< ગીતશાસ્ત્ર 22 >

1 મુખ્ય સંગીતકાર માટે; “હરણની લય “દાઉદનું એક ગીત હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તમે એટલે દૂર કેમ રહો છો? 2 હે મારા ઈશ્વર, હું દિવસે પોકાર કરું છું, પણ તમે મને જવાબ આપતા નથી; અને રાત્રે પણ હું ચૂપ રહેતો નથી! 3 તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજમાન, તમે પવિત્ર છો. 4 અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો; તેઓએ ભરોસો રાખ્યો હતો અને તમે તેઓને છોડાવ્યા. 5 તેઓએ તમને પ્રાર્થના કરી અને તેઓ બચી ગયા. તેઓએ તમારા પર ભરોસો રાખ્યો અને નિરાશ થયા નહિ. 6 પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી, માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તુચ્છ ગણાયેલો છું. 7 જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે; તેઓ મોં ફેરવીને માથું ધુણાવીને કહે છે. 8 તેઓ કહે છે, “તું યહોવાહ પર ભરોસો રાખ; યહોવાહ તને છોડાવશે. તે તારા પર રાજી છે, માટે તે બચાવશે.” 9 તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો. 10 ૧૦ હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું મારી માતાના ગર્ભમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો! 11 ૧૧ તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે; મને સહાય કરનાર કોઈ નથી. 12 ૧૨ ઘણા સાંઢોએ મને ઘેરી લીધો છે; બાશાનના બળવંત સાંઢ મારી આસપાસ ફરી વળ્યા છે. 13 ૧૩ ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની જેમ તેઓ મારી સામે પોતાનું મોં ઉઘાડે છે. 14 ૧૪ જેમ પાણી વહી જાય તેમ, મારી શક્તિ ચાલી ગઈ છે અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે. મારું હૃદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે. 15 ૧૫ મારું બળ વાસણના એક તૂટેલા ટુકડા જેવું સુકું થઈ ગયું છે; મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે. તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે. 16 ૧૬ કારણ કે મારી આસપાસ કૂતરા ફરી વળ્યા છે; મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે. 17 ૧૭ હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. તેઓ મને ધારીને જુએ છે; 18 ૧૮ તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે, તેઓ મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખે છે. 19 ૧૯ હે યહોવાહ, મારાથી દૂર ન જાઓ; હે મારા સામર્થ્ય, મારી મદદે આવો. 20 ૨૦ મને આ તલવારથી બચાવો, મારા મૂલ્યવાન જીવનને આ કૂતરાના કબજામાંથી છોડાવો. 21 ૨૧ મને સિંહોનાં મોંમાંથી બચાવો; તમે જંગલી સાંઢોના શિંગડાંઓથી મને બચાવશે. 22 ૨૨ હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ; હું ભરી સભામાં તમારી સ્તુતિ કરીશ. 23 ૨૩ હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ! તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો! હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો. 24 ૨૪ કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી અને તેનાથી કંટાળ્યા નથી; યહોવાહે તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી; જ્યારે તેણે મદદને માટે અરજ કરી, ત્યારે તેમણે તેનું સાંભળ્યું. 25 ૨૫ હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું; તેમનું ભય રાખનારાઓની આગળ હું મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ. 26 ૨૬ દરિદ્રીઓ ખાઈને તૃપ્ત થશે; જેઓ યહોવાહને શોધે છે, તેઓ તેમની સ્તુતિ કરશે. તેઓનો હૃદય સર્વકાળ જીવો. 27 ૨૭ પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે; વિદેશીઓનાં સર્વ કુટુંબો તેમની આગળ આવીને પ્રણામ કરશે. 28 ૨૮ કારણ કે રાજ્ય યહોવાહનું છે; તે સર્વ પ્રજા પર રાજ કરે છે. 29 ૨૯ પૃથ્વીના સર્વ મોટા લોકો પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે. 30 ૩૦ તેઓના વંશજો પ્રભુ ઈશ્વરની સેવા કરશે; આવતી પેઢીની આગળ તેઓને તેનું ન્યાયીપણું પ્રગટ કરવામાં આવશે. 31 ૩૧ તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને; તેઓનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે કે, તેમણે તે કર્યું છે!

< ગીતશાસ્ત્ર 22 >