< ગીતશાસ્ત્ર 145 >

1 સ્તવન (ગીત); દાઉદનું. હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ; હું સદા તમારા નામની સ્તુતિ કરીશ.
Ngizakuphakamisa, Nkulunkulu wami, Nkosi, ngibonge ibizo lakho kuze kube nini lanini.
2 હું પ્રતિદિન તમારી પ્રશંસા કરીશ; સદા હું તમારા નામની સ્તુતિ કરીશ.
Ngensuku zonke ngizakubonga, ngidumise ibizo lakho kuze kube nini lanini.
3 યહોવાહ મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે; તેમની મહાનતા સમજશક્તિની બહાર છે.
Yinkulu iNkosi, ifanele ukudunyiswa kakhulu, lobukhulu bayo kabuhloleki.
4 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરવામાં આવશે.
Isizukulwana ngesizukulwana sizababaza imisebenzi yakho, sitshumayele izenzo zakho ezilamandla.
5 હું તમારી મહાનતા તથા તમારા મહિમા અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ.
Ngizakhuluma ngodumo lwakho olukhazimulayo lobukhosi bakho, langendaba zezimangaliso zakho.
6 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ.
Njalo bazakhuluma ngamandla ezenzo zakho ezesabekayo, lobukhulu bakho ngibulandise.
7 તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ફેલાવશે અને તેઓ તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે.
Bazathulula ngamazwi isikhumbuzo sokulunga kwakho okukhulu, bahlabele ngentokozo ngokulunga kwakho.
8 યહોવાહ દયાળુ અને કૃપાળુ છે, તે ક્રોધ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ભરપૂર છે.
Ilomusa lesihawu iNkosi, iyaphuza ukuthukuthela, inkulu ngothando.
9 યહોવાહ સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ નજર છે.
INkosi ilungile kubo bonke, lezihawu zayo ziphezu kwayo yonke imisebenzi yayo.
10 ૧૦ હે યહોવાહ, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો; તમારા ભક્તો તમારી સ્તુતિ કરો.
Imisebenzi yakho yonke izakudumisa, Nkosi, labangcwele bakho bazakubusisa.
11 ૧૧ તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને તેઓ તમારું પરાક્રમ પ્રગટ કરશે.
Bazakhuluma ngenkazimulo yombuso wakho, balandise ngamandla akho.
12 ૧૨ સર્વ લોકોમાં તેઓ ઈશ્વરના પરાક્રમી કામો જાહેર કરશે અને તમારા રાજ્યના મહિમા વિષે અને તમારા પ્રતાપ વિષે જાણશે.
Ukuze bazise abantwana babantu izenzo zayo ezilamandla, lenkazimulo yobukhosi bombuso wayo.
13 ૧૩ તમારું રાજ્ય સદાકાળનું રાજ્ય છે અને તમારું શાસન પેઢી દરપેઢી ટકી રહે છે.
Umbuso wakho ungumbuso wamaphakade wonke, lokubusa kwakho kumi kuso sonke isizukulwana ngesizukulwana.
14 ૧૪ સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.
INkosi isekela bonke abawayo, iphakamise bonke abakhothemeyo.
15 ૧૫ સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે; તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો.
Amehlo abo bonke alindele kuwe, wena-ke uyabanika ukudla kwabo ngesikhathi sakho.
16 ૧૬ તમે તમારો હાથ ખોલો છો, એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે.
Uyavula isandla sakho, usuthise isifiso sakho konke okuphilayo.
17 ૧૭ યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે અને તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે.
INkosi ilungile endleleni zayo zonke, njalo ilomusa emisebenzini yayo yonke.
18 ૧૮ જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે, તેઓની સાથે યહોવાહ રહે છે.
INkosi iseduze labo bonke abayibizayo, labo bonke abayibiza ngeqiniso.
19 ૧૯ જેઓ યહોવાહને માન આપે છે તેમની ઇચ્છાઓને તે પૂરી કરે છે; તે તેઓનો પોકાર સાંભળીને તેમને બચાવે છે.
Yenza isifiso sabayesabayo, iyezwa ukukhala kwabo, ibasindise.
20 ૨૦ યહોવાહ તેમના પર પ્રેમ રાખનારા સર્વનું તે ધ્યાન રાખે છે, પણ તે સર્વ દુષ્ટોનો નાશ કરે છે.
INkosi iyabalondoloza bonke abayithandayo; kodwa bonke ababi izababhubhisa.
21 ૨૧ મારું મુખ યહોવાહની સ્તુતિ કરશે; સર્વ માણસો તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.
Umlomo wami uzakhuluma indumiso yeNkosi, layo yonke inyama ibonge ibizo layo elingcwele kuze kube nini lanini.

< ગીતશાસ્ત્ર 145 >