< ગીતશાસ્ત્ર 35 >

1 દાઉદનું (ગીત). હે યહોવાહ, મારી વિરુદ્ધ વાદ કરનારની સામે તમે વાદ કરો; મારી વિરુદ્ધ લડનારની સાથે તમે લડાઈ કરો.
Dávidé. Perelj Uram a velem perlőkkel; harczolj a velem harczolókkal.
2 નાની તથા મોટી ઢાલ સજીને મારી સહાયને માટે ઊભા થાઓ.
Ragadj paizst és vértet, és kelj föl segítségemre.
3 જેઓ મારી પાછળ લાગેલા છે તેઓની વિરુદ્ધ તમારા ભાલાનો ઉપયોગ કરો; મારા આત્માને કહો, “હું તારો ઉદ્ધાર કરનાર છું.”
Szegezz dárdát és rekeszd el üldözőim útját, mondd lelkemnek: Én vagyok segítséged.
4 જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ બદનામ થાઓ. જેઓ મારું નુકસાન ઇચ્છે છે, તેઓ રઝળી પડો અને પાછા હઠો.
Szégyen, gyalázat érje azokat, a kik lelkemet keresik; vettessenek hátra és piruljanak, a kik vesztemet koholják.
5 તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા થાય, તેઓને યહોવાહનો દૂત નસાડી મૂકો.
Legyenek olyanok, mint a polyva a szél előtt; az Úrnak angyala verdesse őket.
6 તેઓનો માર્ગ અંધકારમય અને લપસણો થાઓ, યહોવાહનો દૂત તેઓની પાછળ પડો.
Legyen útjok sötét, csuszamlós, s az Úrnak angyala kergesse őket.
7 તેઓએ વગર કારણે મારે માટે ખાડામાં પોતાની જાળ સંતાડી રાખી છે; વિનાકારણ તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે.
Mert ok nélkül vetették elém titkon vont hálójokat, és ok nélkül ástak vermet az én lelkemnek.
8 તેઓના પર અચાનક વિપત્તિ આવી પડો. પોતાના જાળમાં તેઓ પોતે જ ફસાઈ પડો. પોતાના ખોદેલા ખાડામાં પડીને તેઓનો સંહાર થાઓ.
Érje őt romlás váratlanul, fogja meg hálója, a melyet kivetett, essék belé a veszedelembe.
9 પણ હું યહોવાહમાં આનંદ કરીશ અને તેમના ઉદ્ધારમાં હર્ષ પામીશ.
Az én lelkem pedig vigad majd az Úrban, örvendezve szabadításában.
10 ૧૦ મારા સઘળા બળથી હું કહીશ કે, “હે યહોવાહ, તમારા જેવું કોણ છે? જે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”
Minden tetemem ezt mondja majd: Kicsoda olyan, mint te, Uram?! A ki megszabadítod a nyomorultat a nála erősebbtől, a szegényt és szűkölködőt az ő megrablójától.
11 ૧૧ જૂઠા સાક્ષીઓ ઊભા થાય છે; તેઓ મારા પર આરોપ મૂકે છે.
Erőszakos tanúk állnak elő; azt kérdezik tőlem, a miről nem tudok.
12 ૧૨ તેઓ ભલાઈને બદલે મને બુરું પાછું આપે છે. જેથી હું અનાથ થઈ જાઉં છું.
Jóért roszszal fizetnek meg nékem, megrabolják lelkemet.
13 ૧૩ પણ, જ્યારે તેઓ બીમાર હતા, ત્યારે હું ટાટ પહેરતો; હું ઉપવાસથી મારા જીવને દુઃખી કરતો અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી.
Pedig én az ő betegségökben gyászba öltöztem, bőjttel gyötörtem lelkemet, imádságom kebelemre vissza-vissza szállt.
14 ૧૪ તે લોકો જાણે મારા ભાઈઓ અને મારા નજીકના મિત્રો હોય તેવો વર્તાવ મેં તેઓની સાથે રાખ્યો; પોતાની માતાને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો.
Mintha barátom, testvérem volna, úgy jártam-keltem érte; mintha anyámat siratnám, úgy jártam bútól meghajolva:
15 ૧૫ પણ જ્યારે મારી પડતી થઈ, ત્યારે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા; હું તે જાણતો નહિ, એવી રીતે તેઓ મારી વિરુદ્ધ ટોળે વળતા.
Ők pedig örültek az én bukásomon és összegyűltek; összegyűltek ellenem a rágalmazók, tudtom nélkül gyaláztak és nem nyugodtak,
16 ૧૬ કોઈ પણ માન વગર તેઓએ મારી હાંસી ઉડાવી; તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો કર્યો.
Ingyenélők léha csúfkodásai közt fogaikat vicsorgatva rám.
17 ૧૭ હે પ્રભુ, ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો? તેઓના સંહારથી મારા જીવને તથા સિંહોથી મારા આત્માને બચાવી લો.
Oh Uram, meddig nézed? Szabadítsd meg lelkemet tombolásaiktól, az oroszlánkölyköktől az én egyetlenemet.
18 ૧૮ એટલે હું ભરસભામાં તમારી આભારસ્તુતિ કરીશ; ઘણા લોકોની મધ્યે હું તમારી પ્રશંસા કરીશ.
Dicsérlek a nagy gyülekezetben, az erős nép között magasztallak téged.
19 ૧૯ મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ; જેઓ વિનાકારણ મારો દ્વ્રેષ કરે છે તેઓ આંખના મિચકાર ન મારો.
Ne örüljenek rajtam az én hazug ellenségeim, méltatlan gyűlölőim se hunyorgassanak rám.
20 ૨૦ કારણ કે તેઓનું બોલવું શાંતિદાયક નથી, પણ દેશમાં શાંત રહેનારાઓની વિરુદ્ધ તેઓ દગાબાજી કરે છે.
Mert nem beszélnek békességet, hanem a kik békességesek e földön, azok ellen álnok dolgokat koholnak.
21 ૨૧ તેઓ મારી વિરુદ્ધ ખુલ્લા મુખે બોલે છે; તેઓએ કહ્યું, “હા, હા, અમારી આંખોએ તે જોયું છે.”
Föltátották rám szájokat, azt mondták: Haha! Haha! Látta a szemünk.
22 ૨૨ હે યહોવાહ, તમે તે જોયું છે, તમે ચૂપ ન રહો; હે પ્રભુ, મારાથી દૂર ન જાઓ.
Láttad, oh Uram – ne hallgass, oh Uram; ne légy távol tőlem!
23 ૨૩ મારો ન્યાય કરવા માટે જાગૃત થાઓ; હે મારા ઈશ્વર અને મારા પ્રભુ, મારી દાદ સાંભળવા માટે જાગો.
Serkenj föl, ébredj ítéletemre, oh Uram, Istenem, az én ügyemért.
24 ૨૪ હે મારા ઈશ્વર યહોવાહ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો; તેઓને મારા પર આનંદ કરવા ન દો.
Ítélj meg engem a te igazságod szerint, oh Uram, Istenem, hogy ne öröljenek rajtam!
25 ૨૫ તેઓને પોતાના હૃદયમાં એમ કહેવા ન દો કે, “આહા, અમારે જે જોઈતું હતું, તે અમારી પાસે છે.” તેઓને એમ કહેવા ન દો કે, “અમે તેને ગળી ગયા છીએ.”
Ne mondhassák szívökben: Örülj mi lelkünk! Ne mondhassák: Elnyeltük őt!
26 ૨૬ મારા નુકસાનમાં આનંદ પામનારા સર્વ બદનામ થાઓ અને ઝંખવાણા પડો. મારી વિરુદ્ધ બડાઈ કરનારાઓ અપમાનિત થઈને શરમાઈ જાઓ.
Szégyenüljenek meg, piruljanak együttesen, a kik bajomnak örülnek; szégyen és gyalázat borítsa be őket, a kik felfuvalkodtak ellenem.
27 ૨૭ જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે; તેઓ હર્ષ પામીને જયજયકાર કરો; તેઓ હમેશાં કહો, જે પોતાના સેવકની આબાદીમાં ખુશ રહે છે, તે યહોવાહની સ્તુતિ થાઓ.
Vigadjanak és örüljenek, a kik kivánják az én igazságomat, hadd mondják mindenkor: Nagy az Úr, a ki kivánja az ő szolgájának békességét.
28 ૨૮ ત્યારે હું તમારું ન્યાયીપણું પ્રગટ કરીશ અને આખો દિવસ હું તમારાં સ્તોત્ર ગાઈશ.
Az én nyelvem pedig hirdetni fogja a te igazságodat, a te dicsőségedet minden napon.

< ગીતશાસ્ત્ર 35 >