi in sæculum quia fecisti: et expectabo nomen tuum, quoniam bonum est in conspectu sanctorum tuorum.

< ગીતશાસ્ત્ર 52 >