< ગીતશાસ્ત્ર 44 >

1 મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું (ગીત). માસ્કીલ. હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં એટલે પુરાતન કાળમાં, તમે જે કામો કર્યાં હતાં, તે વિષે તેઓએ અમને કહ્યું છે તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
可拉后裔的训诲诗,交与伶长。 神啊,你在古时, 我们列祖的日子所行的事, 我们亲耳听见了; 我们的列祖也给我们述说过。
2 તમે તમારે હાથે વિદેશીઓને નસાડી મૂક્યા, અને તમે તમારા લોકોને વસાવ્યા; તમે વિદેશી લોકો પર દુઃખ લાવ્યા, પણ તમે અમારા લોકોને દેશમાં વસાવ્યા.
你曾用手赶出外邦人, 却栽培了我们列祖; 你苦待列邦, 却叫我们列祖发达。
3 તેઓએ પોતાની તલવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે અને તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.
因为他们不是靠自己的刀剑得地土, 也不是靠自己的膀臂得胜, 乃是靠你的右手、你的膀臂, 和你脸上的亮光, 因为你喜悦他们。
4 તમે મારા ઈશ્વર તથા રાજા છો; તમે યાકૂબને વિજય ફરમાવો.
神啊,你是我的王; 求你出令使雅各得胜。
5 તમારી સહાયતાથી અમે અમારા વૈરીઓને જમીનદોસ્ત કરી નાખીશું; તમારે નામે અમારી વિરુદ્ધ ઊઠનારને છૂંદી નાખીશું.
我们靠你要推倒我们的敌人, 靠你的名要践踏那起来攻击我们的人。
6 કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહિ, મારી તલવાર પણ મારો બચાવ કરી શકશે નહિ.
因为,我必不靠我的弓; 我的刀也不能使我得胜。
7 પણ અમારા વૈરીઓથી તમે અમને બચાવ્યા છે અને જેઓ અમને ધિક્કારે છે તેઓને બદનામ કર્યા છે.
惟你救了我们脱离敌人, 使恨我们的人羞愧。
8 આખો દિવસ અમે ઈશ્વરમાં બડાશ મારી છે અને અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ કરીશું. (સેલાહ)
我们终日因 神夸耀, 还要永远称谢你的名。 (细拉)
9 પણ હવે તમે અમને દૂર કર્યા છે અને શરમિંદા કર્યા છે અને અમારા સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.
但如今你丢弃了我们,使我们受辱, 不和我们的军兵同去。
10 ૧૦ તમે શત્રુઓ આગળ અમારી પાસે પીઠ ફેરવાવો છો; અને જેઓ અમને ધિક્કારે છે તેઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે.
你使我们向敌人转身退后; 那恨我们的人任意抢夺。
11 ૧૧ તમે અમને કાપવાનાં ઘેટાંની જેમ બનાવી દીધા છે અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે.
你使我们当作快要被吃的羊, 把我们分散在列邦中。
12 ૧૨ તમે તમારા લોકોને મફત વેચી દીધા છે; તેઓની કિંમતથી અમને કંઈ લાભ થતો નથી.
你卖了你的子民也不赚利, 所得的价值并不加添你的资财。
13 ૧૩ અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદારૂપ બનાવ્યા છે, અમારી આસપાસના લોકો સમક્ષ અમને હાંસીરૂપ તથા તિરસ્કારરૂપ બનાવ્યા છે.
你使我们受邻国的羞辱, 被四围的人嗤笑讥刺。
14 ૧૪ તમે અમને વિદેશીઓમાં કહાણીરૂપ અને લોકોમાં માથાં હલાવવાનું કારણ કરો છો.
你使我们在列邦中作了笑谈, 使众民向我们摇头。
15 ૧૫ આખો દિવસ મારી આગળથી મારું અપમાન ખસતું નથી અને મારા મુખ પર થતી શરમિંદગીએ મને ઢાંકી દીધો છે.
我的凌辱终日在我面前, 我脸上的羞愧将我遮蔽,
16 ૧૬ નિંદા તથા દુર્ભાષણ કરનાર બોલને લીધે અને શત્રુ તથા વેર વાળનારની દ્રષ્ટિને લીધે આવું થાય છે.
都因那辱骂毁谤人的声音, 又因仇敌和报仇人的缘故。
17 ૧૭ આ બધું અમારા પર આવી પડ્યું છે; તોપણ અમે તમને વીસરી ગયા નથી અને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી બન્યા નથી.
这都临到我们身上, 我们却没有忘记你, 也没有违背你的约。
18 ૧૮ અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી; અમારાં પગલાં તમારા માર્ગ પરથી અન્ય માર્ગે વળ્યાં નથી.
我们的心没有退后; 我们的脚也没有偏离你的路。
19 ૧૯ તોપણ તમે અમને શિયાળવાંની જગ્યામાં કચડ્યા છે અને અમને મોતની છાયાથી ઢાંકી દીધા છે
你在野狗之处压伤我们, 用死荫遮蔽我们。
20 ૨૦ જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોઈએ અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોય,
倘若我们忘了 神的名, 或向别神举手,
21 ૨૧ તો શું ઈશ્વર તે શોધી ન કાઢત? કેમ કે તે હૃદયની ગુપ્ત વાતો જાણે છે.
神岂不鉴察这事吗? 因为他晓得人心里的隐秘。
22 ૨૨ કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ; કાપવાના ઘેટાંની જેવા અમને ગણવામાં આવે છે.
我们为你的缘故终日被杀; 人看我们如将宰的羊。
23 ૨૩ હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘો છો? ઊઠો, અમને સદાને માટે દૂર ન કરો.
主啊,求你睡醒,为何尽睡呢? 求你兴起,不要永远丢弃我们!
24 ૨૪ તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવ્યું છે? અને અમારું સંકટ તથા અમારી સતાવણી કેમ વીસરી જાઓ છો?
你为何掩面, 不顾我们所遭的苦难和所受的欺压?
25 ૨૫ કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; અને અમે પેટ ઘસડતા થયાં છીએ.
我们的性命伏于尘土; 我们的肚腹紧贴地面。
26 ૨૬ અમને મદદ કરવાને ઊઠો અને તમારી કૃપાથી અમને છોડાવો.
求你起来帮助我们! 凭你的慈爱救赎我们!

< ગીતશાસ્ત્ર 44 >