< ગીતશાસ્ત્ર 133 >

1 ચઢવાનું ગીત; દાઉદનું. ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે! 2 તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે. 3 વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.

< ગીતશાસ્ત્ર 133 >