< ગીતશાસ્ત્ર 135 >

1 યહોવાહની સ્તુતિ કરો. યહોવાહના નામની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.
Alleluja. Chwalcie imię PANA; chwalcie, słudzy PANA;
2 યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના, આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
Którzy stoicie w domu PANA, w przedsionkach domu naszego Boga.
3 યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે; તેમના નામની સ્તુતિ કરો, કારણ કે તેમ કરવું આનંદદાયક છે.
Chwalcie PANA, bo PAN jest dobry; śpiewajcie jego imieniu, bo [jest] wdzięczne.
4 કેમ કે યહોવાહે પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે, ઇઝરાયલ ખાસ તેમની સંપત્તિ છે.
PAN bowiem wybrał sobie Jakuba i Izraela na swoją szczególną własność.
5 હું જાણું છું કે યહોવાહ મહાન છે, આપણા પ્રભુ સર્વ દેવો કરતાં તે મહાન છે.
Wiem, że wielki jest PAN, a nasz Pan jest ponad wszystkimi bogami.
6 આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.
Wszystko, co PAN chce, to czyni na niebie i na ziemi, w morzu i we wszystkich głębinach.
7 તે પાણીની વરાળને ઊંચે લઈ જઈ તેનાં વાદળાં ચઢાવે છે, તે વીજળી મોકલી વરસાદને વરસાવે છે અને પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
On sprawia, że mgły wznoszą się z krańców ziemi; wywołuje błyskawice i deszcz, wydobywa wiatr ze swoich skarbców;
8 મિસરમાં તેમણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો.
Poraził pierworodnych w Egipcie, od człowieka aż do zwierzęcia.
9 તેમણે ફારુન અને તેના સેવકોની વિરુદ્ધ પોતાના ચિહ્નો તથા ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યાં.
Zesłał znaki i cuda pośród ciebie, Egipcie; na faraona i na wszystkie jego sługi.
10 ૧૦ તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યો અને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા,
Pobił wiele narodów i zgładził potężnych królów;
11 ૧૧ અમોરીઓના રાજા સીહોનને અને બાશાનના રાજા ઓગને અને કનાનના સર્વ રાજ્યોને તેમણે માર્યાં.
Sychona, króla Amorytów, i Oga, króla Baszanu, i wszystkie królestwa Kanaanu;
12 ૧૨ તેમના દેશને તેમણે પોતાના લોક ઇઝરાયલને વારસામાં આપ્યો.
I dał ich ziemię w dziedzictwo, w dziedzictwo Izraelowi, swemu ludowi.
13 ૧૩ હે યહોવાહ, તમારું નામ અનંતકાળ ટકનાર છે, હે યહોવાહ, તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
Twoje imię, PANIE, [trwa] na wieki; twoja pamięć, PANIE, z pokolenia na pokolenie.
14 ૧૪ કેમ કે યહોવાહ પોતાના લોકોનો ન્યાય કરશે અને તે પોતાના સેવકો પ્રત્યે દયાળુ થશે.
Bo PAN będzie sądzić swój lud i zmiłuje się nad swymi sługami.
15 ૧૫ વિદેશીઓની મૂર્તિઓ તો સોનાચાંદીની છે, તેઓ માણસોના હાથથી જ બનેલી છે.
Bożki pogan to srebro i złoto, dzieło ludzkich rąk.
16 ૧૬ તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી.
Mają usta, ale nie mówią; mają oczy, ale nie widzą;
17 ૧૭ તેઓને કાન છે, પણ તેઓ સાંભળતી નથી, તેઓનાં મુખમાં શ્વાસ નથી.
Mają uszy, ale nie słyszą, i nie ma oddechu w ich ustach.
18 ૧૮ જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે, જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
Podobni są do nich ci, którzy je robią, i wszyscy, którzy w nich pokładają ufność.
19 ૧૯ હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.
Domu Izraela, błogosławcie PANA; domu Aarona, błogosławcie PANA.
20 ૨૦ હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો.
Domu Lewiego, błogosławcie PANA; wy, którzy się boicie PANA, błogosławcie PANA.
21 ૨૧ સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો, જે યરુશાલેમમાં રહે છે. તે યહોવાહની સ્તુતિ કરો.
Niech będzie błogosławiony z Syjonu PAN, który mieszka w Jeruzalem. Alleluja.

< ગીતશાસ્ત્ર 135 >